અત્યાર સુધીમાં ૯૫૦૦૦ કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં જીએસટીના ‚પમાં ઠલાવાઇ ગયા
જુલાઇ-૨૦૧૭નું જીએસટી રીટર્ન ફાઇલ કરવાનો આજે છેલ્લો દિવસે છે. કેન્દ્ર સરકારજના નાણા મંત્રાલયે એક સ્ટેટ મેન્ટ જાહી કરીને જણાવ્યું છે કે આજે તારીખ ૧૦ ઓકટોબર ૨૦૧૭ના રોજ જુલાઇ-૨૦૧૭નું જીએસટી ફાઇનલ રીટર્ન કરવાનો અંતિમ દિવસ છે.
નાણા મંત્રાલયે બહાર પાડેલા જાહેરનામામાં આગળ જણાવાયું છે કે સરકારે વેપારીઓને ઓલરેટી બે માસનું એકસેટેન્ટશન જુલાઇ-૨૦૧૭નું જીએસટી રીટર્ન ફાઇલ કરવા માટે આપ્યું છે. હવે આનાથી વધારે મુદત આપવાનું સંભવ નથી. આથીસંબંધકર્તા કરદાતાઓ ઝડપથી જુલાઇ-૨૦૧૭નું જીએસટી રીટર્ન ફાઇલ કરી આપે તે નિહાયત જરુરી છે.
કેમ કે આજે જુલાઇનું રીટર્ન ફાઇલ કરવાનો છેલ્લો દિવસ છે.
નાણા મંત્રાલયે બહાર પાડેલી આંકડાકીય માહીતી મુજબ અત્યાર સુધીમાં ૩પ લાખ કરદાતાઓએ જુલાઇ-૨૦૧૭નું જીએસટી રીટર્ન ફાઇલ કરી દીધું છે. તેમણે જીએસટી આર-૩ બી રીટર્ન ફાઇલ કરી દીધું છે. હજુ આટલી જ સંખ્યામાં દેશના કરદાતાઓએ આજે તારીખ ૧૦ ઓકટોબર ૨૦૧૭ પહેલા જીએસટીઆર- રીટર્ન ફાઇલ કરવાનું રહેશે.
અહીં ખાસ નોંધનીય છે કે કેન્દ્ર સરકારની તિજોરીમાં જુલાઇ-૨૦૧૭ માં ૯૫૦૦૦ કરોડ ‚પિયા જીએસટીના રૂપમાં આવી ગયા છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષના જુલાઇ માસથી જ ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) લાગુ કરવામાં આવ્યો છે. તાજેતરમાં તેમાં ફેરફાર કરાયા હતા.