ગર્લફ્રેન્ડને ફરવા લઈ જવા માટે ગોઠવણ કરી રહેલા ચિન્ટુ પાસે માર્કેટ મની ખુટી પડ્યા. એટલે તેણે તુરત જ પોતાના મોબાઈલમાં ડાઉન બોર્ડ કરેલા એપ પર રિકવેસ્ટ કરી અને તેના બેંક ખાતામાં બે કલાકમાં જ ૫૦૦૦ રૂપિયા જમા થઈ ગયા, આ પાંચ હજાર રૂપિયા ચિન્ટુને ત્રણ મહિનામાં ચુકવવાના હતા, વ્યાજ સો કુલ ૬૫૦૦ રૂપિયા.
મોબાઈલ ગેમી માંડીને ફિલ્મ, શોપીંગ, ચેટીંગ તા સોંગ ડાઉનલોડ કરતી આજની યંગ જનરેશન માટે હવે મોબાઈલ ફોન પર લોન પણ મળવા માંડી છે. જેનું વ્યાસ ૧૮ ટકાી માંડીને ૪૦ ટકા જેટલું પઠાણી પણ હોઈ શકે છે. જેમાં યુવાન કે યુવતિને તેના રહેણાંકનું પ્રુફ, બેંકનો ખાતા નંબર અને અમુક સેલેરી સ્લીપની કોપી આપવાની રહે છે. મુળ તો ૧૯૮૦નાં દાયકામાં અમેરિકામાં આવી લોનનું ચલણ શરૂ થયું હતું. જે મોબાઈલ એપ પર ન હોવા છતાં એકદમ ઝડપી અને ખુબ ઉંચા વ્યાજ વસુલ કરતું હતું. પરંતુ રેગનનાં શશસન દરમિયાન આવી લોનના વ્યાજ દર પણ બેંકોના વ્યાજ દરની નજીક રાખવાની જોગવાઈ તાં આ રીતનો વ્યાજનો ધંધો ચોપટ ઈ ગયો હતો.
ભારતમાં હાલમાં ૧૮ થી ૩૮ વર્ષની વય મર્યાદા વાળો વર્ગ સૌથી વધારે ખરીદી કરતો યો છે. આંકડા બોલે છે કે આ એવી જનરેશન છે જે ક્ધઝયુપશન ઈકોનોમીને વેગ આપી રહી છે. કારણ કે આ જનરેશનની લાઈફ સ્ટાઈલ જ એટલી ખર્ચાળ છે. સામા પક્ષે આ યુવા પેઢીના પેરેન્ટસ તેમનાં એક કે બે સંતાનો માટે સુવિધાઓ ઉભી કરવામાં કોઈ કચાશ છોડતા ની. બાકી હોય તો દેશમાં વર્કિંગ પોપ્યુલેશનમાં આશરે ૪૭% જેટલો હિસ્સો ૨૧ થી ૩૮ વર્ષની જનરેશનનો છે.
હાલમાં આપણા દેશમાં યુવા પેઢી સૌથી વધારે લોન બાકી રહેલા બિલ ચુકવવા માટે લે છે. મતલબ કે પહેલા ખર્ચ કરીને વસ્તુ લઈ લેવાય છે. ત્યારબાદ તેની ચુકવણી માટે લોનની વ્યવસ કરવામાં આવે છે. આજની પેઢીની કુલ લોનમાંથી ૨૫.૦૯% લોન મેડિકલ ખર્ચ પુરા કરવા માટે, જ્યારે લગ્ન કરવા માટે ૧૪% જેટલી લોન લેવામાં આવે છે.
આ ઉપરાંત નવી પેઢીને ભણવાનું, ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું પણ વળગણ વધી રહ્યું છે, તેથી શિક્ષણ માટે ૯.૯% લોન લેવાય છે. આજ રીતે નવા વાહનોની ખરીદી માટે ૬.૮૮%, ખરીદી માટે ૬.૩૮%, ભાડાની ડિપોઝીટ ભરવા માટે ૫.૪૩%, ટુરીઝમ માટે ૫% તા બાકીના હેતુઓ માટે ૫.૯૭% લોન લેવામાં આવે છે.
દેશનાં મેટ્રો સિટીમાં આ ટ્રેન્ડ વધારે જોવા મળ્યો છે. જે ધીમે ધીમે બી પ્લસ તા સી પ્લસ શહેરો તરફ આગળ વધી રહ્યો છે, મુખ્યત્વે ટેકનોલોજી તા આઈટી કંપનીઓમાં કામ કરતી યુવા પેઢી આવી લોન વધારે લઈ રહી છે. હાલમાં યેલા એક સર્વેઅનુસાર વર્ષ ૨૦૧૯માં ભારતમાં મોબાઈલ એપ દ્વારા અવા તો અન્ય રીતે લોન લેનારી યુવા પેઢીમાં સૌથી મોટો વર્ગ હૈદરાબાદમાં નોંધાયો છે. ત્યારબાદ બેંગ્લોરનું સન આવે છે. જ્યારે દિલ્હી, ચેન્નઈ તા મુંબઈનું સન આવે છે.
સામાન્ય રીતે આવી લોન અનસિક્યોર લોન ગણાય છે અને ૫૦૦ રૂપિયાી માંડીને ૫૦,૦૦૦ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. હાલમાં માાદીઠ સરેરાશ લોન ૩૩૦૦૦ રૂપિયા થઈ છે. સૌથી ચોંકાવનારૂ તારણ આવ્યું છે કે, આવી લોન લેનારા યુવાનો એકવાર લોન ચુકવ્યા બાદ ફરીવાર આવી લોન લે છે. આવા ફરીવાર લોન લેનારાઓની સંખ્યા ૯૦% જેટલી ઉંચી છે. આનો સીધો ર્અથ એવો કહી શકાય છે કે નવી પેઢી તેમના શાંખ અને ઈચ્છાઓ પુરી કરવા માટે તેમની આખી વર્કીંગ લાઈફ લોનના બોજ હેઠળ પુરી કરવા માનસિક રીતે તૈયાર થઈ ચૂકી છે.
કદાચ આજ કારણ છે કે, છેલ્લા એક દાયકામાં ભારત જેવી મોટી ઈકોનોમીમાં પણ આવકની સામે સેવિંગ્સનો રેશિયો ઘટી રહ્યો છે.આ પ્રકારની લોન લેનારાઓમાં વ્યાજનો દર કદાચ બધા માટે ૪૦% જેટલો ઉંચો અને ‘પઠાણી’ ન પણ હોય પરંતુ જ્યારે ‘બચત’ કરવાની માનસિકતા જ ન રહે ત્યારે લાંબા ગાળે હાઉસ ગોલ્ડ ઈકોનોમી તા ક્રાઈસીસ ફંડ મેનેજમેન્ટ જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે.
ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા કોલેજીયન યુવાનો અવા તો પરિવારની જવાબદારી વિના જીવતા અને નોકરી કરતા યુવાનો આવી લોન લેતા હાયે છે. એપ આધારિત લોન આપતી કંપનીઓ લોન ભરપાઈ ન કરનારાઓ પાસેી નાણાની રીકવરી માટે રીકવરી એજન્ટોનો સહારો લે છે. વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૮ સુધીમાં આવી લોન લેતા યુવાઓની સંખ્યામાં ૪.૬%નો વધારો યો હતો. પરંતુ વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯માં આવી સંખ્યામાં ૩૬.૪% જેટલો વધારો જોવા મળ્યો છે.
નવી પેઢીની આ પ્રકારની માનસિકતા તેમના ભવિષ્ય માટે તો ભયજનક છે જ પરંતુ તેમના પેરેન્ટસનાં નિવૃતિ જીવન માટે પણ વધારે જોખમી બની શકે છે, કારણ કે, આ પેઢી આગામી દિવસોમાં પોતાની જરૂરીયાતો અને લાઈફ સ્ટાઈલ પાછળ અને લોનના હપ્તા પુરા કરવા પાછળ જ એટલા ખર્ચ કરશે કે તેઓ તેમના પેરેન્ટસ પ્રત્યેની જવાબદારી નિભાવી નહીં શકે, જેના કારણે યુવાનો અને તેમના માતા-પિતા બન્ને માનસિક તાણનો ભોગ બનશે જે અંતે રોગનું કારણ બનશે. આ પરિસ્થિતી નવી જનરેશનની ફાયનાનશીયલ પ્લાનીંગની અણ આવડત છતી કરે છે. જેના માટે તેમના પેરેન્ટસ ઉપરાંત સરકારે પણ પગલાં લેવા પડશે.