મેષ (Aries):
તમે જે પ્રકારે દિવસ શરૂ કરવા ઈચ્છતા હતા તે પ્રકારે આજના દિવસની શરૂઆત થઈ શકે છે. કંઈક નવું કરવા માટે તમને ચાર્જ મળવાની શક્યતા છે. નાની મોટી ચોરી થવાની સંભાવના હોવાને કારણે તમારી વસ્તુઓને સુરક્ષિત રીતે મુકી રાખો. તમે તમારી વ્યવહાર કુશળતા અને સમજણ દ્વારા કોઈ અધૂરા કામને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. લોકોની વચ્ચે તમારા વખાણ પણ થશે. કોઈ નજીકના મિત્રની કાર્યપ્રણાલીમાં પણ તમારું યોગદાન રહેશે.
વૃષભ (Taurus):
તમારી દૈનિક પ્રવૃત્તિના કારણે તમને તમારો દિવસ મેનેજ કરવામાં માર્ગદર્શન મળી શકે છે. કોઈ ખાસ મુલાકાતને કારણે ભવિષ્ય માટેના સ્પષ્ટ સંકેત મળી શકે છે. તમને દાન કરવાની અને લોકોને મદદ કરવાની ઈચ્છા થઈ શકે છે. આજે તમારે તમારા કોઈ પ્રિય મિત્રની આર્થિક મદદ કરવી પડી શકે છે. આવું કરવાથી તમને સુકૂન મળશે. પારિવારિક લોકો સાથે ઘરને લગતી વસ્તુઓની ખરીદદારી કરવામાં સમય પસાર થશે. મિત્રો સાથે હરવા-ફરવાનો પણ પ્રોગ્રામ બનશે.
મિથુન (Gemini):
તમારામાંથી ઘણા લોકો પોતાના નજીકના મિત્રોથી બચીને રહે છે. આ પ્રકારે કરવાની કોઈ જ જરૂરિયાત નથી. તમે મોટાભાગના દિવસ ઘરમાં રહીને આનંદ લઈ શકો છો. આજે પેપરવર્ક કરવાનો દિવસ છે. આજે કોઈ ખાસ વિષય ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે. સાથે જ ધાર્મિક તથા અધ્યાત્મિક પ્રવૃત્તિના લોકો સાથે થોડો સમય પસાર કરવો તમને માનસિક સુકૂન આપશે.
કર્ક (Cancer):
જેન્યુઈન ટીમવર્ક પર્ફોર્મન્સ આપવું ખૂબ જ જરૂરી હોઈ શકે છે. જો તમે રિલેશનશીપમાં છો અથવા પરિણીત છો તો તમારા વિશે લોકોએ નકામી ધારણાઓ બાંધેલી હોઈ શકે છે. ખુદને પેમ્પર કરવા માટે આજે ખૂબ જ સારો દિવસ છે. આજના દિવસનો થોડો સમય તમારા રસના કાર્યો માટે કાઢો. આવું કરવાથી તમને સુકૂન અને નવી ઊર્જા અનુભવ થશે. પરિવારને લઈને ચાલી રહેલી કોઇ સમસ્યાનો પણ ઉકેલ મળી શકે છે.
સિંહ (Leo):
તમે તમારા મનમાં જે પણ ધારણા બાંધેલી છે, તે ટૂંક સમયમાં દૂર થઈ શકે છે અને તમે વાસ્તવિકતા જોઈ શકશો. કામ પ્રત્યે કમિટેડ રહેવાથી તમને તમારું સ્થાન મળી શકે છે. આજનો દિવસ ખૂબ જ બિઝી રહી શકે છે. કોઈપણ બાબતને ટાળવાનો પ્રયાસ ના કરશો. તમારા વ્યક્તિગત મામલાઓમાં અન્ય લોકોની સલાહની જગ્યાએ પોતાના નિર્ણયને પ્રાથમિકતા આપવી તમારા માટે યોગ્ય રહેશે. આ સમયે ઘરમાં કોઈ પ્રકારના પરિવર્તનની યોજનાઓ બનશે.
કન્યા (Virgo):
આજના દિવસે પ્રિય વ્યક્તિ સાથે વાત કરવાથી તમારો દિવસ સારો પસાર થઈ શકે છે. તમે જે વ્યક્તિથી પરિચિત છો, તે વ્યક્તિથી દૂર રહેવું જોઈએ. તમે આજે કેટલીક વ્યક્તિઓ સાથે ફરીથી જોડાઈ શકો છો. ઘરમાં સંબંધીઓ કે નજીકના મિત્રના આવવાથી સુખમય વાતાવરણ રહેશે. સંતાનને લઈને ચાલી રહેલી કોઈ ચિંતા દૂર થવાથી રાહત રહેશે. થોડો સમય ધાર્મિક કે આધ્યાત્મિક સ્થળે પસાર કરો.
તુલા (Libra):
તમારી રાશિ તમને સાબિત કરવાનો એક અસામાન્ય મોકો આપી શકે છે. તમારે તેનો લાભ લેવો જોઈએ. તમારી સાદગીના કારણે તમને ખૂબ જ પુરસ્કાર મળી શકે છે. તમારે પૈસાના મામલે સ્પષ્ટ હિસાબ રાખવો જોઈએ. આજે કોઈ ખાસ સફળતા મલી શકે છે. સાથે જ તમને તમારી આવડત દર્શાવવાનો અવસર મળી શકે છે. ઘરની દેખરેખને લગતા કાર્યોમાં સુધારને લગતું કામ થઈ શકે છે.
વૃશ્વિક (Scorpio):
આજના દિવસે તમામ કામ સમયસર પૂરા કરવા એક ચેલેન્જ હોઈ શકે છે. આખા દિવસની ઊર્જા સંતુલિત કરવા માટે જર્નલિંગ કરો અથવા સવારે મેડીટેશન (ધ્યાન) કરો. જે વ્યક્તિ પહેલેથી જ મુશ્કેલીમાં ફસાયેલ હોય તેને હેરાન કરવાની કોશિશ ના કરો. ગ્રહ ગોચર અનુકૂળ છે. લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા અને તણાવથી રાહત મળશે. ભાઈઓ સાથે પણ સંબંધ મધુર બનવાથી પારિવારિક વાતાવરણમાં સુખદ ફેરફાર આવશે.
ધન (Sagittarius):
તમારે લોકો પર તરત જ નહીં પરંતુ ધીરે ધીરે વિશ્વાસ કરવાનું શરૂ કરવું જોઈએ. જેના કારણે તમારું રોજનું જીવન પ્રગતિશીલ બની શકે છે. અગાઉની ઘટના ફરી એકવાર પુનરાવર્તિત થઈ શકે છે. દાન કરવાથી સંતોષકારક પરિણામ પ્રાપ્ત થવાની સંભાવના રહેલી છે. સમય અનુકૂળ છે. તમારા કોઈ ખાસ પ્રોજેક્ટમાં સફળતા મળવાની શક્યતા છે. તમારી વાણી તથા કાર્ય કરવાની શૈલીથી લોકો પ્રભાવિત થશે. દોડભાગ વધારે હોવા છતાંય તેનો થાક રહેશે નહીં.
મકર (Capricorn):
કોઈ જૂના પરિચિત વ્યક્તિને આર્થિક મદદની જરૂર ઊભી થઈ શકે છે. તમારે તમારી બચતમાં વધારો કરવાની જરૂરિયાત છે. આરોગ્ય મુદ્દે કાળજી લેવામાં વિલંબ ના કરવો જોઈએ. ખાસ કરીને દાંતની સમસ્યા હોય તો તેનું નિવારણ લાવવું જરૂરી છે. આજે લોકો સાથે મુલાકાત થશે. કોઈ સમારોહ વગેરેમાં જવાનો અવસર મળી શકે છે. તમારા મનમાં જે પણ સપના કે કલ્પનાઓ છે, તેને સાકાર કરવા માટે યોગ્ય સમય છે.
કુંભ (Aquarius):
સવાર સવારમાં તમને કોઈ જવાબદારીનો બોજ મળી શકે છે, ત્યારબાદ પરિસ્થિતિ કાબૂમાં આવી શકે છે. કોઈપણ પ્રકારની ગેરસમજ ઊભી ના થાય તે માટે કમ્યુનિકેશન ક્લિઅર હોવું જરૂરી છે. ભાઈ બહેનને એકબીજાના સહયોગની આવશ્યકતા હોઈ શકે છે. આ સમયે સમજી-વિચારીને લેવામાં આવેલ નિર્ણય ભવિષ્યમાં લાભ આપી શકે છે. તમારી યોગ્યતા અને યોગ્ય કાર્ય પ્રણાલી તમારા કાર્યોમાં વધારે ગતિ આપશે.
મીન રાશિફળ (Pisces):
સાધારણ જીવન કંટાળાજનક બની શકે છે અને તમે કેટલીક ઉચ્ચ આકાંક્ષાઓ પૂર્ણ કરવા માંગો છો. કોઈ જૂના બોસ તમારી મદદ માંગવા માટે સંપર્ક કરી શકે છે. તકો મર્યાદિત છે પરંતુ તમે તમારા માટે એક શોધી તક શકશો. તે મેળવવાનો સમય છે અને તમે તેનો સંપૂર્ણ ઉપયોગ કરી શકો છો. સમય અનુકૂળ છે. માત્ર અવસરવાદી થઈને અવસરનો લાભ ઉઠાવવાની જરૂરિયાત છે. જોકે, તમને તમારી યોગ્યતા પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે.