તા. ૨૮.૩.૨૦૨૫ , શુક્રવાર ,સંવંત ૨૦૮૧, ફાગણ વદ ચતુર્દશી, પૂર્વાભાદ્રપદા નક્ષત્ર , શુક્લ યોગ , વિષ્ટિ કરણ , આજે બપોરે ૪.૪૭ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કુંભ (ગ ,સ,શ) ત્યારબાદ મીન (દ,ચ,ઝ,થ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
મિથુન (ક,છ,ઘ) : સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ,પ્રગતિકારક દિવસ.
કર્ક (ડ,હ) : તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો, પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.
સિંહ (મ,ટ) : અટવાયેલા કાર્ય પૂર્ણ થાય, કોર્ટ કચેરીમાં સારું રહે, ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.
કન્યા (પ,ઠ,ણ) : લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ થાય ,અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : સવાર બાજુ દોડધામ રહે,સાંજ ખુશનુમા વીતે,ઈચ્છીત પરિણામ મેળવી શકો, શુભ દિન.
વૃશ્ચિક (ન,ય) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય, વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે!.
ધન (ધ,ભ,ફ,ઢ) : આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો, સત્સંગથી સંશયો દૂર થાય , શુભ દિન.
મકર (ખ,જ) : વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે .
કુંભ (ગ,સ,શ ) : તમે તમારી જાત સાથે રહી શકો,શોખ અને આનંદની બાબતો કરી શકો, મનોમંથન કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ) : સવાર બાજુ થોડી કામગીરી રહે, તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય,અંતરાયો દૂર થાય.
–સિંહ રાશિને નાની પનોતી લોખંડના પાયે શરુ થશે.
ધીમે ધીમે ચાર ગ્રહો સૂર્ય રાહુ બુધ અને શુક્ર મીન રાશિમાં આવી ચુક્યા છે અને શનિ અને ચંદ્ર અવાવના છે એટલે ૨૯ માર્ચના છ ગ્રહોની યુતિ અને ગ્રહણ આવી રહ્યા છે વળી શનિ અને રાહુ ખુબ જ નજીક હશે જે પિશાચ યોગની રચના કરે છે આ યોગ લગભગ બે માસ સુધી મીનમાં રહેશે માટે દેશ અને દુનિયા પર તેની વિપરીત અસર જોવા મળશે અને કેટલાક નવા મોરચા ખુલતા જોવા મળે તો અચાનક કેટલીક ગતિવિધિ સામે આવતી જોવા મળશે. ગ્રહણ અને શનિ પનોતી વિષે આપણે વાત કરતા હતા તે મુજબ સિંહ રાશિને નાની પનોતી શરુ થશે જે લોખંડના પાયે છે જે વધુ મહેનત કરાવે અને કેટલીક સ્થિતિમાં બાંધછોડ કરવી પડે જે માટે સિંહ રાશિના જાતકો તૈયાર હોતા નથી. સિંહ રાશિના જાતકો માટે સ્વમાન અને સ્વાભિમાન મહત્વનું અંગ બને છે માટે તેઓ તેમાં સમાધાન કરતા નથી અને આ સમયમાં કેટલીક સમજૂતીમાં થી પસાર થવાનું આવે વળી આ સમયમાં વૈચારિક પરિવર્તન પણ જોવા મળે. આ સમયને સારી રીતે પસાર કરવા માટે કર્મ પર ધ્યાન આપવું અને સવારે સૂર્યનારાયણને અર્ધ્ય એવો વળી સવારે એક માળા ગાયત્રી મંત્રની કરવી અને રાત્રે સૂતી વખતે દશરથ રચિત શનિ સ્તોત્રનો પાઠ કરવો જરૂરી બને છે કેમકે ગ્રહણ અને છ ગ્રહોની યુતિ આઠમે થી પસાર થાય છે જે જીવનમાં ટ્રાન્સફોર્મશન લાવનાર બને છે અને કેટલીક સમસ્યાઓમાં થી પસાર કરનાર બને છે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯ ૦૫૦૦ ૨૮૨