પુરાણપ્રસિઘ્ધ મોક્ષદાયિકા દ્વારકા નગરીમાં સ્થાપિત અનેક શિવાલયો પૈકી સૌથી વધુ ભૌગોલીક વિશિષ્ટતા ધરાવતાં અને સમુદ મઘ્યે બિરાજતાં શ્રી ભડકેશ્વર મહાદેવના મંદીરે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૪-૩ ને સોમવાર મહાવદ તેરસના મહાશિવરાત્રીના શુભદિને ભવ્ય લોકમેળો યોજાશે જેમાં સમગ્ર ઓખા મંડળમાંથી શિવભકતો દર્શનાર્થે ઉમટી રહ્યા છે.
દ્વારકાના આ પૌરાણિક શિવાલયમાં સવારે ૬ વાગ્યે ઉત્સવ આરતી યોજાશે. સંઘ્યા આરતી સાંજે ૭.૩૦ કલાકે તેમજ શિવરાત્રી મહાઆરતી રાત્રે ૧ર કલાકે યોજાશે. સાંજે ૪ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી સમગ્ર ઓખા મંડળમાં એકમાત્ર શિવાલય ખાતે દર વર્ષની જેમ મેળાનું પણ આયોજન કરાયું છે. મહાઆરતી બાદ ભજનસંઘ્યાનું પણ આયોજન કરાયું છે.