તા. ૩૦.૫.૨૦૨૩ મંગળવાર,
સંવંત ૨૦૭૯ જેઠ સુદ દશમ,
નક્ષત્ર: હસ્ત
યોગ: સિદ્ધિ
કરણ: વણિજ
આજે જન્મેલાંની ચંદ્રરાશિ કન્યા (પ ,ઠ ,ણ) રહેશે.
મેષ (અ,લ,ઈ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં ખ્યાલ રાખવો, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ છે.
વૃષભ (બ,વ,ઉ): સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.
મિથુન (ક,છ,ઘ): તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય,આજ દિવસે યોગ્ય નિર્ણય કરી શકો.
કર્ક (ડ,હ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય,મિત્રોની મદદ મળી રહે.
સિંહ (મ,ટ) : તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો,સામી વ્યક્તિ પાસે થી કામ લઇ શકો ,શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો, તમારા કાર્યની સરાહના થાય.
તુલા (ર,ત) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય, યોગ્ય જગ્યા એ નાણાં રોકી શકો .
વૃશ્ચિક (ન ,ય) : વેપારીવર્ગને મધ્યમ રહે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ): નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે, વેપારીવર્ગને લાભ થાય,ધંધા રોજગાર માં સારું રહે,પ્રગતિ થાય.
મકર (ખ,જ) : ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
કુંભ (ગ ,સ,શ) : ભ્રમની સ્થિતિઓમાં થી હવે બહાર આવવાની જરૂર છે, તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.
મીન (દ,ચ,ઝ,થ): આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
ગોચર ગ્રહો મુજબ ભારતીય ડિજિટલ પેમેન્ટ માર્કેટ વોલ્યુમની દ્રષ્ટિએ વાર્ષિક 50 ટકાના દરે વધી રહ્યું છે અને આગામી વર્ષોના લક્ષયાંક પણ ખુબ ઊંચા છે. હાલમાં બુધ રાહુ ગુરુ યુતિ ચાલી રહી છે બુધ મુદ્રા છે વ્યાપાર છે જયારે રાહુ અને બુધ સાથે મળીને ડિજિટલ પેમેન્ટ બને છે. આભાસી મુદ્રા પણ બુધ રાહુના અધિપત્યમાં આવે છે વળી સાયબર ફ્રોડ પણ બુધ રાહુના અધિપત્યમાં આવે છે અને બુધ રાહુના સાથે આવવાથી તેમાં પણ વૃદ્ધિ થવા પામી છે.
મંગળ,શનિ અને રાહુ પ્રકારના ક્રિમિનલ પકડવામાં એજન્સીઓને વર્ષોની પ્રેક્ટિસ છે પરંતુ આ નવા પ્રકારના બુધ રાહુના ફ્રોડ કરતા લોકો સુધી પહોંચવું એજન્સીઓ માટે પણ ચેલેન્જ રૂપ બને છે જે આપણે સૌ જાણીએ છીએ આગામી દિવસોમાં સાયબર ક્રાઇમ વરવું રૂપ લેતો જોવા મળશે. આગામી દિવસોમાં શનિ વક્રી થઇ રહ્યા છે. કર્મના કારક શનિ મહારાજ કામમાં રિપીટેશન આપે છે એક જ કામ ફરી કરવાનું કહે છે.
ઘણા કાર્યમાં બિનજરૂરી રિપીટેશન પણ જોવા મળે અથવા બીજજરુરી યાત્રા પણ કરાવે અને નવેસરથી કોઈ ફોર્મ પણ ભરાવે કે કોઈ પણ પ્રોસિજર ફરી રિપીટ કરાવે. સવારે ઓફિસ જવા માટે ઘરેથી નીકળો લગભગ અરધા રસ્તે પહોંચ્યા પછી ખ્યાલ આવ્યો કે હું મોબાઈલ ઘરે ભૂલી ગયો છું એટલે યુ ટર્ન લઇ ફરી ઘરે આવવાનું થયું તો એક ક્લાયન્ટનો હમણાં જ કોલ આવ્યો કે એક ઓફીસીઅલ મેટર આજે પૂર્ણ થવાની તૈયારીમાં હતી અને ફરીથી તેમાં કેટલીક પ્રોસિજર કરવાની આવી છે.તો બીજી તરફ આઇપીએલ ફાઇનલ પણ બીજા દિવસ પર ગઈ છે. આમ આ સમયમાં ઘણા કાર્ય ફરી રિપીટ કરાવી શનિ મહારાજ કોઈ લેસન આપવા માંગે છે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨