મુંબઇ ઇન્ડિયન્સ પહેલો મેચ હારી ચુકી છે ત્યારે આ મેચનું પ્રેસર તેમના ઉપર રહેશે

સનરાઈઝર્સ હૈદરાબાદ (એસ. એચ.)ની ટીમના બોલિંગ આક્રમણમાં રહેતી વિવિધતા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈ. પી. એલ.) સ્પર્ધાની અહીં શુક્રવારે રમાનારી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (એમ. આઈ.)ના બેટ્સમેનો માટે થોડી મુંઝવણી ઊભી કરી શકે છે.

બંને ટીમે પોતપોતાની આરંભિક મેચમાં જુદા જુદા પરિણામ પ્રાપ્ત કર્યા હતા, જેમાં હેદરાબાદની ટીમે રાજસ્થાન રોયલ્સ (આર. આર.) સામે નવ વિકેટથી સહેલો વિજય મેળવ્યો હતો અને મુંબઈની ટીમનો ચેન્નઈ સુપર કિંગ્સ (સી. એસ. કે.) સામે રસાકસીભર્યો પરાજય થયો હતો.

કેન વિલિયમસનની હૈદરાબાદની ટીમ પાસે સ્પર્ધામાં જુદા જુદા પ્રકારના બોલર છે જેમાં ભુવનેશ્ર્વર કુમાર સીમ અને સ્વિંગની સારી આવડત ધરાવે છે અને બિલી સ્ટેનલેક બિલકુલ ઝડપી છે તથા સિદ્ધાર્થ કોલ ચોક્સાઈભરી ગોલંદાજી કરે છે.

આ ઉપરાંત, રશીદ ખાનની ઝડપી લેગ-બ્રેક અને ગૂગલી બોલિંગ ઘણાખા બેટધરો માટે હજી પણ ભેદ રહે છે અને શેખ અલ હસન સામાન્યપણે કરકસરભરી ડાબોડી સ્િપન બોલિંગ કરતો હોય છે.બીજી તરફ, ક્રિકેટ સિતારાઓથી ભરપૂર મુંબઈની ટીમે લાંબા ગાળાની આ સ્પર્ધામાં હંમેશાં ધીમી શરૂઆત કરી છે અને કેપ્ટન રોહિત શર્મા તેના બેટ્સમેનો તરફથી અહીંની સારી બેટિંગ પિચ પર સારા પ્રદર્શનની આશા રાખે છે.

ભારત સામે ક્રિકેટમાં બે સદી ફટકારેલ ઈવિન લુઈસ, રોહિત પોતે અને સ્ફોટક બેટધર કીરોન પોલાર્ડ પોતાની ફટકાબાજી દેખાડવા તત્પર હશે.મુંબઈની ટીમનો તેની પહેલી મેચમાંથી સૌથી મોટો ફાયદો યુવાનલેગ-સ્પિનર મયંક મરક્ધડેનો હતો જેણે આઈ. પી. એલ.માં પોતાની પ્રથમ મેચમાં રમતા અંબાતી રાયુડુ અને મહેન્દ્રસિંહ ધોનીની વિકેટ લીધી હતી.

મુંબઈની અન્ય ચિંતા છેવટની ડેથ ઓવરો છે જેમાં છેલ્લી મેચમાં જ,પ્રીત બુમરાહ, મુુશ્તફિઝુર રહેમાન અને મિચેલ મેકલેનેગનને ડ્વેઈન બ્રાવોએ ફટકાર્યા હતા

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.