ડિપ્રેશનનાં વધતા જતા પ્રમાણને લીધે આ વર્ષની ટીમ ‘ડિપ્રેશન, લેટસ ટોક’: ડબલ્યુએચઓની આકડાકીય માહિતી પ્રમાણે વિશ્ર્વનાં ૬૦ થી ૮૦ ટકા લોકો સ્ટ્રેસથી પીડાય છે: વિકસીત દેશોમાં ૫૦ ટકા જયારે વિકાસશીલ દેશોમાં માત્ર ૧૦ ટકા સ્ટ્રેસનાં દર્દીઓ સારવાર લે છે
આજનાં આધુનિક સમયમાં લોકોની અપેક્ષાઓ વધી છે. આ અપેક્ષાઓ પૂર્ણ ન થતા ઘણા લોકો હતાશ થઈ જાય છે. અને ધીમેધીમે સ્ટ્રેસનો શિકાર બનતા જાય છે. સ્ટ્રેસ ચિંતાજનક નથી પરંતુ જો સ્ટ્રેસ ડિપ્રેશનમાં ‚પાંતરીત થાય તો એ જીવલેણ પણ બની શકે છે. વૈશ્ર્વિક સ્તરે છેલ્લા ૧૦ વર્ષ દરમ્યાન ડિપ્રેસનથી પીડાતા દર્દીઓમાં ૧૮.૪ ટકાનો ગંભીર વધારો નોંધાયો છે. ભારત દેશમાં ૫ કરોડથી વધુ નાગરીકો ડિપ્રેશનથી પીડાય રહ્યા છે. સ્ટ્રેસ અને ડિપ્રેશનનાં વધતા જતા પ્રમાણનાં અનુસંધાને આજે વિશ્ર્વ આરોગ્ય દિવસની થીમ ડિપ્રેશન: લેટસ ટોક રાખવામાં આવી છે.
સ્ટ્રેટ વિશે શહેરનાં અનુભવી સાયકાયટ્રીસ્ટ ડો. ભાવેશભાઈ કોટકે જણાવ્યું હતુ કે સ્ટ્રેસ એ કોઈ બિમારી નથી પરંતુ લોકો પોતાની ઈચ્છાઓ પુરી કરવા માટે વિવિધ પ્રકારનાં પગલાઓ લે છે. ત્યારબાદ તેના કારણે તેમનું સ્ટ્રેસ વધે છે. પોતાની લાઈફ સ્ટાઈલ સુધારવા માટે તેઓ વિવિધ પ્રકારની લોન છે અને ત્યારબાદ તે લોનના હપ્તા ભરવા સમયે કોઈ સમસ્યા આવે ત્યારે તેમનો સ્ટ્રેસ વધે છે. આવી ધણીબધી બાબતોને લીધે લોકો સ્ટ્રેસથી પિડાતા હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે જો કોઈ સ્ટ્રેસથી પીડાય છે તો એની મુખ્ય લાક્ષણીકતા એ કે માથુ દુખે, શરીરમાં ક્ળતર થવી, સ્વભાવમાં ચીડીયાપણું આવવું, કોઈ સાથે વાત ન કરવી આ ઉપરાંત તેમણે જણાવ્યું હતુ કે આવા સંજોગોમાં જો દર્દો કોઈ સાથે પોતાની સમસ્યા વિશે વાત ન કરે તો સ્ટ્રેસ વધતો જાય છે. અને ઘાતક સ્વ‚પ ધારણ કરે છે. આત્મહત્યાઓ થાય છે. એનું મુખ્ય કારણ પણ એજ હોય છે. આવા સંજોગોમાં દર્દીએ પોતાના પરિવારજનો સાથે સમય પસાર કરવો જોઈએ અને પોતાને રિફ્રેશમેન્ટ મળે તેવી જગ્યાએ હરવું ફરવું જોઈએ.
સાયકાયકટ્રીસ ડો.મિલન રાઠોડએ જણાવ્યુંં હતુ કે સ્ટ્રેસ અને ડિપ્રેશન બે અલગ વસ્તુ છે. સ્ટ્રેસએ આજના યુગના દરેક વ્યકિતને હોય છે. પરંતુ જયારે સ્ટ્રેસ એક હદથી બહાર જાય ત્યારે એ ઘાતક સ્વ‚પ લે છે તેને ડિપ્રેશન કહેવાય છે. આ ડિપ્રેશનને નિયંત્રણ કરવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ ડિપ્રેશન લેટસ ટોક નામનું અભિયાન ચલાવ્યું છે. જેના અંતર્ગત ડિપ્રેશનથી બચવાના ઉપાયો, કારણો અને ડિપ્રેશનને લગતી તમામ માહિતીઓ આપવામાં આવી છે.આ ઉપરાંત તેમણે જણાવ્યું હતુ કે વિશ્ર્વમાં ડબલ્યુ એચઓની આંકડાકીય માહિતી પ્રમાણે ૬૦ થી ૮૦ ટકા લોકો સ્ટ્રેસથી પીડાય છે. પરંતુ તેમાંથી ૫૦ ટકા વિકસીત દેશના લોકો સારવાર લે છે. જયારે વિકાસશીલ દેશોમાં માત્ર ૧૦ ટકા લોકો જ સારવાર લે છે આ બધી બાબતોને કારણે જ વર્લ્ડ હેલ્થ ડેની થીમ ‘સ્ટ્રેસ’ રાખવામાં આવ્યો છે.