અત્યારની જનરેશન લગ્ન માટે પહેલેથી જ મેન્ટલી પ્રિપેર હોય છે. પહેલા લગ્ન પરિવાર માટે થતા હતા. પરંતુ હવે યુવક-યુવતી પોતાનું શું? તેના વિષે વધારે વિચારે છે. એટલે તેઓ પ્લાનિંગ સાથે ચાલે છે. ક્યારેક એક વ્યક્તિ નર્વસ થઇ જાય તો બીજુ તેને સંભાળી લે છે. સગાઇ અને લગ્નના સમય વચ્ચે છોકરા-છોકરીઓ છુટથી મળતા થયા છે. જેના કારણે બંનેમાં અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઇ છે. વિચારો સ્પષ્ટ થઇ ગયા છે. જન્માક્ષરની સાથે સાથે અમુક કમ્યુનિટીના લોકો ‘બ્લડ ટેસ્ટ’ પણ કરાવે છે. આ ઉપરાંત કેટલાક લગ્નવાંચ્છુક યુગલો ‘સેક્સ’ને લગતી સમસ્યાઓને લગ્ન પહેલા જ ઉકેલવા માટે છે અને જેથી કરીને પાછળથી કોઇ પ્રોબ્લેમ ન થાય. એટલે પહેલાના સમય કરતા અત્યારના યુવાનો વધારે મેચ્યોર છે, સમજદાર છે અને તેઓ શું કરી રહ્યા છે કે શું કરશે તેનું પણ તેઓ પ્લાનિંગ કરીને લગ્ન કરે છે.
આજના યુથની આ વાત છે કંઇક ખાસ…
Previous Articleમોઝોનાઈટનું કલેકશન, ટેમ્પલનું કલેકશન, રોઝ ગોલ્ડ જ્વેલરી પસંદગી મુજબ કસ્ટમાઇઝ કરવાનો ટ્રેન્ડ
Next Article મહેંદી રસમ એ લગ્નપ્રસંગનો અભિન્ન ભાગ