પીઢ કલાકાર ભરત યાજ્ઞીક અને રેણુકા યાજ્ઞીક સાથે ‘અબતક’ની વિશેષ મુલાકાત
આપણે સ્વભાવિક રીતે વિચાર આવે કે ગુજરાત રંગભૂમિનો ભૂતકાળ શું હતો ? તેનું વર્તમાન શું છે? અને ભવિષ્ય શું થશે ?રંગભૂમિની એક યશસ્વી યાત્રા છે કે કેટકેટલા દિગ્ગજ રંગડર્મીઓએ યોગદાન આપ્યું છે. કેટલા સાચા સંઘર્ષ અને અવેતન ભૂમિકાની અંગેની કલાકારો દ્વારા પીરસણી થઇ છે.રંગમંચની અને કલાની જાણકારી આપતા આર્ટ સાથે વર્ષોથી જોડાયેલ ઘનશ્યામ ગઢવી જણાવે છે કે, સંસ્કૃતનાટકો એક સમયે આખા ભારત વર્ષમાં ભજવાતા હતા. તેનું એક પ્રાકૃત સ્વરુપ આવે છે ભવાઇ જે માસ કોમ્યુનીકેશનનું કામ આપ્યું છે.
સમાજમાં પ્રસરેલા દુષણોની સામે જે અવાજ ઊઠાયો હતો. અને વિશ્યુઅલ ફોર્મની જે તાકાત છે. તેથી ભવાઇ વધુને વધુ વ્યસનમુકિત, કજોડા લગ્ન, દહેજ, અસ્પૃષ્યતા, જેવા સમાજના દુષણો તરફ અવાજ ઉઠાવાનું કાર્ય નાટકો દ્વારા ભવાઇઓ દ્વારા થતું….
પરંતુ ભવાઇ ધીરે ધીરે ઘસાતી ગઇ યુરોપિયન, બ્રિટીસર જયારે જયારે આવ્યા ત્યારથી વિદેશી સિનેમા, ફિલ્મી દ્વારા ડાયરેકટ, ઇનડાયરેકર અનુભૂતિ થાય છે. અને ભવાઇનું અલગ ફોર્મ આપ્યું. જુની રંગભૂમિ, જેના હજારો સસ્મરણો છે. રંગભૂમિને જીવતી રાખનાર કલાકારો આજે પણ તે કલાના રંગોથી તરબતર છે.
એક રંગમંચના જાણીતા કલાકાર અને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડસથી નવાજિત કલાકાર ભરત યાજ્ઞીક જણાવે છે રંગભૂમિનું ઉત્થાન રાતોરાત થતું નથી. તે લાંબા સમયથી ચાલતી આવે છે. કલાકારોના જીવનની આખી યાત્રા તેમાં પુરી થઇ જાય છે…. ત્યાં તેમના નાટકોમાં સહકાર સાથ આપતા તેમના જીવનસાથી રેણુકા યાજ્ઞીક જે પોતે ઘણાં એવોર્ડસ પ્રાપ્ત કરી ચુકયા છે. તથા લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડસથી નવાજિત રેણુકા યાજ્ઞીક જે પોતાની પ્રેરણા વિશે જણાવે છે કે પરિવારથી ચાલી આવતા વારસા દ્વારા તેઓ નાટક સાથે જોડાયા તથા પહેલાના જમાનામાં નાટકને સ્ત્રીઓ માટે ખાસ ખરાબ ગણાતુ ખરાબ નજરો તેમણે જોવામાં આવતું તે પરંતુ આજના બદલાવથી સંતુષ્ટ તેઓ બીજી સ્ત્રીઓ ને પણ પ્રેરણા આપે છે અને જણાવે છે કે કે સ્ત્રીઓને તેમની મનપસંદ પ્રવુતિ કરવી જોઇએ અને જે પ્રવૃતિમાં રસ હોય તેમાં આગળ વધવું જોઇએ.