મેષઃ–
આજે સુખદ અનુભવ થશે. કોઈ સમારોહ અથવા પાર્ટીમાં વ્યસ્ત રહેશો. યુવાનોને ઈન્ટરવ્યુ વગેરેમાં સફળતા મળવાની સંપૂર્ણ અપેક્ષા છે. સમજી વિચારીને લેવામાં આવેલો નિર્ણય તમારા માટે યોગ્ય સાબિત થશે.ક્યારેક ક્યારેક ક્રોધ અને ઉતાવળના કારણે કામ ખરાબ થઈ શકે છે. તેથી કોઈના પર વિશ્વાસ ન કરવો. કારણવગર ડર અને બેચેની રહેશે. આ સમયે ખર્ચો પણ વધી શકે છે.કાર્યક્ષેત્રમાં બનાવવામાં આવેલી નીતિઓ અને યોજનાઓનો અમલ કરવાનો અનુકૂળ સમય છે. આળવ ન કરવી. સાથે એ પણ ધ્યાન રાખવું કે બેદરકારીને કારણે કોઈ મોટો ઓર્ડર હાથમાંથી નીકળી ન જાય.મુશ્કેલ સમયમાં મિત્રો તથા પારિવારિક લોકોનો ભરપૂર સહયોગ મળશે.
વૃષભઃ–
આજનો દિવસ ખાસ કરીને મહિલાઓ માટે અનુકૂળ છે. કાર્ય પ્રત્યે સજાગતા તેમને સફળતા પ્રદાન કરશે. કોઈ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધી તમારી રાહ જોઈ રહી છે, તેથી આ સમયનો સદુપયોગ કરવો.ક્યારેક ક્યારેક નાની વાતોના લીધે ચિંતિત થવાથી ઘરનું વાતાવરણ ખરાબ કરી થઈ છે. તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો. રાજનીતિક અથવા સામાજીક પ્રવૃત્તિઓમાં તમારી છાપ સારી રાખવી જરૂરી છે.આસપાસના વેપારીઓની સાથે ચાલી રહેલી સ્પર્ધામાં તમારો વિજય થશે. કેટલીક સમસ્યા આવી શકે છે, તેને સરળતાથી હલ કરવાનો પ્રયાસ કરવો. કોઈ સારો ઓર્ડર અથવા ડીલ થાય તેવી અપેક્ષા છે. નોકરીમાં કોઈ પ્રોજેક્ટમાં સફળતા મળશે.
મિથુનઃ–
ઘરના મોટા વડીલો તથા વરિષ્ઠ વ્યક્તિઓની સલાહ અને માર્ગદર્શનનો અમલ કરો. આ સમયે કોઈ મહત્ત્વપૂર્ણ યાત્રાનો પ્લાન બની શકે છે.તમારા વધતા વ્યક્તિગત ખર્ચાઓ પર કાપ મૂકો. રોકાણ કરવા માટે આ સમય યોગ્ય નથી. ઘરની વ્યવસ્થાને લઈને તણાવ રહેશે જેની અસર તમારી કાર્યક્ષમતા પર પણ પડી શકે છે.વ્યવસાયમાં ગંભીરતા પૂર્વક કામ કરવાની જરૂર છે. સંગીત, સાહિત્ય, કલા વગેરે સંબંધિત કાર્યમાં સફળતા મળશે. નોકરીમાં બોસ અને અધિકારીઓની સાથે સંબંધોમાં ખટાસ ન આવવા દો.
કર્કઃ–
આજે તમારે મહત્ત્વપૂર્ણ કાર્ય આયોજિત રીતે પૂર્ણ થશે. તેનાથી તમને અમુક હદ સુધી શાંતિ મળશે. ઉધાર આપેલા પૈસા પણ પાછા મળવાની સંભાવના છે. યુવાનોને પોતાના પ્રોફેશનલ અભ્યાસમાં યોગ્ય સફળતા મળશે.ધ્યાન રાખવું કે નાની એવી ભૂલ પણ તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. તેથી તમારી દિનચર્યાને વ્યસ્થિતિ રીતે પસાર કરો. મહિલાઓએ પોતાના માન-સન્માનને લઈને સજાગ રહેવું.
સિંહઃ–
કોઈપણ કાર્ય કરવામાં બીજાની સલાહની અપેક્ષા તમારી લાયકાત પર વિશ્વાસ કરો. આજે તમે તમારી દિનચર્યાને શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત રીતે પસાર કરશો. જેનાથી કોઈપણ અટવાયેલા કાર્ય પણ ઝડપથી થશે.કામમાં વધારે શિસ્તબદ્ધતા બીજાની સમસ્યાનું કારણ બની શકે છે. યુવાન વર્ગ પોતાની કરિયરને લઈને અસંતુષ્ટ રહેશે. અત્યારે તેમને વધારે મહેનત કરવાની જરૂર છે. જમીન સંબંધિત મામલામાં વિવાદ વધી શકે છે.
કન્યાઃ–
તમામ જવાબદારીઓને તમારી ઉપર ન લઈને કેટલીક જવાબદારીઓ પરિવારમાં વહેંચવી. તેનાથી તમે તમારા વ્યક્તિગત કાર્યમાં પણ સમય પસાર કરી શકશો અને શાંતિનો પણ અનુભવ મળશે. વાહન અથવા મકાન ખરીદવા માટે લોન સંબંધિત કાર્યવાહી જલ્દી પૂરી થઈ જશે.તમારી મહેનત પ્રમાણે તમને યોગ્ય પરિણામ પ્રાપ્ત ન થવાથી મન ઉદાસ રહેશે. સંતાન સંબંધિત કેટલીક સમસ્યા રહી શકે છે. પરંતુ આ સમયે ગુસ્સો કરવાની જગ્યાએ ધીરજથી પરિસ્થિતિઓને હલ કરવાનો પ્રયાસ કરો.
તુલાઃ–
આજે ગ્રહોની સ્થિતિ સારી રહેશે. ઘરમાં નજીકના લોકોના આગમનથી મનોરંજન અને આનંદિત વાતાવરણ રહેશે. કોઈ ધાર્મિત આયોજનનો પણ પ્રોગ્રામ બની શકે છે. સંતાન સંબંધિત કાર્ય શાંતિપૂર્ણ રીતે પૂરું થશે.અજાણ્યા લોકો પર વધારે વિશ્વાસ ન કરવો. તમારી સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી થઈ શકે છે. ધ્યાન રાખવું કે તમારા સરળ સ્વાભાવનો કેટલાક લોકો ફાયદો ઉઠાવી શકે છે. તમારી યોજનાઓ તથા પ્રવૃત્તિઓને કોઈની પણ સાથે શેર ન કરો.
વૃશ્ચિકઃ-
આજે મોટાભાગનો સમય પારિવારિક પ્રવૃત્તિઓમાં પસાર થશે. જો કોઈ સરકારી કામ અટાવાયેલું છે તો તે આજે પૂરું કરવા માટે યોગ્ય સમય છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા પ્રયાસોમાં સફળતા મળશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ સર વધશે.નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહેવું. બીન જરૂરી ખર્ચાઓ કરવાનું ટાળવું. પાડોસીઓ સાથે સંબંધ ખરાબ ન કરવો.
ધનઃ–
આજે તમે કાર્યને ઉતાવળને બદલે શાંતિથી અને સમજી વિચારીને પૂરું કરવાનો પ્રયાસ કરો, તેનાથી તમને સારું પરિણામ મળશે. પરિવાર તથા સમાજમાં તમારું વર્ચસ્વ જળવાય રહેશે. અટવાયેલા પૈસા પણ પાછા મળી શકે છે.ઉતાવળ અથવા બેદરકારીના કારણે કેટલાક કાર્યમાં સમસ્યા આવી શકે છે. બાળકોને વધારે રોક ટોક ન કરવી, તેનાથી તેમનો આત્મવિશ્વાસ ઓછો થશે. કેટલીક વાર અકારણસર ગુસ્સો કરવો પણ તમારા માટે નુકસાન કારક રહેશે.આ સમય વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન વધારે કેન્દ્રિત રાખવું.
મકરઃ–
વ્યર્થની પ્રવૃતિઓ પરથી ધ્યાન હટાવીને થોડો સમય પોતાના માટે પસાર કરો. આત્મ ધ્યાન કરવાથી તમને ઘણી શાંતિ મળશે અને તણાવમાંથી મુક્તિ મળશે. આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે પણ તમારે પ્રયત્ન ચાલુ રાખવા પડશે.કેટલીકવાર વધારે વિચાર કરવાથી ઘણી સારી તક હાથમાંથી જતી રહે છે. તેથી તરત નિર્ણય લેવાનો પ્રયાસ ન કરવો. સમય અનુસાર તમારા વ્યવહારમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે.તમારો વ્યવસાય વધારવા માટે કોઈપણ નવું કામ શરૂઆત કરવા માટે આ સમય યોગ્ય છે.
કુંભઃ–
પાર્ટનરશિપ સંબંધિત વ્યવસાયમાં પણ સ્થિતિ સારી રહેશે.પારિવારિક વાતાવરણમાં કોઈપણ પ્રકારની ગેરસમજના કારણે ઝઘડો થઈ શકે છે. વાતાવારણ સુખદ રાખવા માટે પરિવારના લોકોની સાથે સમય પસાર કરવો યોગ્ય રહેશે.આ સમયે સોજો અથવા યુરિન સંબંધિત ઈન્ફેક્શન થવાની આશંકા છે. બેદરકારી જરાય દાખવી નહીં અને સમયસર સારવાર કરાવી.
મીનઃ–
દિવસની શરૂઆત સકારાત્મક રહેશે. તમે તમારા સન્માન અને આદર્શોને પૈસા કરતા વધારે મહત્વ આપશો. તમારા કર્મના જાતે પ્રધાન હોવાથી તમે તમારા ભાગ્યનું પણ નિર્માણ કરશો. જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનો રસ રહેશે.વ્યક્તિગત કાર્યમાં વધારે વ્યસ્ત હોવાને કારણે તમે પારિવારિક કાર્યો પર વધારે ધ્યાન નહીં આપી શકો. જેના કારણે તમારે પરિવારના લોકોની નારાજગી સહન કરવી પડે શકે છે.કામ સંબંધિત બાબતોમાં કેટલાક ફેરફાર થશે જે સકારાત્મક રહેશે.