આપણાં દેશમાં સૌથી વધુ યુવા વર્ગ છે ત્યારે તેના વિકાસ અને ગુણવતા સભર લાઇફ માટે સૌએ કાર્ય કરવાની જરૂરીયાત આપણાં પુરૂષ પ્રધાન દેશમાં સૌને પોતાના સંતાનોમાં છોકરીઓની વિશેષ ચિંતા જોવા મળે છે
આપણાં મજબુત ભવિષ્યનો આધાર આપણી સક્ષ્તી યુવા પેઢી ઉપર છે. જીવન કૌશલ્ય (લાઇફસ્કીલ) નો અભિગમ યુવા વર્ગને તેમના જીવનમાં આવતા પડકારોનો સામનો કરવા સક્ષમ કરે છે. આજે ર૧મી સદીમાં ઇનટરનેટ, ટીવી કલ્ચર, સોશ્યલ મીડીયા, મોબાઇલ યુગમાં ઘણા સારા પાસાની સાથે ભયંકર દુષણો પણ આવી ગયા છે. આજે તો મા-બાપે પોતાની સંતાનોની ચિંતા વિશેષ જોવા મળી રહી છે.
ત્યારે તેના લાલન-પાલન, શિક્ષણ-સંગત, કારકિર્દી જેવી વિવિધ બાબતોની ચિંતા ચિંતનનો વિષય બની છે. સમાજમાં બનતી વિવિધ ઘટનાઓથી મા-બાપ પરિવારો ચિંતીત છે. જુદા જુદા સમાજમાં કિશોર-કિશોરીઓ, યુવાન અને યુવા વર્ગ એવો શબ્દ પ્રયોગ જુદી જુદી વય જુથ માટે તેમની ભુમિકા અને જવાબદારીઓ માટે વપરાતો હોય છે.
આપણાં પુરૂષ પ્રધાન દેશમાં સૌને પોતાના સંતાનોમાં છોકરીઓની વિશેષ ચિંતા જોવા મળે છે. ૧૦ થી ૧૯ વર્ષ તરૂણાવસ્થા (એડોલેસન્ટ), ૧૦ થી ૧૪ વર્ષ તરૂણાવસ્થાનો ગાળો ૧પ થી ૧૯ તરૂણાવસ્થાનો પાછળનોગાળો, ૧પ થી ર૪ વર્ષ યુવાન (યુથ) તથા ૧૦ થી ૨૪ વર્ષનાને આપણે યુવા વર્ગ (યંગ પીપલ) તરીકે ઓળખીએ છીએ.
ભારત દેશમાં સૌથી યુવા વર્ગ છે ભારે તેના વિકાસ ત્થા ગુણવતાસભર લાઇફ માટે સૌએ કાર્ય કરવાની જરુરીયાત છે. આજના તરૂણોએ સ્વબચાવની વિવિધ આવડત સાથે મોટેથી રાડ પાડતા શીખવું જરુરી છે. આ ઉપરાંત સમવયસ્કોના દબાણને ખાળવા ‘સંબંધ’ બગડે નહી તે રીતે ‘ના’ પાડતા શીખી જવું પડશે. આ કૌશલ્ય પ્રાપ્ત કરવાથી મહદ અંશે મુશ્કેલીનો અંત અવાશે.
આજના યુવા વર્ગે સ્વાસ્થ્યસભર જીવન પસંદગી પરિપકવ નિર્ણયો લેવા, મદદરૂપ બની શકે તેવા સંબંધો સ્થાપવા, તંદુરસ્ત જીવનશૈલી અમલમાં મૂકવી તેમજ જોખમી જીવન પ્રણાલી અને તંદુરસ્તીને હાનિકારક વર્તુણકને ઓળખી શકવાની વિચાર શકિત સાથે સારા-ખરાબની પરિભાષા શીખવી જરુરી છે.
સ્વની ઓળખ, પરામર્શ, માહીતીનું આદાન પ્રદાન, વ્યકિત-વ્યકિત વચ્ચેના સંબંધો, નિર્ણયો લેવા અને પ્રશ્ર્નોનો ઉકેલ લાવવો, લાગણીઓની સમજ અને પોતાના શરીર વયવૃઘ્ધી વિશે જાગરૂકતા કેળવવી પડશે. આજે પવર્તમાન સમયમાં આ બાબતો પર યુવા વર્ગ જાગૃત ન થશે તો જીવનમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે.
આજે તરૂણો કિશોરો ઘરની બહાન નીકળે ત્યારે કે બસમાં મુસાફરી સમયે કે રસ્તે ચાલતા કે શાળામાં મિત્ર વર્તુળમાં જે વાતાવરણ છે તેમાં યોગ્ય નિર્ણયો લેવા તે બાબતે જાગૃત થવાની જરુર છે. આ સમયે સારા-નરસાની સમજ સાથે જે દેખાય છે તેને સાચુ ન માનીને મા-બાપના માર્ગદર્શન ચર્ચાથી નિર્ણય કરવા, તરૂણીઓ દિવસ દરમ્યાન બનતી આવી ઘટનાની મમ્મી-પપ્પાને વાત કરવી, તમારો શારિરીક, માનસિક વિકાસનીસાથે સામાજીક વિકાસ થઇ રહ્યો છે. ત્યારે નિર્ણયો લેવાની સાથે શું સારૂ છે કે ખરાબ તેની સમજ કેળવવી પડશે.
આજના પ્રવર્તમાન સમયમાં પુખ્યવગ ૧૮વર્ષમાંથી ૧૬ વર્ષ કરવાની વાતો ચર્ચાય છે. ત્યારે વિદેશોમાં શિક્ષણ વાતાવરણ નિયમો તથા એડોલેસન્ટ વિકાસને કારણે સમસ્યા નથી નડતી પણ ભારતમાં હજી આપણે લાંબી મઝલ કાપવાની છે. છેડતી રેપ જેવી ઘટનાઓ બને છે ત્યારે સૌ ચિતિંત છે. તમારી ઊમરને કારણે પ્રેમ-હુંફ લાગણીના વમણોમાં તણાય જવું ને આકર્ષણ જીજ્ઞાસાને કારણે પણ યુવા વર્ગ પોતે પોતાની સાથે મુશ્કેલીને આમંત્રણ આપે છે. લોભ-લાલચ, લાચારી- મજબુરી, મોજ-શોખ કે આર્થિક સંકળામણ જેવી વિવિધ બાબતોમાં આવતી મુશ્કેલી થોડી ચર્ચા કે આદાન પ્રદાન કરવાથી નથી આવતી.
હવે વાત થોડી સાવચેતીની… જે તમને બચાવશે
- મોબાઇલમાં અજાણ્યા કોલનો જવાબ ટાળો, લાંબી વાત ન કરવી, જયાં ત્યાં નંબર ન આપવા, મોબાઇલનો પારિવારિક ઉપયોગ જરૂરી, બહાર હો ત્યારે ઘર સાથે કનેકટ રહો, તમારા અંગત ફોટા, વિડીયો, શેર ન જ કરવા ટુંકમાં સોશ્યલ મિડીયાના દુષણથી બચવા આવી નાની વાતો બાબતે જાગૃત રહેવું
- સારો સ્પર્શને ખરાબ સ્પર્શની સમજ કેળવણી તમારા શરીર પર તમારો અધિકાર છે. શરીર વિજ્ઞાનને સમજો ને સલામત રહો. અમુક પ્રકારના વસ્ત્રોથી પણ મુશ્કેલી આવતી હોવાથી સંભાળ લેવી., આજના યુગમાં ટીવી કલ્ચર, ઇન્ટનેટ કારણે ઘણું વધુ બની શકશે. સચેત રહેવું.
- શાળાએ જતાં રસ્તામાં બે કાળજી ન લેવી, પારિવારીક સંબંધી સિવાય જયાં ત્યાં વાતો કરવા ઉભા રહેવું નહી. કોઇ વસ્તુ આપે તો તરત જ ખાઇને લેવી. બહાર કે અજાણ્ય જગ્યાએ કોલ્ડ્રીકસ પીવાનું ટાળવું દબાણ કરાય તો સંબંધ ન બગડે તે રીતે ‘ના’ પાડતા શીખી જવું.
- ઘરના સદસ્યો સામે મૌન તોડીને સંપૂર્ણ બનાવની વાત કરવી.
- દરેક મા-બાપે પોતાના સંતાનોને પ્રેમ, હુંફ લાગણી સાથે તેની સમય આપીને સમજવા, બાળકોને જાતીયતાનું શિક્ષણ આપવું, સકારાત્મક બાળઉછેર દ્વારા એકાત્મતાને કૌશલ્યનું સિંચન કરવું, ઇન્ટરનેટના યુઝ અંગે સલામતી રાખવી, સંતાનના સ્વભાવમાં થનારા ફેરફારના ચિન્હો પારખવા.
- છોકરીઓને માન આપતા શીખવો, તેને કહો કોઇપણ પ્રકારની લાલચ, પ્રલોભન કે ધાકધમકીથી ડરવું નહી. અસાધારણ સંજોગોમાં કેવી રીતે વર્તવુ તેની માહીતી શિક્ષણ આપો.
- શિક્ષકોએ કે શાળા સંકુલે જાતીય દુર્વ્યવહાર કોને કહેવાય, તેને કેવી રીતે રોકી શકાય તેની સમજ આપવી, પેરેન્ટસ મીટીંગમાં કહેવું
- સારા ખરાબ સ્પર્શને ઓળખો, અંગત ભાગોને જાણો, પ્રતિકાર કરો એટલે કે કોઇ તમને ખરાબ રીતે સ્પર્શ કરે તો જોરથી બુમ કે ચીસ પાડો લડવા સક્ષમ ન હો તો સલામત સ્થળે ભાગી જવું.
- મા-બાપ બાળકોને ચુપ કરવા મોબાઇલ આપી દે છે પણ મોબાઇલનો કેવી રીતે ઉપયોગ કરે છે તેની દરકાર લેતા નથી. માતા-પિતા એ એલર્ટ રહેવું જરુરી છે.
- આજના યુગમાં સંતાનોનો ઉછેર કરવો અધરો છે પરંતુ થોડી આવડત, સાવચેતી ને તમારો પ્રેમ બાળકને મોટી મુશ્કેલી બચાવશે.
- છોકરીઓએ વિશેષ જયાં જવું ત્યાં ગ્રુપમાં જવું એકલા નહી જવું રાત્રે ગ્રુપમાં વાંચવું, બહેનપણીના પરિવારના સભ્યો સાથે બહુ નાતો વધારવો નહીં.
જુદા જુદા સમાજમાં કિશોર-કિશોરીઓ યુવાન અને યુવા વર્ગ શબ્દ ચલણમાં
૧૦ થી ૧૯ વર્ષને તરૂણાવસ્થા (એડોલેસન્ટ), ૧૦ થી ૧૪ વર્ષનાને તરૂણાવસ્થાનો પ્રારંભનો ગાળો, ૧૫ થી ૧૯ વર્ષનાને તરૂણાવસ્થાનો પાછળનો ગાળો અને ૧પ થી ર૪ વર્ષનાને યુવાન (યુથ) સાથે ૧૦ થી ર૪ વર્ષનાને આપણે યંગ પીપલ કે યુવા વર્ગ શબ્દ ચલણમાં છે. જૂની રૂઢી પ્રમાણે બાળ, તરૂણ, કિશોર અને યુવા વર્ગ શબ્દ બોલાતો હતો. આજનું યુવાધન દેશનું ભાવી છે તેથી તેની સંભાળ લેવી અતિ જરુરી છે. આજના યુવાને સારા નરસાની પરિભાષા સાથે પોતાના શરીર વયવૃઘ્ધી બાબતે જાગરૂકતા કેળવવી પડશે. દરેક યુવાને જીવન કૌશલ્યો કેળવીને પોતાનો સંર્વાગી વિકાસ કરવો પડશે. નિર્ણય શકિત સાથે તંદુરસ્ત જીવન પ્રણાલી બાબતે જાગૃત આજનો યુવા હોવો જોઇએ.