તા. ૧.૩.૨૦૨૫ , શનિવાર ,સંવંત ૨૦૮૧, ફાગણ સુદ બીજ, પૂર્વાભાદ્રપદા નક્ષત્ર , સાધ્ય યોગ, બાલવ કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ મીન (દ,ચ,ઝ,થ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે,ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે,દિવસ માધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે,સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.
મિથુન (ક,છ,ઘ) : નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય,દિવસ સારો રહે.
કર્ક (ડ,હ) : ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો,આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.
સિંહ (મ,ટ) : લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે,ધાર્યા કામ પાર ના પડે.
કન્યા (પ,ઠ,ણ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.
તુલા (ર,ત) : લોન વિગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે,પૂજા પાઠથી બળ મળી રહેશે.
વૃશ્ચિક (ન,ય) : વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય,જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.
ધન (ધ,ભ,ફ,ઢ): મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તા થી લાભ થાય,લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.
મકર (ખ,જ) : જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે,સમજી ને ચાલવું.
કુંભ (ગ,સ,શ ) : નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે,કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.
મીન (દ,ચ,ઝ,થ): તમારી જાતને અંદર થી ઓળખી શકો,આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–મકર રાશિ પર શનિ મહારાજનું આધિપત્ય છે
મકર રાશિ દશમી રાશિ છે જેના પર શનિ મહારાજનું આધિપત્ય છે જે કર્મ અને આજીવિકા બતાવે છે. મકર રાશિ પરિશ્રમની રાશિ છે અને પરિણામની અપેક્ષા વિના પરિશ્રમનું સૂચન કરે છે. નોકરી ધંધો વ્યવસાય મકર રાશિથી જોવામાં આવે છે, વ્યક્તિનું કર્મ મકરથી જોવામાં આવે છે. મકર રાશિ લાઇમ લાઇટમાં આવ્યા વિના કાર્ય કરે છે. લોખંડ,સ્ટીલ અને પગ તથા તેને લગતી બાબતો મકર રાશિથી જોવામાં આવે છે. મકર રાશિ પોતાની બાબતોની જાહેરમાં ચર્ચા કર્યા વિના કામ કરે છે અને ક્યારેક લઘુતા ગ્રંથિ પણ જોવામાં આવે છે તો ઘણીવાર મગરની જેમ ધીરજથી મોકાની રાહ પણ જુએ છે. મકર રાશિ નવા સાહસના કરતા રૂઢિ પ્રમાણે ચાલતું હોય તે કરે છે અને વ્યવસ્થિત કાર્ય કરવામાં મને છે. શનિનું ઘર હોય કર્મ પ્રત્યે સભાનતા રાખે છે તથા નિષ્ઠાથી કામ કરે છે.મકર રાશિને પ્રાકૃતિક સ્થળોએ ફરવું ગમે છે તથા કોઈ પણ જગ્યાએ તેનો પોતાનું કાર્ય ભૂલી શકતા નથી ઘણીવાર તેમની અંગત જિંદગી પણ કામના બોજ હેઠળ દબાયેલી જોવા મળે છે તેઓ જાહેરમાં ખુબ લોકોની વચ્ચે આનંદ મેળવી શકતા નથી પણ એકાંતમાં અને એકાદ બે ગમતી વ્યક્તિ સામે ખુલે છે. લેબર વર્ગ મકર રાશિથી જોવામાં આવે છે અને સખત મહેનતથી સફળતા મેળવતા લોકોને મકર રાશિમાં મહત્વના ગ્રહો જોવા મળે છે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨