કોંગ્રેસ મહિલા સુરક્ષા, ખેડુતોની સમસ્યા, દલીતોના એટ્રોસીટી એકટ જેવી મુશ્કેલીઓના મુદ્દા છછંડશે
સંસદમાં ૧૮મી જુલાઇથી ચોમાસુ સત્રની શરુઆત થવાની છે. તો તેના ભાગરુપે ચોમાસુ સત્રને લગતી સમસ્યાને લઇ વિપક્ષ પાર્ટી રણનીતી ઘડશે. જેમાં સૌથી મહત્વની બાબત રાજયસભાના ડેપ્યુટી ચેરમેન તરીકે કોંગ્રેસના સભ્યને બેસાડવાની રહેશે. પાર્લામેન્ટમાં ગુલામ નબી આઝાદની ઓફીસે કોંગ્રેસ સહીતની વિપક્ષની પાર્ટીઓ સરકારને પીડવવા અંગેની બેઠક યોજાશે. કોંગ્રેસના ડેપ્યુટી લીડર આનંદ શર્માએ જણાવ્યું હતું કે તેઓ વધતા જતા બેંક ફોડ મહિલાઓની સુરક્ષા રાષ્ટ્રીય સંપતિની લુંટ જેવી ઘટનાઓ અંગે પ્લાનીંગ કરશે જો કે એનસીપી માટેના ઉમેદવારના નામની સ્પષ્ટતા આપવામાં આવી નથી.
જે આવતીકાલથી સભા બાદ નિશ્ર્ચિત કરવામાં આવશે. જેમાં ચોમાસુ સત્રની શરુરાતથી જ સરકાર પર પ્રહારો કરવા વિપક્ષ પાર્ટી કોંગ્રેસ ખેડુતોની સમસ્યા, મહીલા સુરક્ષા, દલીતના એટ્રોસીટી જેવી સમસ્યાઓને વધુ છંછેડવાના પ્રયાસો કરશે. અને ૨૦૧૯ ની ચુંટણી લક્ષી રણનીતી બનાવશે.