તા. ૨૯ .૩.૨૦૨૫ , શનિવાર ,સંવંત ૨૦૮૧, ફાગણ વદ અમાસ, ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર , બ્રહ્મ યોગ , કિસનતુઘ્ન કરણ , આજે જન્મેલાંની ચંદ્રરાશિ મીન (દ,ચ,ઝ,થ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે,ન ગમતી ઘટનાઓમાંથી પસાર થવું પડે,દિવસ માધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : આજના દિવસે કેટલીક બાબતમાં પ્રતીક્ષા કરવાની આવશે,સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.
મિથુન (ક,છ,ઘ) : નોકરિયાત વર્ગને સારી કામગીરી મળે, વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય,દિવસ સારો રહે.
કર્ક (ડ,હ) : ઘણી ઘટનાઓનું ઊંડાણ પૂર્વક પૃથ્થકરણ કરી શકો, મનોમંથન કરી શકો,આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.
સિંહ (મ,ટ) : લાગણીના સંબંધોમાં ઠેસ પહોંચતી જોવા મળે, મનમાં બેચેની રહ્યા કરે,ધાર્યા કામ પાર ના પડે.
કન્યા (પ,ઠ,ણ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,ભાગીદારીમાં લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે.
તુલા (ર,ત) : લોન વિગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે, જીવનમાં નિયમિતતા જરૂરી છે,પૂજા પાઠથી બળ મળી રહેશે.
વૃશ્ચિક (ન,ય) : વિદ્યાર્થીવર્ગે વધુ મહેનત કરવી પડે, સંતાન અંગે ચિંતા જણાય,જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.
ધન (ધ,ભ,ફ,ઢ) : મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તા થી લાભ થાય,લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.
મકર (ખ,જ) : જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે,સમજી ને ચાલવું.
કુંભ (ગ,સ,શ ) : નિરાશા કે બેચેની જેવું જણાય, મનમાં બેચેની રહ્યા કરે,કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.
મીન (દ,ચ,ઝ,થ) : તમારી જાતને અંદર થી ઓળખી શકો,આત્મસંવાદ કરી શકો જેથી તમારી જાતને સારી રીતે તપાસી શકો.
જેમ જેમ અમાસ,ગ્રહણ અને છ ગ્રહોની યુતિ નજીક આવતી જાય છે તેમ તેમ ઘટનાક્રમ અચાનક આગળ વધતો જાય છે અને દરેક વ્યક્તિ આગામી સમયમાં શું થશે એ જાણવા ઈચ્છે છે ત્યારે એક સાથે અનેક ગોચરીયા ઘટનાઓ બની રહી છે ત્યારે રાશિ મુજબ જોઈએ તો આજે વાત કરવી છે હાલના ગોચરમાં કન્યા રાશિની, બુધના ઘરની આ રાશિ સૌમ્ય છે અને થોડી શરમાળ પણ છે પોતાની વાત રજૂ કરવામાં થોડો સમય લે છે. સારી વાત એ છે કે આ સમયમાં કન્યા રાશિને પનોતી નથી. ગ્રહણ અને છ ગ્રહોની યુતિ સાતમે થી પસાર થાય છે જે જાહેરજીવન અને દાંપત્યજીવનને પ્રભાવિત કરે છે માટે દામ્પત્યજીવનમાં ખાસ સાંભળવું જો કે જાહેરજીવનમાં નવી તકો આવતી જોવા મળશે વળી કેટલાક જુના મતભેદ તમે નિવારી શકશો. તમે તમારા કામમાં લાગ્યા રહેશો તો તમારી પ્રસંશા આપોઆપ થશે પરંતુ આ સમયમાં નામ કરવા પાછળ દોડવાને બદલે કારકિર્દી પર વધુ ધ્યાન એવું પડશે. જુના ખરાબ થયેલા સંબંધોમાં સુધાર આવતો જોવા મળશે. બે માસ પછી રાહુ મહારાજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે તે તમને શત્રુઓ પર જીત અપાવશે અત્યારે પણ તમે તમારી આસપાસ કિન્નાખોરીનો ભોગ બનતા હશો પણ ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણમાં આવશે કન્યા રાશિના જાતકો આમતો ગણતરીથી ચાલતા હોય છે તેઓ વધુ પડતા લાગણીમાં આવી નિર્ણય કરતા નથી.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯ ૦૫૦૦ ૨૮૨