ચક ડે ઈન્ડિયા… !

૧૬મી ડિસેમ્બર સુધી ચાલનારી હોકી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં વિશ્વની કુલ ૧૬ ટીમો ટકરાશે

વુમન વર્લ્ડ બોકસીંગ ચેમ્પીયનશીપ બાદ ભારતમાં હોકી વર્લ્ડકપ ૨૦૧૮નો પ્રારંભ થઈ રહ્યો છે. ભુવનેશ્વરમાં યોજાયેલા હોકી ચેમ્પીયનશીપના ઉદઘાટનને માત્ર ગણતરીની જ કલાકો બચી છે ત્યારે કલિંગા આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડિયમ દર્શકોની આતુરતાપૂર્વક વાટ જોઈ રહ્યું છે. હોકી વર્લ્ડકપ સેરેમની માટે આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડિયમને શણગારવામાં આવ્યું છે. આજે સાંજે શાનદાર ઓપનીંગ બાદ આંતરરાષ્ટ્રીય લેવલે કુલ ૧૬ ટીમો હોકીના મહાકુંભમાં ભાગ લેશે.

હોકી વર્લ્ડકપમાં ૧૬ ટીમોને ૪ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ઉદઘાટનના ભાગરૂપે ગીત-સંગીત અને વિવિધ કાર્યક્રમોમાં બોલીવુડના કલાકારો પણ જોડાશે. જેમાં માધુરી દિક્ષીત મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે તો ચક દે ઈન્ડિયા પ્રખ્યાત ફિલ્મના શાહરુખ ખાન પણ પરફોર્મન્સ આપે તેવી શકયતા છે. ભુવનેશ્વરના આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડિયમમાં પ્રસિઘ્ધ સિંગર એ.આર.રહેમાન પણ સુરની રમઝટ બોલાવશે. ૧૬મી ડિસેમ્બર સુધી ચાલનારી હોકી ચેમ્પીયનશીપનો આજની શાનદાર ઓપનીંગ સેરેમની બાદ પ્રારંભ કરવામાં આવશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.