તા. ૨૪.૩.૨૦૨૫ , સોમવાર ,સંવંત ૨૦૮૧, ફાગણ વદ દશમ ,ઉત્તરાષાઢા નક્ષત્ર , પરિઘ યોગ , વણિજ કરણ , આજે સવારે ૧૦.૨૪ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ ,ભ ,ફ ,ઢ ) ત્યારબાદ મકર (ખ,જ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : આંતરિક શક્તિ વધે, દિવ્ય ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃષભ (બ,વ,ઉ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,ધાર્યા કામ પાર પાડી શકો .
મિથુન (ક,છ,ઘ) : મનમાં ચીડિયાપણું રહે ,માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કર્ક (ડ,હ) : ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
સિંહ (મ,ટ) : તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા પડે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. દિવસ ખુશનુમા વીતે.
તુલા (ર,ત) : તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ) : તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.
મકર (ખ ,જ ) : તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,વેપારીવર્ગને સારું રહે, સ્તિરવર્ગને મધ્યમ રહે,કામકાજમાં સફળતા મળે.
કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી. વધુ વિશ્વાસે ના ચાલવું.
મીન (દ ,ચ ,ઝ ,થ) : નસીબ સાથ આપતું જણાય , આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.
— વૃષભ રાશિને હાલ પનોતીની અસર નથી
હાલમાં છ ગ્રહોની યુતિ અને ગ્રહણ આવી રહ્યા છે અને શનિ રાશિ પરિવર્તન કરે છે ત્યારે દેશમાં કોઈ કોઈ જગ્યાએ આંતરવિગ્રહની સ્થિતિ નિર્માણ થતી જોવા મળે આ બાબત અન્વયે રાશિ મુજબ અસર જૉ તો વૃષભ રાશિને હાલ પનોતીની અસર નથી ગ્રહણ અગિયારમેથી પસાર થાય છે જે મિશ્ર પરિણામ આપનાર બને છે. છ ગ્રહોની યુતિ લાભ સ્થાનમાં થઇ રહી છે જે નવા મિત્રો આપે છે લાભ અપાવે છે પરંતુ જુના સંબંધોમાં ક્યાંક ખટરાગ આપનાર પણ બને છે. વૃષભ રાશિ પરિવારપ્રિય હોય છે તથા પરિવારની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખનાર હોય છે તેમને ઘર અને ઘરની વસ્તુઓ વ્યવસ્થિત જોઈએ છે કઈ ખૂટે નહિ તેનું ખાસ ધ્યાન રાખે છે. કલા અને સાહિત્ય તરફ રુચિ હોય છે અને સંગીત પ્રત્યે લગાવ જોવા મળે છે તો મહેનત કરી પોતાની જાત સાબિત કરતા હોય છે અને મહેનતથી થાકતા નથી હોતા જોકે તેમને પરિણામ તરત જોઈએ છે. મિત્રો અને સબંધીઓની કાળજી લેવાનો સ્વભાવ હોય છે અને થોડા આરામપ્રિય પણ જોવા મળે છે. આગામી સમય તેમના માટે સારો ગણી શકાય અને તેઓ જે પ્રોજેક્ટ કે મહેનત કરે તેમાં તેમને સારું પરિણામ મળતું જોવા મળે છે. ચાંદી પહેરવાથી તેમને લાભ થશે અને હાલના સમયમાં વિષ્ણુ સહસ્ત્રનામના પાથ દરરોજ કરવાથી અને તુલસીની સેવા કરવાથી વિશેષ લાભ થાય આ ઉપરાંત સૂર્ય નારાયણને દરરોજ જળ ચડાવવાથી પણ તેમને લાભ થતો હોવા મળે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨
૭૯૯૦૫૦૦૨૮૨