ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આજે છેલ્લા દિવસે કેગનો અહેવાલ રજૂ થશે. ગઈકાલે ગુજરાત વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બંધાયેલા ઇલુ-ઇલુના સંબંધ બાદ આજે વિધાનસભામાં રજૂ થનારા કેગના રિપોર્ટના મુદ્દે પણ કોંગ્રેસ ઇલુ-ઇલુની ભૂમિકા ભજવે તેવી શકયતાઓ છે. વિધાનસભાના બજેટ સત્રના આજે અંતિમ દિવસે એક કલાકની પ્રશ્નોત્તરી બાદ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલ દ્વારા વિનીયોગ વિધેયકની સાથે કેગના રિપોર્ટ પણ ગૃહના મેજ ઉપર રજુ કરવામાં આવશે.
ત્યારબાદ છેલ્લા દિવસના પ્રસ્તાવમાં ભાજપના ધારાસભ્ય અરૂણસિંહ રાણા દ્વારા ગુજરાતની માર્ગ અંગેની નીતિ અને કામગીરીના વખાણ કરતો પ્રસ્તાવ રજૂ થશે. ત્યારબાદ વિધાનસભાના સત્રની સમાપ્તિ થશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,