- આજે ભારતીય સમય પ્રમાણે રાત્રે 9.12થી મધ્યરાત્રીના 2.22 સુધી દેખાશે: એટલાન્ટિક મહાસાગરમાં સમાપ્ત થશે
- ભારતમાં આ ગ્રહણ દેખાવવાનું નથી: રસ ધરાવતા નાસાની યુ-ટ્યુબ ચેનલ પર જોઇ શકશે
આજે રાત્રે થનાર ખગ્રાસ અથવા સંપૂર્ણ સૂર્ય-ગ્રહણ સમગ્ર ઉત્તર-અમેરિકા ખંડમાં દેખાશે. “ધ ગ્રેટ અમેરિકન એકલિપ્સ” તરીકે ઓળખાનાર આ ગ્રહણ પ્રશાંત મહાસાગરથી શરૂ થઈ મેક્સિકોના પશ્ર્ચિમી કિનારાથી ઉત્તર-અમેરિકા ખંડમાં પ્રવેશી યુ.એસ.ના પૂર્વી કિનારા પરથી પસાર થઈ એટલાન્ટિક મહાસાગરમાં સમાપ્ત થશે. કેનેડા, મેક્સિકો અને યુએસએનાં ઘણા વિસ્તારોમાંથી આ ગ્રહણ તેની સંપૂર્ણ અવસ્થામાં જોઈ શકાશે. આ સિવાય બીજા 10 જેટલા દેશોમાં આ ગ્રહણ તેના આંશિક સ્વરૂપે જોઈ શકાશે. ઉત્તર-અમેરિકા તેમજ દક્ષિણ-અમેરિકા અને યુરોપના ખૂબ જ નાના વિસ્તાર સિવાય પૃથ્વીના કોઈપણ ભાગમાંથી આ ગ્રહણ કોઈ સ્વરૂપે દેખાશે નહીં. નીચેના ચિત્રમાં ગ્રહણનો માર્ગ અને સાથોસાથ કયા વિસ્તારમાંથી તે ખગ્રાસ કે ખંડગ્રાસ દેખાવાનું છે.
અત્રેએ ઉલ્લેખનીય છે કે સૂર્યગ્રહણ હમેંશા અમાસના દિવસે અને ચંદ્રગ્રહણ હમેંશા પૂનમની રાત્રે થાય પરંતુ દર અમાસે સૂર્યગ્રહણ અને દર પૂનમે ચંદ્રગ્રહણ દેખાતું નથી. આનું કારણ છે. ચંદ્રના ભ્રમણ માર્ગનું 5 અંશનું નમન જેના કારણે દર અમાસે અને પૂનમે અનુક્રમે ચંદ્રનો પડછાંયો પૃથ્વી નીચે અથવા ઉપરથી અને પૃથ્વીનો પડછાંયો ચંદ્ર નીચે અથવા ઉપરથી પસાર થઈ જાય છે. જ્યારે ચંદ્ર બંનેમાંના કોઈ એક પાતબિંદુ ઉપર અથવા એકદમ નજીક હોય તો જ ગ્રહણ આકાર લે છે.
પાત-બિંદુઓ બે એવા બિંદુઓ છે. જ્યાં ચંદ્ર હોય તો તે પૃથ્વી-સૂર્ય સમતલ કે જેણે કાંતિવૃત કહે છે. તેમાં હોય અને આ સમયે જો પૂનમ અથવા અમાસ હોય તો પૃથ્વીના કોઈક સ્થળ પર અનુક્રમે ચંદ્ર અથવા સૂર્યગ્રહણ દેખાય. 8 એપ્રિલના રોજ ચંદ્ર પોતાના Ascending node (ઉપર ચડતા પાત-બિંદુ) પર હશે. જેણે ભારતીય ખગોળ વિજ્ઞાનમાં રાહુ કહે છે. આ માહિતી ડાબી બિજુએ ચિત્ર સ્વરૂપે પણ આપેલ છે.ભારતમાં આ ગ્રહણ દેખાવાનું નથી પરંતુ તેનું live streaming અસંખ્ય વેબસાઇટ્સ તેમજ YouTube ચેનલો પર જોઈ શકાશે. જો વિખ્યાત વૈજ્ઞાનિકોની કોમેન્ટરી સાથે આ પ્રસારણ જોવું હોય તો NASA ની YouTube ચેનલ https://www.youtube.com/@NASA પર જોઈ શકાશે.બીગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ ઓફ સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન- ઓ.વી.શેઠ રીજીનલ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર-રેસકોર્ષ – રાજકોટ.
ગ્રહણના આંકડાઓ
શરૂઆત : 11.07 am PDT, (પેસિફિક ડેલાઇટ ટાઇમ) મેક્સિકોના કિનારા પર, અતં:- 1.30 pm us ના maine ખાતે, ભારતીય સમય પ્રમાણે:- 8 એપ્રિલ 9.12 pm થી 9, એપ્રિલ 2.22 am સુધી