સાંજે ૬ કલાકથી ભવ્ય ઓપનીંગ સેરેમની: પ્રથમ મુકાબલામાં વિરાટ કોહલીની આરસીબી અને મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈ સુપરકિંગ વચ્ચે રોમાંચક મુકાબલો: ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ સાતમાં આસમાને

બીસીસીઆઈની હાઈ-પ્રોફાઈલ ઈન્ડિયન પ્રિમીયર લીગની ૧૨મી સીઝનનો આરંભ થઈ રહ્યો છે. સાંજે ૬:૦૦ કલાકથી ભવ્ય ઓપનીંગ સેરેમની યોજાશે. પ્રથમ મુકાબલામાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર બેંગ્લોર અને મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈ સુપરકિંગ વચ્ચે રોમાંચક મુકાબલો જામશે. ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ સાતમાં આસમાને પહોંચી ગયો છે. આઈપીએલમાં ૮ ટીમો વચ્ચે રમાનારી ૫૬ લીગ મેચ માટેનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આઈપીએલની ૧૨મી સીઝનનો આજે વિધિવત પ્રારંભ થશે. ચેન્નઈ ખાતે સાંજે ૮ કલાકથી આરસીબી અને ચેન્નઈ સુપરકિંગ વચ્ચે પ્રથમ મુકાબલો જામશે. ચોગ્ગા-છગ્ગાની આતશબાજી સમા ફોરમેન્ટને લઈ ક્રિકેટપ્રેમીઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આઈપીએલ-૧૨માં ચેન્નઈ સુપરકિંગ, રોયલ ચેલેન્જર બેંગ્લોર, મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, કોલકતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, કિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી કેપીટલ વચ્ચે ટાઈટલ પર કબજો જમાવવા મુકાબલો જામશે. આઈપીએલની ૧૨મી સીઝનમાં કુલ ૫૬ લીગ મેચ રમાશે. આજથી એટલે કે ૨૩ માર્ચથી ૫ મે સુધી દેશના અલગ-અલગ ક્રિકેટ સ્ટેડિયમો ખાતે આઈપીએલની મેચ રમાશે. લીગ મેચ માટેનો વિધિવત કાર્યક્રમ આઈપીએલ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે જયારે એલીમીનેટર, કવોલીફાઈંગ અને ફાઈનલ મેચ માટેની તારીખો હજી જાહેર કરવામાં આવી નથી.

વર્ષ ૨૦૦૮માં બીસીસીઆઈ દ્વારા શ‚ કરવામાં આવેલી ઈન્ડિયન પ્રિમીયમ લીગને વિશ્ર્વભરના ક્રિકેટપ્રેમીઓએ સહર્ષ વધાવી લીધી છે. અગાઉ આઇપીએલની ૧૧ સિઝનને ખુબ જ જબરજસ્ત સફળતા મળી છે. આ વખતે પણ આઈપીએલને લઈ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આગામી મે માસથી આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભારતીય ક્રિકેટરોને આઈપીએલના માધ્યમથી પ્રેકટીસનો સુવર્ણ મોકો મળી રહેશે જેમાં હાલ આઉટ ઓફ ફોર્મમાંથી પસાર થઈ રહેલા ટીમ ઈન્ડિયાના ધુરંધરો ફરી ફોર્મ મેળવવા તનતોડ પ્રયાસ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.