યુવાનએ શકિતનો અખુટ ભંડાર, જો આપણે તેને યોગ્ય દિશાએ વાળીએ તો આપણા દેશને ઘણો ફાયદો મળે તેમ છે. વિશ્વમાં સૌથી યુવાધન આપણા દેશ ભારત પાસે છે, પણ ચોકકસ માર્ગદર્શન વગર આજનો યુવાન પોતાનું વ્યકિતત્વ ખોઇ બેઠો છે એટલું જ નહી તે બીજાના હાથે વહેચાઇ ગયો છે. વિશ્વના અન્ય દેશોમાં યુવાનો માટે ઘણા મહત્વના પગલા યોજનાને કારણે તેનો વિકાસ ઝડપી બન્યો છે. યુવા શકિતનો શ્રેષ્ઠ વિકાસ જ આપતા દેશની સાચી પ્રગતિ છે. યુવાનીમાં જ યુવાને જીવન ઘડતર કરવાનું હોય પણ આજે તે વ્યસનોના રવાડે ચડીને પોતાના જીવન સાથે પરિવારને પણ મુશ્કેલીમાં મુકે છે.

વિશ્વમાં સૌથી યુવા ધન ભારત પાસે છે: વિશ્વના અન્ય દેશોની સરખામણીએ તેનો વિકાસ આપણે ત્યાં જોવા મળતો નથી, યુવા શકિતના શ્રેષ્ઠ વિકાસથી જ દેશ આગળ વધી શકે: વ્યસનોની લતમાં આજનો યુવાન ખલાસ થઇ ગયો છે

યુવાનીમાં જ યુવાને જીવન ઘડતર કરવાનું હોય પણ આજે તેને માર્ગદર્શન આપનારા છે જ નહી: આજના યુવાનને સારા-નરસાની પરિભાષા સમજવાની જરૂર છે

youth 1 આજનો યુવાન બધુ જ કરવા માંગે છે પણ તેને સહયોગ આપનારા કયાં? જીવન કૌશલ્યોનો વિકાસ કરીને તેને આગળ વધવું છે પણ માર્ગદર્શન કયા મળે છે. આજનો યુવાન ભટકી રહ્યો છે. ધો. 10 કે 1ર પાસ કર્યા બાદ કે કોલેજ કર્યા બાદ તેને નોકરીની તકો વધુ ન હોવાથી પ્રાઇવેટ જોબ પસંદ કરવી પડે છે. પૈસા કમાવાની હોડમાં તે ખરાબ સંગતને કારણે આડા ધંધા પણ કરવા લાગે છે. દેખાદેખીને કારણે બાઇક મોબાઇલ જેવી વસ્તુની જીદ મા-બાપ માટે મુશ્કેલી મુકે છે. વિદેશમાં તો 18 વર્ષનો પુત્ર થાય એટલે મા-બાપની જવાબદારી પુરી થઇ થઇ જાય છે. જયારે આપણે ર8 કે 30 વર્ષનાં પુત્રને પણ પૈસા આપવા પડે છે. જે એક નગ્ન સત્ય છે.

આજના યુવાન શારીરિક રીતે સક્ષમ હશે પણ માનસિક રીતે ઘણો નબળો આર્થિક તંગીને કારણે લાગે છે. યુવાનને 1ર પાસ પછી શું કરવું તેની પણ ખબર હોતી નથી, મિત્રો જાય છે એટલે તે પણ જાય તે મા-બાપના ફિના પૈસા બગાડે છે. કોરોના કાળમાં અત્યારે ધંધા રોજગાર નબળા છે. ત્યાં તેને નવી નોકરી કોણ આપે તે પણ એટલી જ સત્ય વાત છે. આજના યુવાનને સંબંધ બગડે નહી તે રીતે ના પાડતા આવડતી જ નથી જેને કારણે તે મુશ્કેલીમાં મુકાય છે. આજે ચોરી કે અન્ય ગુનામાં પકડાતા લોકોમાં યુવા વર્ગ વધુ જોવા મળે છે જે ગંભીર બાબત છે.

આજનો યુવાન દિશા વિહીન હોવાથી લારી-ગલ્લા કે પાનની દુકાને વધુ જોવા મળે છે. પોતાના પરિવાર કે પોતાની જીંદગીના લક્ષ્ય વિશે તેને કશી ખબર જ નથી તે પોતાની મસ્તીમાં જ રજળપાટ કરે છે. આજના મા-બાપને સૌથી વધુ ચિંતા છોકરાને પગભર કરવાની છે. લાખો રૂપિયાની ફિ ભર્યા બાદ પણ નોકરીના ઠેકાણા ન હોવાથી લોન કે વ્યાજે પૈસા લઇને ઘર ચલાવવું પડે છે. આજે યુવાનોના રોલ મોડેલ ફિલ્મ સ્ટારો કે ક્રિકેટરો હોય છે જે જીવનમાં કશા જ કામના કે માર્ગ દર્શન આપતા નથી. યુવાનોના આદર્શ રોલ મોડેલ જ તેના જીવનને એક નવી દિશા આપે છે.

આજના યુવાને પોતે યુવા થયો છે તે પણ ખબર નથી તેથી જ તેને જવાબદારીનું ભાન નથી. મારા ભાઇબંધ પાસે આ વસ્તુ છે જે મારા પાસે કેમ ન હોય આવી દેખાદેખીને કારણે મા-બાપ પાસે જીદ કરતાં મા-બાપો પણ પોતાના સંતાનોની જીદ પુરી કરવા ગમે તેમ કરવા તૈયાર થાય છે. આપણા દેશમાં યુવાનોનો ઉપયોગ જરુર પડે ત્યારે જ કરાય છે જેમ કે પ્રચાર-પ્રસાર, રેલી, મેલાવડા વિગેરેમાં વિશાળ જમેદની બતાવવા એકઠા કરાય છે.youth 2

યુવાનોનો એક સમુદાય પોતાની કારકિર્દી વિશે જાગૃત હોવાથી તે સારૂ ભણતર મેળવીને વિવિક સ્પર્ધાત્મક પરીક્ષા આપીને આગળ વધી રહ્યો છે. આપણા પરિવાર સમાજ અને દેશ માટે શ્રેષ્ઠ કાર્ય યુવાન જ કરી શકે છે. યુવાન પોતાના જીવનનો વિકાસ કરીને તેના ભવિષ્યને આદર્શ અને સુરક્ષિત કરે છે આજે તો ઇસ્ટા, ફેસબુક, ઇન્ટરનેટ ચેટીંગ જેવામાં પોતાના દિવસ દોઢ જીબીમાં જ પુરો કરી નાખે છે. કોમ્પ્યુટર યુગનો ગુગલ યુવાનને સાચાર સ્તે વાળવાની જરુર છે  પણ આજે તો તેના માટે કામ કરનારી સંસ્થાઓ પણ નથી. રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાય પણ એક દિવસ બાકીના 364 દિવસ યુવાનો માટે કાંઇ થતું નથી.

યુવાનોની બરબાદીમાં એક કારણ વિદેશી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ પણ છે. મા-બાપે આપણેલા તમામ ઉછેર સાથેના સંસ્કારો પ્રેમ-હુંફ, લાગણી ખરાબ સંગતને કારણે પરિવારને બરબાદ કરી નાંખે છે, તેની ઘણી સમસ્યા છે પણ યુવા વર્ગને સહયોગ સાથ આપીને તેની સાથે ચાલનારા કે દોડનારાની હાજરી જ નથી. ઓનલાઇન શોપીંગના આંકડાનો સર્વે બતાવે છે કે 18 થી 3પ  વર્ષની વયના જ વધુ ખરીદી કરે છે. પહેલા મા-બાપને છોકરીની ચિંતા રહેતી હતી પણ આજે છોકરાની ચિંતામાં તે રાત-દિવસ ઊંઘી પણ શકતો નથી. યુવા શકિતના વિકાસ માટે તેને સાચો રાહબર મળે તો જ તે રાષ્ટ્ર માટે વિકાસની કડી બની શકે છે.

એક યુવા વર્ગ મોટી સંખ્યામાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યો છે જે આગામી ત્રણ-ચાર વર્ષમાં શિક્ષણ મેળવી બહાર આવશે ત્યારે એક મોટો વર્ગ  આપણાં દેશને મળશે. આજે ઇન્ટરનેટ માઘ્યમથી આંગળીના ટેરવે દુનિયા સામે ખડી થઇ જાય છે ત્યારે પણ યુવાનો ખરાર રસ્તે વળતા જોવા મળે છે. ટેકનોલોજીના ગુરફાયદાઓને કારણે મુશ્કેલીનો ભોગ યુવાન જ બને છે. દેશમાં દર 40 મીનીટે એક યુવા વ્યકિત આપઘાત કરે છે. આપણી સરેરાશ ઉમર ર9 વર્ષથી સહેજ વધારે છે જયારે ચીનની ઉંમર 3પ આસપાસ જોવા મળે છે. આપણા દેશમાં 70 ટકાથી વધુ વસ્તીની ઉમર 3પ વર્ષની છે જે આંકડા જ બતાવે છે યુવા દેશ છે.

સ્વામી વિવેકાનંદજીએ યુવાનો માટે કહ્યું હતું કે,‘જયાં સુધી તમો ઘ્યેય પ્રાપ્ત ન કરો ત્યાં સુધી સતત કાર્ય કરતા જ રહેવું તેમણે યુવાનોને સ્ટેન્ડ અપ’ સૂત્ર આપ્યું હતું. આજની યુવા પેઢી શિક્ષણ, પરીક્ષા, વિદ્યા જેવા કેવી રીતે ઉપયોગ કરવો તેનો ખ્યાલ નથી. હેડફોન ભરાવીને સંગીત સાંભળતા યુવાનોને બુનિયાદી શિક્ષણના પાયાના કાર્યો જ આવડતા નથી. યુવાન જેન ડોમેસ્ટિક કમ ગણે છે તે જ કામ સાચુ શિક્ષણ છે. થ્રી ઇડિયપ્સમાં અભિજીત જોશીએ બહુ જ સરસ વાત લખી છે, ટ્રેનીંગ અને એજયુકેશનમાં ફરક છે. સંસ્કાર અને ઇચ્છાની વચ્ચે આજનો યુવાન અટવાયો છે. સમાજની નવ રચનામાં યુવાનો ફાળો સવિશેષ હોય છે. આજનો યુવાન સમાજની કરોડ રજજુ છે. આજના યુવાને દારની પ્રત્યેની જવાબદારી સાથે સમાજ માટે પણ પોતાની જવાબદારી છે તે ભૂલવુંના જોઇએ આજે સૌ એ યુવાનોને જાગૃત કરીને તમામ સહયોગ સાથે તેના વિકાસના દ્વાર ખોલી આપવા પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.