તા. ૨૧.૩.૨૦૨૪ ગુરુવાર ,સંવંત ૨૦૮૦ ફાગણ સુદ બારસ, આશ્લેષા નક્ષત્ર, સુકર્મા યોગ, બવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : વિચારોનું આદાન પ્રદાન કરી શકો,મનોમંથન કરી શકો,કાર્ય માટે નવી યોજના બનાવી શકો.
વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,ધાર્યા કામ પર પડી શકો,નાના યાત્રા પ્રવાસ કરી શકો .
મિથુન (ક,છ,ઘ) : ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે,મિત્રોની મદદ મળી રહે,વિચારોમાં પરિવર્તન જોવા મળે.
કર્ક (ડ,હ) : સંયુક્ત સાહસો માં સારું રહે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે,શુભ દિન.
સિંહ (મ,ટ) : તમને વારંવાર દુઃખ હશે, અમુક સંબંધોમાં યોગ્ય પ્રતિભાવ ના મળે, નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.
કન્યા (પ ,ઠ ,ણ ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે,વિદેશ બાબત વિચારી શકો,મધ્યમ દિવસ .
તુલા (ર,ત) : તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય, નવી વસ્તુ વસાવી શકો , લાભ દાયકદિવસ .
વૃશ્ચિક (ન ,ય ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય .
ધન (ધ ,ભ ,ફ ,ઢ ) : સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો,તમારા વિચારોની સરાહના થાય,દિવસ શુભ રહે.
મકર (ખ ,જ ) : તમારી જાતને સમજવાની તક મળે,એકાંત થી લાભ થાય,મનોમંથન કરવું જરૂરી બને .
કુંભ (ગ ,સ,શ ) : વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે,કોઈને તમારાથી દુઃખના થાય તે કાળજી રાખજો, દિવસ મધ્યમ રહે.
મીન (દ ,ચ ,ઝ ,થ) : મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો,અણધાર્યા લાભ થઇ શકે, ખુશીનો માહોલ રહે,આનંદદાયક દિવસ.
—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
–સાધક તેના યોગક્ષેમનું વહન કરી શકે તે ખાતરી માતા ષોડશી આપે છે!
આપણે દશ મહાવિદ્યા વિષે વાત કરી રહ્યા હતા જેમાં ચોથી મહાવિદ્યા માં ષોડશી છે.સોળ અક્ષરના મંત્રની અધિષ્ઠાત્રી દેવી માતા ષોડશી છે. માતા ષોડશી મા ત્રિપુરા સુંદરી તરીકે પણ ઓળખાય છે. જે ષોડશ કળાની દેવી છે.માતા લલિતા અને રાજ રાજેશ્વરી દેવી તરીકે પૂજાય છે.ત્રિપુરા રાજ્યમાં ત્રિપુરા સુંદરી શક્તિપીઠ છે અને સતી માતાએ ધારણ કરેલા વસ્ત્ર આ જગ્યા એ પડ્યા હતા. ત્રિપુરા સુંદરીનું રહસ્ય અતિ ગોપનીય છે અને દરેક કાર્ય માટે માતાની આરાધના ફળદાયી નીવડે છે. રાજરાજેશ્વરી માં ત્રિપુરા સુદનરીના સોળ અક્ષરના મંત્રને શ્રી વિદ્યામાં પ્રમુખ માનવામાં આવે છે અને શ્રીવિદ્યાની શૌરાત અને અંત માતા ષોડશીથી જ થાય છે! શ્રી યંત્ર સિદ્ધિ અને શ્રી વર્ષા માટે મન મનોરમ્ય સ્વરૂપની તેનું રહસ્ય સમજી ભજવું પડે છે, માતા સ્વયં સિદ્ધ છે અને તેની શાંત મુદ્રા થી તે જીવનના તમામ સુખ આપનારી છે વળી જે સાધક શ્રી વિદ્યા કરી લે છે તેમને જીવનમાં કોઈ સુખની કમી રહેતી નથી. દશ મહાવિદ્યાનું આ રૂપ અત્યંત સુખાકારી આપનારું અને જગતનું પાલન કરનારું તથા તમામ ભોગ અને સુખ આપનારું નયનરમ્ય સ્વરૂપ છે! સાધક તેમના જીવનનું અને તેમના ઉત્તરદાઈત્વનું પાલન કરી શકે યોગક્ષેમનું વહન કરી શકે તે ખાતરી માતા ષોડશી આપે છે.
—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨