તા. ૧૫.૧૦.૨૦૨૩ રવિવાર ,સંવંત ૨૦૭૯ આસો સુદ એકમ,પ્રથમ નવરાત્ર. ચિત્રા નક્ષત્ર, વૈદ્યુતિ યોગ,કિંસ્તુઘ્ન કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ તુલા (ર,ત) રહેશે.
મેષ (અ,લ,ઈ) : તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,જાહેરજીવનમાં સારું રહે. એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.
વૃષભ (બ,વ,ઉ) : કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે,બેચેની જેવું લાગ્યા કરે , મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) :તમામ ભૌતિક સુખ સગવડ મળે,દિવસ આરામદાયક રહે.સ્ત્રીવર્ગને સારું રહે. વેપારીવર્ગને મધ્યમ.
સિંહ (મ,ટ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો. ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય,લોકો તમારી સલાહ માને અને આદર આપે , આગળ વધી શકો.
તુલા (ર,ત) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,કલા સંસ્કૃતિમાં રસ લઇ શકો ,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,અન્યની મદદ થી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : કામકાજ માં સફળતા મળે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) :અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,પ્રગતિ થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ):માનસિક ટેન્શન રહ્યા કરે,કામ માં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં સમય વીતે.–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–શારદીય નવરાત્ર દેવી કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ છે
શનિ અમાવાસ્યા અને કંકણાકૃતિ સૂર્યગ્રહણ સાથે આપણે ભાદ્રપદ માસ એટલે કે ભાદરવો મહિનો પૂર્ણ કર્યો અને આજથી નવલા શારદીય નવરાત્રનો પ્રારંભ થાય છે, ઉત્સાહ ઉમંગ, રાસ અને ભક્તિ સભર શારદીય નવરાત્ર દેવી કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ છે. આજે પહેલું નોરતું છે. પ્રથમ નવરાત્ર માં માતા શૈલપુત્રીની આરાધના થાય છે. મા શૈલપુત્રી સૌભાગ્યની દેવી છે. તેની પૂજા કરવાથી સર્વ સુખ પ્રાપ્ત થાય છે. પર્વત રાજા હિમાલયના ઘરે પુત્રીના રૂપમાં જન્મ લેવાને કારણે માતાનું નામ શૈલપુત્રી પડ્યું. માતા શૈલપુત્રીનો જન્મ ખડક અને પથ્થર વચ્ચે હતો, તેથી તેમની પૂજા કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે અને પર્વત જેવી ખ્યાતિ પ્રાપ્ત થાય છે. માતાના એક હાથમાં ત્રિશુલ છે જયારે બીજા હાથમાં કમલ પુષ્પ છે માતા રૌદ્ર અને સૌમ્ય બંને રૂપ ધારણ કરી શકે છે. માતા વૃષભ પર સવાર છે અને હંમેશા ભક્તોની રક્ષા કરનારી છે. કળશ સ્થાપન પછી તુરત જ માતા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે અને નવરાત્રીના કોઈ પણ અનુષ્ઠાનનો પ્રારંભ માતા શૈલપુત્રીની પૂજા થી થાય છે તેમાં વિવિધ પવિત્ર નદીના જળનો ઉપયોગ પર કરવામાં આવે છે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ધ્યાન યોગ મૌન થી લાભ,તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.
- 10 આંકડાના પાન કાર્ડ નંબરમાં છૂપાયેલું છે એક રહસ્ય..!
- ભુલથી પણ ગાડીમાં ન રાખો પ્લાસ્ટિકની બોટલ કેમ કે…
- કોણ છે બિગ બોસનો ‘વોઈસ’, એક સિઝનમાં કરે છે આટલી કમાણી
- ગુજરાત: યુવાને નોકરી છોડી પોતાનું પ્રથમ ફાર્મ ક્લિનિક ખોલ્યું, કરી રહ્યો છે નોકરી કરતાં વધુ કમાણી
- વારાણસીથી સાબરમતી, રાજકોટ અને વેરાવળ માટે સ્પેશિયલ ટ્રેન દોડશે, શેડ્યુલ જાહેર
- ગુજરાત : કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં
- દક્ષિણ કોરિયાના પ્લેન ક્રેશમાં 120ના મો*ત, લેન્ડિંગ ગિયરમાં સમસ્યા બાદ રનવે પર વિ*સ્ફોટ; વિમાનમાં 181 લોકો સવાર હતા