જ્ઞાતિજનોમાં અદમ્ય ઉત્સાહ: યુવાનો ડ્રેસ કોડમાં બાઇક સાથે તો મહિલાઓ તલવાર સાથે સજજ થઇ રેલીમાં જોડાશે: રધુવંશી પરિવાર મઘ્યસ્થ કાર્યાલયથી યાત્રા પ્રારંભ થઇ જાગનાથ મંદીર ચોકે વિરામ લેશે: જ્ઞાતિજનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
આગામી તા. ૨૨-૧ ને મંગળવારના રોજ વીરદાદ જશરાજ શોર્યદીન નિમિતે એક ભવ્ય લોહાણા સમાજ જ્ઞાતિ ભોજનનું આયોજન કરેલ છે જેના કાર્યકમ માટે આજે બપોરે ૩ વાગયે રધુવંશી પરિવાર મઘ્યસ્થ કાર્યાલય જાગનાથ મંદીર ચોક ખાતેથી એક ભવ્ય વિશાળ આમંત્રણ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટની તમામ રધુવંશી સંસ્થાઓ તેમજ મહિલા મંડળઓ તેમજ બહોળી સંખ્યામાં રધુવંશી ભાઇઓ તથા બહેનો જોડાશે.
આ આમંત્રણ રેલમાં રધુવંશી યુવાનો ડ્રેસ કોર્ડ માં જોડાઇ પોતાની આગવી ઓળખ ઉભી કરી વિવિધ બાઇક તેમજ કાર સાથે જોડાશે.
આ રેલીમાં રધુવંશી મહિલાઓ લોહરાણી બની તલવાર થી સજજ થઇ શહેરના વિવિધ રાજમાર્ગો ઉપરથી નીકળશે તેમજ સહુથી આગળ રધુવંશી યુવાનો ધર્મઘ્વજ સાથે નીકળશે રેલી રધુવંશી પરિવાર મઘ્યથ કાર્યાલય થી શરુ થઇને ડો. યાજ્ઞીક રોડ, (જીલ્લા પંચાયત રોડ), ફૂલછાબ ચોક, લીમડા ચોક, હરિહર ચોક, જુબેલી ચોક, પરા બજાર, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, રાજેશ્રી સીનેમા, પેલેસ રોડ, કેનાલ રોડ, એસ.ટી. બસ સ્ટેન્ડ, ત્રિકોણ બાગ, ડો. યાજ્ઞીક રોડ થી રધુવંશી પરિવાર મઘ્યથ કાર્યાલય જાગનાથ ચોકે ખાતે વિરામ લેશે.
વિરદાદા જશરાજ શોર્યદિન નીમીતે રધુવંશી મહીલા સમીતી દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અંદાજીત ૨૫૦ થી વધારે મહિલાઓ તથા બાળકોએ ભગા લીધેલ કાર્યક્રમ બાદ અંદાજીત પ૦૦ થી વધારે રધુવંશીઓએ પરિવાર સાથે ભોજન પ્રસાદ લીધેલ આ કાર્યક્રમમાં પ૦ થી વધારે ઇનામો આપેલ હતા.
આ કાર્યક્રમમાં વિણાબેન પાંધી, હંસાબેન ગણાત્રા, જસુમતિબેન જસાણી, નયનાબેન પાંધી, સ્મિતાબેન છગ ઉ૫સ્થિત રહી કાર્યક્રમમાં અભિવૃઘ્ધિ કરી હતી જેમજ જજ તરીકે શીતલબેન બુઘ્ધદેવ તથા અલ્કાબેન ભગદેવે સેવા આપી હતી. મહોત્સવને સફળ બનાવવા અને સર્વે જ્ઞાતિજનોને મહાપ્રસાદનો લાભ લેવા જ્ઞાતિજનોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.