આજ રોજ શુક્રવારને ત્રીજું નોરતું છે, ગૌરી તૃતીયા છે અને ત્રીજા નવરાત્રી માં માંચંદ્રઘંટા ની સાધના થાય છે. માતાનું આ સ્વરૂપ મનને શાંતિ આપનારું છે. ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ ક્રાંતિવાન છે. તેમના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે, એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમની દસ ભુજાઓ છે અને દસેય ભુજાઓમાં અસ્ત્ર-શસ્ત્ર છે.
દેવીના હાથોમાં કમળ, ધનુષ-બાણ, કમંડળ, તલવાર, ત્રિશૂળ અને ગદા ધારણ કરેલ છે. તેમના કંઠમાં સફેદ પુષ્પની માળા અને રત્નજડિત મુગટ શીર્ષ પર વિદ્યમાન છે. દંવી ચંદ્રઘંટા ભક્તોને મનની શાંતિ આપી તમામ પ્રકારે સુખ સમૃદ્ધિ આપનાર છે અને જન્મકુંડળીમાં જયારે ચંદ્ર નબળો પડતો હોય ત્યારે માં ચંદ્રઘંટાની આરાધનાથી ચંદ્ર લાભકારક બને છે.
હાલમાં બુધની સ્થિતિના કારણે શેરબજાર પર માઠી અસર જોવા મળી રહી છે કેમ કે બુધ મહારાજ હાલ નીચસ્થ છે પરંતુ ૨૬ માર્ચને રવિવારે બુધનો ઉદય થશે જેથી બુધની સ્થિતિમાં ફેરફાર થશે અને થોડી સારી અસર આગામી સપ્તાહમાં જોઈ શકાશે આ ઉપરાંત વેપાર વાણિજ્ય આયાત નિકાસ ક્ષેત્રે પણ રાહત જોવા મળશે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨ —