તા ૨૦.૨.૨૦૨૫ , ગુરુવાર ,સંવંત ૨૦૮૧, મહા વદ સાતમ ,વિશાખા નક્ષત્ર , ધ્રુવ યોગ, બાલવ કરણ , આજે સુધી જન્મેલાંની ચંદ્રરાશિ તુલા (ર,ત) રહેશે.
મેષ (અ,લ,ઈ) : નજીકના ક્ષેત્રો માં મધ્યમ રહે પરંતુ દૂર દેશ થી સારા સમાચાર મળે,આગળ વધવાની તક મળે.
વૃષભ (બ,વ,ઉ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,નવા મિત્રો બનાવી શકો,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : તબિયતની કાળજી લેવી,ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે,જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે .
કર્ક (ડ,હ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્ત કરી શકો , આનંદદાયક દિવસ.
સિંહ (મ,ટ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.
કન્યા (પ ,ઠ,ણ) : મિત્રોની મદદ થી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.
તુલા (ર,ત) : તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય,એકધારા પ્રયત્નોથી સફળતા મળે, આગળ વધી શકો .
વૃશ્ચિક (ન,ય) : નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે,દિવસ પ્રગતિકારક અને શુભ રહે.
ધન (ધ,ભ,ફ,ઢ) : કામકાજ માં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસ માં કાળજી રાખવી. મધ્યમ દિવસ.
મકર (ખ,જ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,લેખન વાંચન મંથન થી આનંદ મળે.રચનાત્મક કાર્ય કરી શકો.
કુંભ (ગ ,સ,શ) : વેપારીવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે. નોકરિયાતવર્ગે સમજી ને ચાલવું.
મીન (દ,ચ,ઝ,થ) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
-કર્ક રાશિ લાગણી અને લાગણીમય શરીર દર્શાવે છે
દરેક રાશિના સ્વભાવ અને ગુણધર્મની આપણે અત્રે વાત કરી રહ્યા છીએ તો આજે કર્ક રાશિ વિષે જાણીએ કે જન્મકુંડળીમાં જ્યાં કર્ક રાશિ હોય ત્યાં વ્યક્તિ લાગણીશીલ બનતો હોય છે અને કર્ક રાશિ લાગણી અને લાગણીમય શરીર દર્શાવે છે તથા ચક્રોમાં તેનો અનાહત ચક્ર પર અધિકાર છે. કર્ક રાશિ ઘર, મકાન, પ્રોપર્ટી,સુખ,માતા અને જન્મસ્થળ ઈંગિત કરે છે. જો જન્મકુંડળીમાં ચંદ્ર નબળો પડતો હોય તો વ્યક્તિની મનોસ્થિતિ બગડે છે વળી તેને સુખનો અભાવ જણાય છે. કર્ક રાશિ વ્યવહાર કરતા લાગણીને વધુ મહત્વ આપે છે અને મન તથા તેના વિચારને રજૂ કરનાર છે. યાત્રા,પાણી, ખાનપાન વિગેરે પણ ચંદ્રથી જોવાય છે. છાતી અને હૃદયનો ભાગ કર્ક રાશિમાં આવે છે. હૃદયનું દર્દ કર્ક રાશિ અને ચંદ્રથી સમજાય છે. નિર્ણયશક્તિનો અભાવ, ચંચળ મન અને વિચારવાયુ પણ કર્ક રાશિથી જોવામાં આવે છે. કર્ક રાશિમાં મહત્વના ગ્રહો હોય ત્યારે વ્યક્તિ વ્યવહારને બદલે પોતાનું દિલ કે એમ કરતો હોય છે અને ક્યારેક પોતાની પીડાનું શમન કરવા અલગ રસ્તા પણ લેતો હોય છે. કર્ક રાશિ મજબૂત હોય ત્યારે રચનાત્મક વિચારો પણ હોય છે અને વ્યક્તિ પોતાના વિચારોથી દુનિયા જીતતો હોય છે ખાસ કરીને કર્ક રાશિ પ્રભાવક બનતી હોય અને વ્યક્તિ ધ્યાન યોગ થી આગળ વધી ને મન પર કાબુ મેળવે તો ખુબ આગળ વધતો હોય છે. કર્ક પ્રભાવક અને ચંદ્ર પ્રભાવક મિત્રો અન્યને સજા પણ કરી શકે છે પોતાના વિચાર,વાત અને હૂંફથી તે સામા વ્યક્તિને સારા વાઈબ્રેશન આપી સજા કરી શકે છે એટલે કે તેમનામાં હીલિંગ પાવર સારો જોવા મળે છે અને તેઓ પણ સામી વ્યક્તિ પાસેથી લાગણી ઇચ્છતા હોય છે.!
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨
૭૯૯૦૫૦૦૨૮૨