તા. ૧૧.૫.૨૦૨૩ ગુરુવાર
સંવંત ૨૦૭૯ વૈશાખ વદ છઠ
નક્ષત્ર: ઉત્તરાષાઢા
યોગ: શુભ
કરણ:વિષ્ટિ
આજે જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ,જ) રહેશે.
મેષ (અ,લ,ઈ): વિચારોનું આદાન પ્રદાન કરી શકો,મનોમંથન કરી શકો,કાર્ય માટે નવી યોજના બનાવી શકો.
વૃષભ (બ,વ,ઉ): તમારા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,ધાર્યા કામ પર પડી શકો,નાના યાત્રા પ્રવાસ કરી શકો .
મિથુન (ક,છ,ઘ): ધીમે ધીમે પરિસ્થતિ તરફેણ માં આવે,મિત્રોની મદદ મળી રહે,વિચારોમાં પરિવર્તન જોવા મળે.
કર્ક (ડ,હ): સંયુક્ત સાહસો માં સારું રહે, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે,શુભ દિન.
સિંહ (મ,ટ) : તમને વારંવાર દુઃખ હશે, અમુક સંબંધોમાં યોગ્ય પ્રતિભાવ ના મળે, નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો લાભ થશે.
કન્યા (પ ,ઠ ,ણ ): ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો ને આગળ સારું રહે,વિદેશ બાબત વિચારી શકો,મધ્યમ દિવસ
તુલા (ર,ત) : તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય, નવી વસ્તુ વસાવી શકો, લાભદાયક દિવસ
વૃશ્ચિક (ન ,ય ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ થી કાર્ય સિદ્ધ થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય .
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો,તમારા વિચારોની સરાહના થાય,દિવસ શુભ રહે.
મકર (ખ ,જ ) : તમારી જાતને સમજવાની તક મળે,એકાંત થી લાભ થાય,મનોમંથન કરવું જરૂરી બને .
કુંભ (ગ ,સ,શ ): વાણી વર્તનમાં વિશેષ કાળજી રાખવી પડે,કોઈને તમારાથી દુઃખના થાય તે કાળજી રાખજો, દિવસ મધ્યમ રહે.
મીન (દ ,ચ ,ઝ ,થ): મિત્રો સાથે હળવાશની પળો વિતાવી શકો,અણધાર્યા લાભ થઇ શકે, ખુશીનો માહોલ રહે,આનંદદાયક દિવસ.
આપણા દરેકના દરેક જીવનનું એક ચોક્કસ ધ્યેય હોય છે
ઘણી વાર જન્મકુંડળીમાં આત્માનો અભ્યાસ ખુબ રસપ્રદ બની જાય છે આત્માની જન્મોજન્મની સફર અને તેના હેતુથી સામાન્ય રીતે આપણે અજાણ હોઈએ છીએ. આપણા દરેકના દરેક જીવનનું એક ચોક્કસ ધ્યેય હોય છે. મારા સંશોધન માટે કેટલાક ચાર્ટ સ્ટડી કરી રહ્યો હતો ત્યારે બે ચાર્ટ મારી સામે ઘણા આશ્ચર્ય વચ્ચે આવ્યા પૉપ સ્ટાર માઈકલ જેક્સન કે જેને ઘણી નવી શરૂઆતો કરી અને મૃત્યુ પછી પણ તેનો કરિશ્મા બરકરાર રહ્યો તો નાની ઉંમરે ખુબ ખ્યાતિ પામેલી અને સિંગિંગ માં નવો જ ટ્રેન્ડ બનાવનાર એ વખતની સુપર સ્ટાર નાઝીયા હસન!!
આ બધા ના જીવનમાં બેશુમાર ખ્યાતિ જોવા મળી અને તેમનું જીવન અનેક વિસંગતતાથી ભરેલું પણ હતું!! જગતમાં કોઈ પણ ક્ષેત્રમાં સીમાચિહનરૂપ કામ કરનાર કે એક વીજળીના ચમકારાની જેમ ચમકીને ગાયબ થઇ જનાર આ આત્માઓ ફરીફરીને આ લોક પર આવે છે અને તેના જીવન કવનને આગળ ધપાવે છે આ પેટર્ન તેમના ચાર્ટમાં થી ઉજાગર થાય છે અને આગામી જન્મમાં તેઓ ક્યાં અને કઈ ગતિવિધિમાં હશે એ પણ સંશોધનનો વિષય છે અને જયારે તેને અનુરૂપ ચાર્ટ સામે આવે ત્યારે ખ્યાલ આવે કે આ વ્યક્તિ તેના અધૂરા કર્મ પુરા કરવા આવેલી છે.
કાર્મિક જ્યોતિષ સંતો મહાપુરુષો અને સમાજસેવકોના ધ્યેય અને તેની જન્મોજન્મની ગતિ પર પણ ધ્યાન આપે છે અને આ રહસ્યમય વિજ્ઞાનથી એવા લોકો જયારે બીજા જન્મમાં સામે આવે છે ત્યારે તેને તેના આત્માના સાચા રૂપનું જ્ઞાન આપી એ તરફ કામ કરવા નિર્દેશ કરે છે.
-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨