કોલકાતા નાઇટ રાઇડર્સ માટે અહીં શનિવારે કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મેચ સ્પર્ધામાં ટકી રહેવા જીતવી જરૂરી છે.
કોલકાતા નાઇટ રાઇડર્સનો અગાઉની મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં ૧૦૨ રનથી પરાજય થયો હતો. તેની પાસે હાલમાં ૧૧ મેચમાંથી ૧૦ પોઇન્ટ્સ છે અને દિનેશ કાર્તિકની ટીમ માટે શનિવારની મેચ પ્લે-ઑફ્સમાં સ્થાન મેળવવા માટે કરો યા મરોની પરિસ્થિતિ છે.
કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ અગાઉની રાજસ્થાન રોયલ્સ સામેની મેચ ૧૫ રનથી હાર્યું હતું. તેણે જીત માટે ૧૫૯ રન કરવા જરૂરી હતા.
ટીમની સહ-માલકણ પ્રીટિ ઝિન્ટા અને ક્રિકેટ ડિરેક્ટર વીરેન્દ્ર સેહવાગની વચ્ચે મતભેદ હોવાની અફવા પણ ઊડી હતી, પરંતુ ટીમના મેનેજમેન્ટે તે નકારી હતી.કિંગ્સ ઇલેવન પંજાબ પાસે ૧૦ મેચમાંથી ૧૨ પોઇન્ટ્સ છે. તેણે જીત સાથે પ્લે-ઑફ્સમાં સ્થાન મેળવવાની આશા જીવંત રાખવી પડશે, પરંતુ જો તેનો પરાજય થશે તો મુંબઈ ઇન્ડિયન્સનું સ્થાન મજબૂત બનશે.
કિંગ્સ ઇલેવન પંજાબ વતી કે. એલ. રાહુલે ૧૦ મેચમાં ૪૭૧ રન અને ક્રિસ ગેઇલે ૭ મેચમાં ૩૧૧ રન કરીને સારી બેટિંગનું પ્રદર્શન કર્યું હતું, પરંતુ બાકીના બેટ્સમેન હજી સુધી મોટો જુમલો કરવામાં નિષ્ફળ ગયા છે.કરુણ નાયરે ૧૦ મેચમાં ૨૪૩ રન કરીને ટીમને થોડો સહારો આપ્યો હતો, પરંતુ મયંક અગરવાલ ૯ મેચમાં માત્ર ૧૧૮ રન કરીને અત્યાર સુધી નબળો સાબિત થયો છે.
સાત મેચમાં માત્ર ૬૪ રન કરનારા યુવરાજ સિંહને અગાઉની મેચમાં નહોતો રમાડાયો અને તેના સ્થાને મનોજ તિવારીને રમાડાયો હતો, પરંતુ તે હજી સુધી મોટો જુમલો કરી નથી શક્યો કોલકાતા નાઇટ રાઇડર્સ શનિવારની મેચમાં શુભમ ગિલ અને શિવમ માવી પાસે ઘણી આશા રાખે છે.ક્રિસ લિને ૧૧ ગેમમાં ૨૯૮ રન અને રોબિન ઉથપ્પાએ ૧૧ મેચમાં ૨૭૩ રન કર્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com