તા. ૨૭.૩.૨૦૨૫ , ગુરુવાર ,સંવંત ૨૦૮૧, ફાગણ વદ તેરસ ,શતતારા નક્ષત્ર , સાધ્ય યોગ , ગર કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ કુંભ (ગ ,સ,શ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : આવકમાં મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.
વૃષભ (બ,વ,ઉ) : સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને મધ્યમ રહે,નોકરિયાતને સારું રહે,આગળ વધવાની તક મળે,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો,મિત્રોની મદદ મળી રહે ,પ્રગતિકારક દિવસ .
કર્ક (ડ,હ) : માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ના થાય,નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ.
સિંહ (મ,ટ) : અંગત જીવનમાં સારું રહે,સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
કન્યા (પ,ઠ,ણ) : જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું,વધુ પડતી ચિંતાઓ ટાળવી,પરેજી પાલવ સલાહ છે .
તુલા (ર,ત) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન .
વૃશ્ચિક (ન,ય) : નવા આયોજનો વિચારી શકો ,તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.
ધન (ધ,ભ,ફ,ઢ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.
મકર (ખ,જ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન માં કાળજી લેવી,સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.
કુંભ (ગ,સ,શ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો .
મીન (દ,ચ,ઝ,થ) : ખર્ચ પર અંકુશ રાખવો,નાણાકીય આયોજન કરવું જરૂરી બને,યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.
–આગામી સમય કર્કના જાતકો માટે સારો ગણી શકાય
કર્ક રાશિના મિત્રોને ૨૯ માર્ચના શનિના મીન રાશિમાં પ્રવેશ સાથે નાની પનોતી પૂર્ણ થાય છે આમ તો આ પનોતી રૂપાના પાયે અઢી વર્ષની હતી એટલે વિશેષ તકલીફ આપતી ના હતી પરંતુ હવે આગામી સમય કર્કના જાતકો માટે સારો ગણી શકાય જો કે ગ્રહણ તેમને નવમા ભાગ્ય ભુવનમાંથી પસાર થાય છે સાથે છ ગ્રહોની યુતિ પણ તેમના ભાગ્ય પર અસર કરે છે. નવમા ભુવનથી ભાગ્ય, ધર્મ, ઉચ્ચ અભ્યાસ ,વિદેશયાત્રા , પિતા, ગુરુ , મંદિર વિગેરે જોવામાં આવે છે માટે આ સમયમાં ભાગ્યની બાબતે કેટલાક ક્ષેત્રમાં અટકાવ જોવા મળે વળી વિદેશ જવા ઇચ્છતા મિત્રોએ થોડી રાહ જોવી પડે કે યાત્રા પ્રવાસ માં અડચણ આવતી જોવા મળે અને કર્ક રાશિ સ્વભાવગત લાગણીશીલ રાશિ છે માટે આ સમયમાં કેટલાક સંબંધોમાં લાગણીના પ્રશ્નો ખડા થતા જોવા મળે. કર્ક રાશિ માટે આગામી સમય સારો આવી રહ્યો છે પરંતુ નવમે આ ગ્રહણ અને યુતિ હોય ધર્મકાર્ય કરવું જોઈએ. આધ્યાત્મિક ચિંતન અને ધ્યાનથી કર્ક રાશિને સારું પરિણામ મળે આ ઉપરાંત “ૐ સૌમ સૌમાય નમઃ ” મંત્રની દરરોજ સાંજે ૧૧ માળા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત કરી શકાય છે જેથી ભાગ્યને સારું બળ મળતું જોવા મળશે અને અટકેલા કાર્ય પૂર્ણ થતા જોવા મળશે. કર્ક રાશિ લાગણીમય શરીર દર્શાવે છે pavitr નદીમાં સ્નાન કરવાથી લાગણીમય શરીર કાર્યરત થાય છે અને સારા પરિણામ આપે છે. જો કે કર્ક રાશિના મિત્રોએ લાગણીની બાબતમાં સંતુલિત થવું પણ જરૂરી બને છે.!
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯ ૦૫૦૦ ૨૮૨