આપણા ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા જો તમારૂ શરીર નરવું હશે તો તમામ સુખ તમારા દાસ છે. આ જે પાઇલ્સ ડે નિમિતે સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ પ્રોકટોલોજીસ્ટ મળ માર્ગના નિષ્ણાંત ડો. એમ.વી.વેકરીયા હરસ, મસા-પાઇલ્સ વિષે આપણને વિષેશ સવિસ્તાર તેમના થવાના કારણો તેમના લક્ષણો હરસથી બચવાના ન થાય તે માટેની પરેજી તેમની વૈજ્ઞાનિક સચોટ સારવાર અને હરસની સારવાર માટે આપણા માનસમા પ્રવતિ રહેલી પ્રચલિત ગેરમાન્યતા, અંધશ્રધ્ધા વિશે સચોટ માહિતી આપશે. ડો. એમ.વી.વેકરીયા સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ અતિઆધુનિક ટેકનોલોજી અમેરીકન અલ્હાશોનીક હાર્મોનીક ફોકસ જર્મન ઇન્ફ્રારેટ કોએગ્યુલેશન જાપાનીજ તેલ-સ્ટેપર, વેસલ સીલર, લેસર જેવી હરસ માટેની ટેકનોલોજીનો આવીસ્કાર કરી રાજકોટ શહેરનું ગૌરવ વધારેલ છે.  આપણા મળમાર્ગમાં રહેલી લોહીની નળીઓ રોજબરોજ કબજીયાતના પ્રેસરના કારણે તેમજ લાઈફ સ્ટાઇલ તેમજ વારસાગતને કારણે ત્યાંની મળ માર્ગની ત્વચા-મ્યુકોઝાની નીચે રહેલી લોહીની નળીઓ કુલાઈને ગંઠો આગળ જેવું જે બને તેને હરસ કહેવામાં આવે છે.  કબજીયાતને સર્વે રોગની જનની માતા કહી છે. હરસ થાવામાં પણ મુખ્ય કારણ કબજીયાત છે. તેથી પહેલાતો કબજીયાત કરે તેવા આહાર વિહાર છોડવા, બંધ કરવા. ખોરાકની અનિયમિતતા, ફાઇબરલેસ ડાયેટ અને ફાસ્ટ ફુડ, જંકફુડનું વધતુ જતુ પ્રમાણ, બેઠાડુ જીવન કસરતનો અભાવ, ચિંતા, ક્રોધ, અને ઉજાગર સંડાસમાં અતિશય જોર કરવાની ટેવ વારંવાર સંડાસ જવાની ટેવ તેમજ વારંવાર ઝાડા અને મરડો થવો, લેડીઝમાં પ્રેગ્નેન્સી દરમ્યાન તેમજ વારસાગત વગેરે કારણોથી હરસ થાય છે.

હરસ-મસા ભગંદર, ફીશર ન થાય તે માટે સોનેરી સુચનો: જરૂરી પરેજી

–              મળમાર્ગના રોગો માટે જવાબદર એવી કબજીયાતને અવગણશો નહીં.

–              કાયમ કોઈપણ જાતના જુલાબ કે રેચક દવા લેવી એ અત્યંત હાનિકારક છે.

–              કુદરતી હાજતના વેગને ગમે તેવા સંજોગોમાં રોકશો નહીં.

–              ભુખ લાગે ત્યારે ફળ અને શાકભાજી સુપાચ્ય આહારપૂરતા પ્રવાહી સાથે લેવાથી કબજીયાત     અટકે છે.

–              ઉકાળેલું કે ફીલ્ટર કરેલું પાણી રાત્રે સુતા પહેલા બે ગ્લાસ અને સવારે ઉઠીને નરણા કોઠે બે ગ્લાસ પીવું.

હરસની સારવાર માટે આપણા માનસમાં પ્રવૃતિ રહેલી ગેરમાન્યતા-અંધશ્રધ્ધા

–              હરસને શરીર પર ડામ દેવાથી મટાડી શકાય છે.

–              ઘણા લોકો માનતા / દિવા માને છે.

–              હરસને મંત્રાવે છે. મંત્રેલી ચા પીવે છે.

–              હરસને પાણીમાં બેસાડીને ખેરવી નાખે છે. મંત્રેલ પાણીમાં બેસાડે છે.

–              હરસ ચેકીંગ વગર (તપાસ્યા વગર), દુ:ખાવા વગર, ઓપરેશન વગર, પોસ્ટથી દવા મોકલવી જેવી લોભાણમણી. જાહેરાતથી દર્દીને છેતરે છે. તેનાથી દુર રહેવું જોઇએ.

–              જાતે સેલ્ફ દવા લેતા હોય છે ગમે ત્યાંથી જે તે દવા લેવી ડોકટરની સલાહ વગર દવા લેવી હિતાવહ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.