મીટિંગ મોકૂફ રાખવા બીસીસીઆઇને પત્ર લખ્યો
આજે નેશનલ ક્રિકેટ એકેડમી (એન.સી.એ.) ની મીટીંગ મળશે. પરંતુ આશ્ર્ચર્યની બાબત એ છે કે તેમાં ચેરમેન નિરંજન શાહ જ આમંત્રણથી વંચિત છે.
ટૂંકમાં નેશનલ ક્રિકેટ એકેડમીના અઘ્યક્ષ નિરંજન શાહને અંધારામાં રાખીને ઉપાઘ્યક્ષ સહિતના સભ્યોએ ઉપરવટ જઇને આજે તારીખ ૧પમી સપ્ટેમ્બરે મીટિંગનું આયોજન કરી લીધું છે. આ નિરંજન શાહને જાણ થતાં તેમને ક્રિકેટ કાઉન્સિલ બોર્ડ એફ ઇન્ડિયા (બી.સી.સી.આઇ) ને વાંધા પત્ર લખીને આજની મીટિંગ મોકૂફ રાખવા માંગ કરીછે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે નેશનલ ક્રિકેટ એકેડમલ તે ભારતીય ક્રિકેટ બોર્ડને પેટા સમિતિ છે. નિરજંન શાહે ક્રિકેટ બોર્ડના સચિવ અમિતાભ ચૌધરીને પત્ર લખી જણાવ્યું છે કે નેશનલ ક્રિકેટ એકેડમલની તારીખ ૧પમી સપ્ટેમ્બરે જે મીટિંગ બોલાવવામાં આવી છે જે મારા મતે અનઅપેક્ષિત છે કેમ કે ચેરમેન તરીકે આ અધિકાર મને છે. પરંતુ મીટિંગની તારીખ, સમય અને સ્થળ વિશે મને અવગત કરવામાં આવ્યો નથી. એટલું જ નહી મારી લેખિત કે મૌખિક મંજુરી લેવામાં આવ્યા નથી. મને જાણ કરવામાં આવી નથી. આથી આ મીટીંગ મોફૂક રાખવી હિતાવહ છે.