આપણાં મજબુત ભવિષ્યનો આધાર આપણી સક્ષમ પુવા પેઢી ઉપર છે. જીવન કૌશલ્ય (લાઇફ સ્કીલ) નો અભિગમ યુવા વર્ગને તેમનાં જીવનમાં આવતાં પડકારોનો સામનો કરવા સક્ષમ કરે છે. આજે ર૧મી સદીમાં ઇન્ટરનેટ, ટીવી કલ્ચર, સોશ્યલ મીડીયા, મોબાઇલ યુગમાં ઘણા સારા પાસાની સાથે ભયંકર દુષણોપણ આવી ગયા છે. આજે તો મા-બાપે પોતાની સંતાનોની ચિંતા વિશેષ જોવા મળી રહી છે. ત્યારે તેના લાલન પાલન, શિક્ષણ, સંગત, કારકિર્દી જેવી વિવિધ બાબતોની ચિંતા ચિંતનનો વિષય બની છે. સમાજમાં બનતી વિવિધ ઘટનાઓથી મા્ર-બાપ પરિવારો ચિંતિત છે. જાુદા જાુદા સમાજમાં કિશોર-કિશોરીઓ, યુવાનો અને યુવા વર્ગ એવો શબ્દ પ્રયોગ જાુદી જાુદીવય જાુથ માટે તેમની ભૂમિકા અને જવાબદારીઓ માટે વપરાતો હોય છે. આપણાં પુરૂષ પ્રધાન દેશમાં સૌને પોતાના સંતાનોમાં છોકરીઓની વિશેષ ચિંતા જોવા મળે છે. ૧૦ થી ૧૯ વર્ષ તરૂણાવસ્થા (એડોલેસન્ટ) ૧૦ થી ર૪ વર્ષ યુવાન (યુથ) ત્થા ૧૦ થી ર૪ વર્ષનાને આપણે યુવા વર્ગ (યંગ પીપલ) તરીકે ઓળખીએ છીએ.
ભારત દેશમાં સૌથી યુવા વર્ગ છે ત્યારે તેના વિકાસ તથા ગુણવતાસભર લાઇફ માટે સૌએ કાર્ય કરવાની જરૂરિયાત છે. આજનાં તરૂણોએ સ્વબચાવની વિવિધ આવડત સાથે મોટેથી રાડ પાડતા શીખવું જરૂરી છે. આ ઉપરાંત સમવયસ્કોના દબાણને ખાળવા ‘સંબંધ’બગડે નહી તે રીતે ‘ના’ પાડતા શીખી જવું પડશે આ કૌશલ્ય પ્રાપ્ત કરવાથી મહદ અંશે મુશ્કેલીનો અંત આવશે.
આજના યુવા વર્ગે સ્વાસ્થ્યસભર જીવન પસંદગી પરિપકવ નિર્ણયો લેવા, મદદરુપ બની શકે તેવા સંબંધો સ્થાપવા, તંદુરસ્ત જીવનશૈલી અમલમાં મુકવી તેમજ જોખમી જીવન પ્રણાલી અને તંદુરસ્તીને હાનિકારક વર્તુણકને ઓળખી શકવાની વિચાર શકિત સાથે સારા ખરાબની પરિભાષા શીખવી જરુરી છે. સ્વની ઓળખ, પરામર્શ માહિતીનું આદાન પ્રદાન, વ્યકિત વ્યકિત વચ્ચેના સંબંધો નિર્ણયો લેવા અને પ્રશ્નોનો ઉકેલ લાવવો, લાગણીઓની સમજ અને પોતાના શરીર વયવૃઘ્ધી વિશે જાગરૂકતા કેળવવી પડશે આજે પ્રવર્તમાન સમયમાં આ બાબતો પર યુવા વર્ગ જાગૃત ન થશે તો જીવનમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે.
આજે તરૂણો કિશોરો ઘરની બહાર નીકળે ત્યારે કે બસમાં મુસાફરી સમયે કે રસ્તે ચાલતાં કે શાળામાં મિત્ર વર્તુળમાં જે વાતાવરણ છે તેમાં યોગ્ય નિર્ણયો લેવા તે બાબતે જાગૃત થવાની જરૂર છે. આ સમયે સારા નરસાની સમજ સાથે જે દેખાય છે તેને સાચુ ન માનીને મા-બાપના માર્ગદર્શન ચર્ચાથી નિર્ણયો કરવા તરૂણીઓ દિવસ દરમ્યાન બનતી આવી ઘટનાની મમ્મી-પપ્પાને વાત કરવી. તમારો શારિરીક, માનસિક વિકાસની સાથે સામાજીક વિકાસ થઇ રહ્યો છે. ત્યારે નિર્ણયો લેવાની સાથે શું સારું છે કે ખરાર તેની સમજ કેળવવી પડશે.
આજના પ્રવર્તમાન સમયમાં પુખ્તવય ૧૮ વર્ષમાંથી ૧૬ વર્ષ કરવાની વાતાો ચર્ચાય છે. ત્યારે વિદેશોમાં શિક્ષણ, વાતાવરણ, નિયમો તથા એડોલેસન્ટ વિકાસને કારણે સમસ્યા નથી નડતી પણ ભારતમાં હજી આપણે લાંબી મઝીલ કાપવાની છે. છેડતી રેપ જેવી ઘટનાઓ બને છે. ત્યારે સૌ ચિંતિંત છે. તમારી ઉંમરને કારણે પ્રેમ, હુંફ લાગણીના વમણોમાં તણાય જવું ને આકર્ષણ જીજ્ઞાસાને કારણે પણ યુવા વર્ગ પોતે પોતાની સાથે મુશ્કેલીને આમંત્રણ આપે છે. લોભ-લાલચ, લાચારી, મજબુરી, મોજ, શોખ કે આર્થિક સંકળામણ જેવી વિવિધ બાબતોમાં આવતી મુશ્કેલી થોડી ચર્ચા કે આદાન પ્રદાન કરવાથી નથી આવતી.
હવે વાત થોડી સાવચેતીની….. જે તમને બચાવશે
- મોબાઇલમાં અજાણ્યા કોલનો જવાબ ટાળો, લાંબી વાત ન કરવી, જયાં ત્યાં નંબર ન આપવા, મોબાઇલનો પારિવારિક ઉપયોગ જરૂરી, બહાર હોય ત્યારે ઘર સાથે કનેકટ રહો, તમારા અંગત ફોટા, વિડીયો શેર ન જ કરવા, ટુંકમાં સોશ્યલ મિડીયાના દુષણથી બચવા આવી નાની વાતો બાબતે જાગૃત રહેવું.
- સારો સ્પર્શને ખરાબ સ્પર્શની સમજ કેળવવી તમારા શરીર પર તમારો અધિકાર છે. શરીર વિજ્ઞાનને સમજોને સલામત રહો, અમુક પ્રકારના વસ્ત્રોથી પણ મુશ્કેલી આવતી હોવાથી સંભાળ લેવી, આજના યુગમાં ટીવી કલ્ચર ઇનરનેટ કારણે ઘણું બધુ બની શકશે સચેત રહેવું
- શાળાએ જતાં રસ્તામાં બે કાળજી ન લેવી પારિવારિક સંબંધ સિવાય જયાં ત્યાં વાતો કરવા ઉભા રહેવું નહી. કોઇ વસ્તુ આપે તો તરત જ ખાઇ ન લેવી, બહાર કે અજાણ્યા જગ્યાએ કોલ્ડ્રીંકસ પીવાનું ટાળવું દબાણ કરાય તો સંબંધ ન બગડે તે રીતે ‘ના’ પાડતાં શીખી જવું
- ઘરના સદસ્યો સામે મૌન તોડીને સંપૂર્ણ બનાવની વાત કરવી.
- દરેક મા-બાપે પોતાના સંતાનોને પ્રેમ, હુંફ લાગણી સાથે તેની સમજ આપી સમજવા બાળકોને જાતીયતાનું શિક્ષણ આપવું સકારાત્મક બાળ ઉછેર દ્વારા એકાત્મતાને કૌશલ્યનું સિંચન કરવું, ઇન્ટરનેટના યુઝ અંગે સલામતી રાખવી, સંતાનના સ્વભાવમાં થનારા ફેરફારના ચિન્હો પારખવા
- છોકરીઓને માન આપતા શીખવો, તેને કહો કોઇપણ પ્રકારની લાલચ, પ્રલોભન કે ધાકધમકીથી ડરવું નહી અસાધરણ સંજોગોમાં કેવી રીતે વર્તવુ તેની માહીતી શિક્ષણ આપો.
- શિક્ષકોએ કે શાળા સંકુલે જાતીય દૂવ્યવસ્થા કોને કહેવાય, તેને કેવી રીતે રોકી શકાય તેની સમજ આપવી, પેરેન્ટસ મીટીંગમાં કહેવું
- સારા ખરાબ સ્પર્શને ઓળખો, અંગત ભાગોને જાણો, પ્રતિકાર કરો એટલે કે કોઇ તમને ખરાબ રીતે સ્પર્શ કરે તો જોરથી બુમ કે ચીસ પાડો લડવા સક્ષમ ન હો તો સલામત સ્થળે ભાગી જવું.
- દરેક મા-બાપે પોતાના સંતાનોને પ્રેમ, હુંફ લાગણી સાથે તેની સમય આપીને સમજવા, બાળકોને જાતીયતાનું શિક્ષણ આપવું સકારાત્મક બાળ ઉછેર દ્વારા એકાત્મતાને કૌશલ્યનું સિંચન કરવું, ઇન્ટરનેટના યુઝ અંગે સલામતી રાખવી, સંતાનના સ્વભાવમાં થનારા ફેરફારના ચિન્હો પારખવા.
- છોકરીઓને માન આપતા શીખવો, તેને કહો કોઇપણ પ્રકારની લાલચ, પ્રલોભન કે ધાકધમકીથી ડરવું નહીં અસાધરણ સંજોગોમાં કેવી રીતે વર્તવુ તેની માહીતી શિક્ષણ આપો.
- શિક્ષકો એ કે શાળા સંકુલે જાતીય દુવ્યવહાર કોને કહેવાય, તેને કેવી રીતે રોકી શકાય તેની સમજ આપવી, પેરેન્ટસ મીટીંગમાં કહેવું સારા ખરાબ સ્પર્શને ઓખળો, અંગત ભાગોને જાણો, પ્રતિકાર કરો એટલે કે કોઇ તમને ખરાબ રીત સ્પર્શ કરે તો જોરથી બુમ કે ચીસ પાડો લડવા સક્ષમ ન હો તો સલામત સ્થળે ભાગી જવું.
- બાળકની સુરક્ષા સાથે તેનાં વિકાસને સીધો સંબંધ છે આના અભાવે તેનો માનસિક, શારિરીક વિકાસ રૂંધાય છે. બાળકોની સુરક્ષા માટે માતા-પિતાએ સારૂ વાતાવરણ આપી તેઓ સાથે મુકતપણે ચર્ચા કરવી જોઇએ.
- મા-બાપ બાળકોને ચુપ કરવા મોબાઇલ આપી દે છે પણ મોબાઇલનો કેવી રીતે ઉપયોગ કરે છે તેની દરકાર લેતા નથી. માતા-પિતાએ એલર્ટ રહેવું જરુરી છે.
- આજના યુગમાં સંતાનોનો ઉછેર કરવો અધરો છે પરંતુ થોડી આવડત સાવચેતીને તમારો પ્રેમ બાળકને મોટી મુશ્કેલી બચાવશે.
- છોકરીઓએ વિશેષ જયાં જવું ત્યાં ગ્રુપમાં જવાું એકલા નહી જવું રાત્રે ગ્રુપમાં વાંચવું, બહેનપણીના પરિવારના સભ્યો સાથે બહુ નાતો વધારવો નહીં.