૧- મેષ :-
આજે સંભાળીને ડગલ ભરવાની ગણેશજી સલાહ આપે છે તમારી આસપાસના લોકો સાથે ઉગ્ર ચર્ચા ન થાય તેનું ધ્યાન રાખવુ. શારિરીક અને માનસિક રીતે તમે વ્યગ્રતાનો અનુભવ કરશો.
૨- વૃષભ :-
અભ્યાસમાં વિદ્યાર્થીઓનુ મન ઓછુ લાગશે. નવા કાર્યનો પ્રારંભ કરવાનું સાહસ આજે ન કરશો. હરિફો સામે વિજય પ્રાપ્ત થશે.
૩- મિથુન :-
નોકરિયાતો માટે ફળદાયી દિવસ. એકંદરે દિવસ કોઇ અવરોધ વિના પસાર થશે. મન પ્રસન્ન રહેશે.
૪- કર્ક :-
મધ્યાહન બાદ તમારા મનમાં હતાશાની ભાવના આવી જવાથી મન અવસ્થ રહેશે. નાના પ્રવાસ-પર્યટનની સંભાવના છે. આજે તમારુ આરોગ્ય સા‚ રહેશે.
૫- સિંહ :-
ગણેજી સલાહ આપે છે કે
આજે કોઇ પણ નિર્ણય લેવાની સ્થિતિમાં તમે નહિ રહો. અને વાણી પર સંયમ રાખવો. ગેરમસજોને દૂર કરવી.
૬- કન્યા :-
વેપારીઓ અને નોકરિયાતોને આર્થિક લાભ થશે. તેમજ ઉચ્ચ અધિકારી ખુશ રહેવાથી ઉન્નતિની સંભાવનાઓ વધશે.
૭- તુલા :-
સ્વાસ્થ્ય અને માનસિક રીતે શાંતિનો અનુભવ કરશો. સંતાનો તરફથી સુખ પ્રાપ્ત થશે. વ્યવસાયમાં ઉચ્ચ અધિકારીઓ તરફથી આર્થિક લાભ થશે.
૮- વૃશ્ચિક :-
– વ્યવસાયમાં પદ ઉન્નતિનો યોગ છે. માન-સન્માન પ્રાપ્ત થશે. ગૃહસ્થજીવન આનંદપુર્વક રહેશે. ધનલાભની સંભાવના છે.
૯- ધન :-
આર્થિક રીતે તંગીનો અનુભવ કરશો પરંતુ શારિરિક અને માનસિક સ્વસ્થતાથી પ્રફુલ્લિત થઇ જશો. આકસ્મિક ધન પ્રાપ્તિનો યોગ છે. પ્રવાસનો યોગ છે.
૧૦- મકર :-
બપોર બાદ મન વ્યગ્રતાનો અનુભવ કરશો. વધુ ખર્ચ થવાને લીધે આર્થિક તંગી રહેશે. વાદ વિવાદ ટાળવા વાણી પર સંયમ રાખવુ તમારા હિતમાં છે.
૧૧- કુંભ :-
ગણેશજીના આર્શિવાદથી તમારો આજનો દિવસ સુખ-શાંતિપૂર્વક પસાર થશે પારિવારિક જીવનમાં પણ આનંદ છવાયેલો રહેશે.
૧૨- મીન :-
આજનો દિવસ વિજાતીય આકર્પણથી દૂર રહેવાની ગણેશજી સલાહ આપે છે. નવા કાર્યનો પ્રારંભ ન કરશો બપોર બાદ સ્થિતિમાં આકસ્મિક સુધાર દેખાશે