અત્યારના યંગસ્ટર્સ લગ્ન પહેલા જ હનીમુનનું પ્લાનિંગ કરી જ લેતા હોય છે. કપલ દ્વારા, ફ્રેન્ડસ દ્વારા કે નજીકના સગા-સ્નેહીઓ દ્વારા આ ન્યુ મેરીડ કપલ માટે ખાસ ‘ફર્સ્ટ નાઇટ’ કે પછી હનીમુન ટ્રીપ ભેટમાં આપવામાં આવે છે. નયનરમ્ય અને શાંત વાતાવરણમાં આ ન્યુ મેરીડ કપલ એક બીજાને સમજી શકે તે માટે આવા એકાંત સ્થળોને પસંદ કરવામાં આવે છે. જેમાં પોલો રિટ્રિટ રિસોર્ટમાં આ પ્રકારની સુવિધા ખાસ રાખવામાં આવી છે. સ્પેશીયલ હનીમુન પેકેજ તેમજ ફર્સ્ટ નાઇટ માટે અહીં દૂર દૂરથી લોકો એડવાન્સ બુકીંગ કરાવી જાય છે. રિસોર્ટ દ્વારા આ કપલને ખાસ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. વન નાઇટનું ભાડુ મના ડેકોરેશન સાથે ા.૭૫૦૦ જેટલુ હોય છે. ઉપરાંત ટુર્સ અને ટ્રાવેલ્સ દ્વારા પણ મેરેજ સિઝનમાં સ્પેશ્યલ હનીમુન ટુર રાખવામાં આવે છે. જેમાં મોટે ભાગે ન્યુ મેરીડ કપલ જ હોય છે. ગોવા, સીમલા, નૈનિતાલ, મહાબળેશ્ર્વર જેવા ટુરિસ્ટ પ્લેસ હનીમુન કપલ માટે પરફેક્ટ ડેસ્ટીનેશન છે.
‘ફર્સ્ટ નાઇટ’ કે પછી હનીમુન ટ્રીપ ગિફ્ટ કરવાનો આજનો ટ્રેન્ડીંગ કોન્સેપ્ટ
Previous Articleહસ્તમેળાપને હૃદયમેળાપ બનાવવાની મથામણ એટલે લગ્નજીવન
Next Article આઈસ્ક્રીમના શોખીન લગ્નપ્રસંગોમાં ભરપુર લુફત ઉઠાવે છે