બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર હાજર રહેશે

અબતક, નવીદિલ્હી

હાલ ભારત સરકાર આગામી 2024 ના ઇલેક્શન ને ધ્યાને લઇ દરેક ગતિવિધિ આગળ વધારી રહ્યું છે ત્યારે સરકાર નો મુખ્ય હેતુ એ છે કે ભારત આંતકવાદ વિરોધી અને દેશના અર્થતંત્રને વિકસિત કરવા માટે કાર્ય હાથ ધરે તેના ભાગરૂપે સરકાર દ્વારા વિવિધ વિકાસલક્ષી કાર્યો પણ હાથ ધરવામાં આવેલા છે. સામે બીજી તરફ ભારત વિદેશી દેશો સાથે પણ પોતાના જે વ્યાપારિક સંબંધો છે તેને વધુ ગાઢ બનાવવા માટેના પણ પ્રયત્ન સતત કરી રહ્યું છે જેના ભાગરૂપે આજે પેરિસ ખાતે જે ઈન્ડો પેસિફિક ફોરમની બેઠક યોજવા જઇ રહી છે તેમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ ઉપસ્થિત રહેશે અને મહાસાગર ના દરેક જે કાયદાઓ અમલી બનાવવામાં આવેલા છે તેને વધુ મજબૂત બનાવવા માટે પ્રયત્નો પણ હાથ ધરશે.

ઈન્ડો પેસેફિક ફોરમ મુખ્યત્વે બ્લુ ઇકોનોમી અને ઓસન ગવર્ણન્સ સહિતના મુદ્દા ઉપર આગળ ચર્ચા અને વિચારણા કરશે. નહીં યુરોપિયન યુનિયનના દેશો ની સાથે ભારત પણ મહાસાગરને વધુ સુરક્ષિત કરવા માટેના પ્રયત્નો કરી રહ્યું છે તેમાં વધુ સરળતા રહે તે માટેના દરેક પગલાઓ લેશે. પેસિફિક પોરમ માત્ર મહાસાગરો ની સુરક્ષા જ નહિ પરંતુ બંને દેશો વચ્ચેના આંતરરાષ્ટ્રીય સંબંધો છે. વિવિધ ક્ષેત્રમાં જે રીતે મહાસાગરોમાં સુરક્ષા ના પ્રશ્નો સામે આવી રહ્યા છે તે ન થાય અને દરિયાઈ માર્ગ વ્યાપાર માટે ખૂબ જ સરળ રહે તે માટેના પ્રયત્નો એશિયા પેસિફિક ફોરમ દ્વારા પણ હાથ ધરાશે. પ્રાંત સાથેના વ્યાપાર અને મજબૂતી આપવા માટે ભારતના વિદેશ મંત્રી દ્વારા ઈન્ડો પેસિફિક પાર્ટનરશીપ માટે સહમતી દાખવી છે એટલું જ નહીં બન્ને દેશો વચ્ચેના જે સંબંધો હાલ સામે આવી રહ્યા છે તેને વધુ ગાઢ બનાવવા માટેના પણ તમામ પ્રયત્નો હાથ ધરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.