નવેમ્બર મહિનો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. જોકે, સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે જોકે, દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થાય છે. અત્યારે બેવડી ઋતુ અનુભવાય છે. આવી સ્થિતિમાં શરદી ઉધરસના દર્દીઓમાં પણ વધારો થયો છે. રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો ગુજરાતના ત્રણ શહેરોમાં 19.6 ડિગ્રી લધુત્તમ તપામાન નોંધાયું છે જે રાજ્યનું સૌથી નીચું તાપમાન છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાતાવરણ સૂકું રહે તેવી સંભાવના છે. બેવડી ઋતુનો અહેસાસ થાય તેવી શક્યતા છે. સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય તેવી સંભાવના છે. ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાને લીધે તાપમાનમાં પરિવર્તન આવે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. બેવડી ઋતુનો અહેસાસ થાય તેવી શક્યતા આપવામાં આવી છે. સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય તેવી સંભાવના છે. ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાને લીધે તાપમાનમાં પરિવર્તન આવે તેવી સંભાવના છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, ખેડા, મહીસાગર, નર્મદા, નવસારી, પોરબંદર,સુરત, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમરેલી, ભરૂચ, બોટાદ, જુનાગઢ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, જુનાગઢ, નર્મદા, રાજકોટ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ આણંદ, છોટાઉદેપુર, ગાંધીનગર,ખેડા, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, તાપી સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું
શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ 36.4 21.4
ડીસા 37.7 21.3
ગાંધીનગર 35.8 19.6
વિદ્યાનગર 36.7 23.4
વડોદરા 36.4 20.8
સુરત 35.0 22.4
વલસાડ – –
દમણ 34.8 22.4
ભૂજ 37.4 22.0
નલિયા 36.0 20.8
કંડલા પોર્ટ 37.2 24.2
કંડલા એરપોર્ટ 37.2 20.9
અમરેલી 35.5 19.6
ભાવનગર 35.4 22.8
દ્વારકા 32.1 24.8
ઓખા 31.9 26.8
પોરબંદર 36.5 21.6
રાજકોટ 38.0 21.5
વેરાવળ 36.7 24.3
દીવ 34.2 20.1
સુરેન્દ્રનગર 38.3 23.4
મહુવા 35.4 19.6
કેશોદ 36.3 20.3