પ્લાસ્ટિક બેગ અને ડિસ્પોઝેબલ વસ્તુઓ વપરાશ બંધ કરવા જનજાગૃતિ માટે પદયાત્રા રેલી
મોરબી નગરપાલિકા દ્વારા પર્યાવરણને નુકશાનકર્તા પ્લાસ્ટિકબેગ અને ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ ન કરવા લોકોમાં જનજાગૃતિ લાવવા આજે પદયાત્રા રેલી યોજવા નક્કી કર્યું છે.
મોરબી નગરપાલિકા દ્વારા પર્યાવરણ બચાવવા તથા શહેરને ગંદકી મુક્ત કરવાના ભાગરૂપે શહેરમાં પ્લાસ્ટિક બેગ તથા ડીસ્પોઝીબલ વસ્તુઓના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવમાં આવ્યો છે જેને લોકો તરફ થી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
લોકોમાં આ બાબતે વધારે જનજાગૃતિ આવે તે માટે મોરબી નગરપાલિકા દ્વારા આજે બપોરે ૪:૩૦ વાગ્યે એક પર્યાવરણ જન જાગૃતિ રેલીનું આયોજન કરેલ છે જેમાં શહેર ની સામાજિક સંસ્થાઓ પર્યાવરણ પ્રેમી લોકો મોરબીની તમામ સામાજિક કાર્યો સાથે જોડાયેલ જેતે ક્લબો ધાર્મિક સંસ્થાઓ જેતે ધંધાદારી એસોસિએશન યુવાનો બહેનો અને મોરબી શહેરના પ્રબુદ્ધ નાગરિકોને મોરબી નગરપાલિકા જાહેર આમંત્રણ આપે છે કે આવો સહુ સાથે મળી પર્યાવરણ બચાવીએ અને સાથો સાથ શહેર ને ગંદકી મુક્ત કરીએ.
આ રેલી આજે સાંજે ૪:૩૦ કલાકે બાપા સીતારામ ચોક થી શરૂ થઈ રવાપર રોડ મેઈન બજાર જૂના બસ સ્ટેશન થઈ શનાળા રોડ થઇને સરદાર પટેલના સ્ટેચ્યુ એ વિરામ થશે.
તો શહેરી જનોએ બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો એ આ રેલીમાં જોડાવા ચીફ ઓફિસર ગિરિશભાઈ સરૈયાએ અપીલ કરી છે અને સૌ નગરજનો આ રેલીમા ચાલીને નીકળવા પણ ખાસ અપીલ કરી છે.