શુ ચેન્નઈ કરતા કોલકતા “સવાયું” સુપાર્કિંગસ બનશે ?
આજે આઇપીએલ સીઝનનો ફાઇનલ મેચ દુબઈ ખાતે રમવા જઈ રહ્યો છે જેમાં ચેન્નઈ સુપર કિંગ અને કલકત્તા નાઈટ રાઈડર્સ બંને એકબીજા સાથે ટકરાશે ત્યારે જોવાનું એ રહ્યું કે આજનો આઇપીએલ વિજેતા કઈ ટીમ બનશે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે જે ટીમ મેન્ટલી હશે તે તેમનો આજના દિવસે ભવ્ય વિજય થશે બીજી તરફ જે ટીમ ટોસ જીતશે ટીમ ઉપર પણ સંપૂર્ણ મદાર રહેશે કે તે સર્વ પ્રથમ બોલિંગ લેવાનો નિર્ણય લે છે કે બેટિંગ કરવાનો નિર્ણય લેશે. અબુધાબી ,શારજાહ આ કે પછી દુબઈમાં જે ટીમે પ્રથમ ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે તે તેમનો મહદ અંશે વિજય થયો છે. ત્યારે ફાઈનલનો ટોસ પણ નિર્ણાયક બની રહેશે.
અત્યાર સુધીના જેટલા મેચ રમાયા તે તમામ મેચ લો પીચ ઉપર રમાયા હોવાથી સ્લોબોલરોનો દબદબો ખૂબ વિશેષ પ્રમાણમાં જોવા મળ્યો હતો. ત્યારે આજના મેચમાં શું ચેન્નઈ કરતાં કોલકાતા સવાયુ સાબિત થસે જે કેમ ? ઉદાહરણ રૂપે જે ટીમ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લેશે તો બેટિંગ કરનાર ટીમ દ્વારા કેટલો સ્કોર કરવામાં આવશે તે પણ એટલું જ જરૂરી છે મુખ્ય કારણ તો એ છે કે જે ટીમે પ્રથમ બેટિંગ કરી છે તેમનો ખૂબ જ ઓછો જોવા મળ્યો છે અને દુબઈ કે પછી સારજહાં ખાતે જે મેચ રમાયા છે તે લો સ્કોરિંગ મેચમાં હોવાના પગલે પ્રથમ બોલિંગ કરનાર ટીમને સૌથી વધુ ફાયદો થયો છે. ત્યારે આજનો છે ફાઇનલ મેચ દુબઈ ખાતે રમાશે તેની પીચ શારજહા કરતા થોડી ફાસ્ટ છે જે બેટ્સમેનો માટે પણ ક્યાંક ને ક્યાંક આશીર્વાદ રૂપ સાબિત થશે.
આજના ફાઇનલ મેચમાં ચેન નહીં તરફથી ઋતુરાજ ગાયકવાડ, ડુ પ્લેસીસ, અંબાતી રાયડુ ,એમ એસ ધોની, રવિન્દ્ર જાડેજા ,શારદુલ ઠાકુર, દિપક ચહર સહિત અનેક ખેલાડીઓ પર મદાર રહેશે. તો બીજી તરફ કલકત્તા તરફથી શુભમન ગિલ, વેંકટેશ ઐયર , રાહુલ ત્રિપાઠી, નીતીશ રાણા, દિનેશ કાર્તિક, વરુણ ચક્રવર્તી, સુનિલ નારાયણ, લોકી ફર્ગ્યુસન જેવા ખેલાડીઓ પર નજર કેન્દ્રિત થશે.