તા ૧૮.૨.૨૦૨૫ , મંગળવાર ,સંવંત ૨૦૮૧, મહા વદ છઠ , ચિત્રા નક્ષત્ર , ગર કરણ , આજે ૧ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ તુલા (ર,ત) રહેશે.
મેષ (અ,લ,ઈ) : જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો, સામાજિક સ્વીકૃતિ પ્રાપ્ત થાય,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : સવાર બાજુ નો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, તમારી અંદરની રચનાત્મકતાનો લાભ લઇ શકો.
કર્ક (ડ,હ) : જમીન-મકાન-વાહન સુખ સારું રહે,આરામદાયક દિવસ, સુખ સગવડ પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે,મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : બેન્ક બેલેન્સ વધારી શકો,નાણાકીય આયોજન કરી શકો, પૈસા બાબત માં સારું રહે.
તુલા (ર,ત) : તમારા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો, કાર્યસિદ્ધિ આપતો દિવસ, સમાજને કૈક કરી બતાવી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું ગુસ્સા માં આવી નિર્ણયો ના કરવા સલાહ છે .
ધન (ધ ,ભ ,ફ ,ઢ ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે, નવા લોકો સાથે પણ સબંધ કેળવી શકો, પ્રગતિકારક દિવસ.
મકર (ખ ,જ ) : વેપારીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને અનુકૂળ સમય, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
કુંભ (ગ ,સ,શ ) : ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.
મીન (દ ,ચ ,ઝ ,થ) : અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–મિથુન રાશિ માટે મિત્રો જીવનમાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે.
જ્યોતિષશાસ્ત્ર માં મિથુન રાશિ નાના ભાઈ બેન, પરાક્રમ, પ્રતિભા, હાથની આવડત, નૃત્ય જેવી કલા બતાવે છે વળી પેપરવર્ક, કોયડા, હિસાબ દર્શાવે છે તો ડ્રાઈવીંગ સ્કિલ પણ દર્શાવે છે. શોખના વિષય વ્યક્તિ કેટલું રિસ્ક લેશે અને કઈ રીતે વાતચિત કરશે તે પણ બતાવે છે. મિથુન રાશિ ઘરમાં મુખ્ય દરવાજો અને દાદર બતાવે છે તો પડોશીઓ વિષે પણ સૂચન કરે છે. જાતકના કાન, તેની શ્રવણ શક્તિ તે કેટલો ધીરજથી સામ વ્યક્તિને સમજશે તે દર્શાવે છે. મિથુન રાશિ માટે પાર્ટનર મહત્વની વ્યક્તિ હોય છે અને લાઈફ પાર્ટનર પર તેનો વધુ આધારિત હોય છે. મોબાઈલ અને તમામ કમ્યુનિકેશન ડિવાઇસ મિથુન રાશિ માં આવે છે વળી જાતક તેનો ઉપયોગ કઈ રીતે કરશે તે પણ નિર્દિષ્ઠ કરે છે આ ઉપરાંત નાની યાત્રાઓ અને તેના થી થતા લાભ ગેરલાભ પણ દર્શાવે છે. મિથુન રાશિ માટે એકલા રહેવું મુશ્કેલ હોય છે તેઓ હંમેશા જોડીદાર ઇચ્છતા હોય છે અને ટીમવર્કમાં સારા હોય છે તથા વાતચીતના માધ્યમથી મુશ્કેલીનો હલ લાવવાના તરફદાર હોય છે તેઓને લડાઈ-ઝઘડા ગમતા નથી અને ચોક્કસ રણનીતિથી આગળ વધવામાં માને છે અને વિચારીને પગલાં ભારે છે માટે જન્મકુંડળીમાં જ્યાં મિથુન રાશિ હોય ત્યાં વ્યક્તિ સમજીવિચારીને આગળ વધતો જોવા મળે છે.મિથુન રાશિ માટે મિત્રો જીવનમાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨