મેષ રાશિફળ (Aries):
આ સમયે કોઇપણ પ્રકારનું દેવુ લેવાથી બચવું. વેપારમાં ફાયદો આપતી નવી યોજનાઓ બનશે. શારીરિક અને માનસિક થાક રહી શકે છે. ઘરેલુ કાર્યોને પ્રાથમિકતા આપીને પૂર્ણ કરવાની કોશિશ કરશો.ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારો રસ રહેશે. આજે કોઇપણ નવા કાર્યને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. તમારામાં નવી વસ્તુઓને જાણવાની ઇચ્છા રહેશે. થોડો સમય એકાંતમાં તથા આત્મચિંતન કરવામાં પસાર કરશો.
વૃષભ રાશિફળ (Taurus):
રાજનૈતિક તથા અનુભવી વ્યક્તિની સલાહ તથા મદદ તમારા વ્યવસાયને નવી દિશા પ્રદાન કરશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. ઘરમાં કોઇ ધાર્મિક આયોજન પણ પૂર્ણ થઇ શકે છે. તમારા સ્વભાવમાં પોઝિટિવિટી જાળવી રાખવા માટે સારા સાહિત્ય તથા સારા લોકોના સંપર્કમાં રહો. તમને કોઇ સારી સફળતા મળવાની છે. તમારાથી આ સમયે કોઇ ભૂલ થવાની શક્યતા છે. તણાવને હાવી થવા દેશો નહીં. પરિવારમાં યોગ્ય અને સારું વાતાવરણ જળવાયેલું રહેશે.
મિથુન રાશિફળ (Gemini):
જેટલો વધારે પરિશ્રમ કરશો તેટલું જ અનુકૂળ પરિણામ પણ પ્રાપ્ત થશે. દૈનિક કાર્યોને શાંતિથી પૂર્ણ કરશો. સ્વાસ્થ્ય સારું રહેશે. કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ પાસેથી સહયોગ મળશે. પરિવારનું વાતાવરણ સુખમય રહેશે. આજે તમે શારીરિક અને માનસિક રીતે આશ્ચર્યજનક પોઝિટિવ ઊર્જા અનુભવ કરશો. જેના કારણે અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં તમને સરળતા રહેશે. યુવાઓને તેમની યોગ્યતા પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.
કર્ક રાશિફળ (Cancer):
તમારી સહનશક્તિમાં ઘટાડો ન આવવા દેશો. બપોર પછી સમય ખૂબ જ શાંતિપૂર્ણ અને અનુકૂળ છે. અન્ય માટે પ્રેરણાદાયી રહેશે. પારિવારિક જીવન ખૂબ જ સુખ-શાંતિ પૂર્ણ પસાર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. વેપારમાં આ સમયે નજર રાખવાની જરૂરિયાત છે. પાર્ટનરશિપને લગતા કાર્યોમાં પારદર્શિતા જાળવી રાખવી જરૂરી છે. તમારી દિનચર્યાને લગતા કાર્યોમાં સંપૂર્ણ ઊર્જા લગાવીને ધ્યાન આપી શકશો. સ્વાસ્થ્ય સારું રહેશે. કોઇપણ મોટું રોકાણ કરતા પહેલાં તેને લગતી સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો.
સિંહ રાશિફળ (Leo):
તમે પ્રયત્ન કરી રહ્યા છો, પરંતુ જે વસ્તુઓ તમારા માટે લખવામાં આવી છે તમે તેમને સમજવાનો પ્રયાસ નથી કરી રહ્યા અને તેના કારણે તમને વારંવાર નિષ્ફળતા મળતી જોવા મળશે. બીજા લોકોની નજરમાં પોતાને શ્રેષ્ઠ બનાવવા કરતાં તમારી નજરમાં તમારી છબ્બીને સુધારવાના પ્રયત્નો વધારવાની જરૂર પડશે તો જ અન્ય વસ્તુઓમાં પરિવર્તન આવશે. પરિવાર સાથે હરવા-ફરવા તથા ડિનરનો પ્રોગ્રામ બનશે.
કન્યા રાશિફળ (Virgo):
ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે તમારો વધતો વિશ્વાસ પણ તમને શાંતિ અને માનિસક સુખ આપશે. કોઇ નજીકના સંબંધી કે મિત્ર પાસેથી સામાન્ય વાતને લઇને મતભેદ થઇ શકે છે. તમારા બિઝી શિડ્યુલમાંથી થોડો સમય તમારા પરિવાર અને મિત્રો માટે પણ કાઢો. તેમના દ્વારા નવી જાણકારીઓ તથા સફળતા પ્રાપ્ત થઈ શકે છે. તમે તણાવમુક્ત તથા ઊર્જાવાન અનુભવ કરી શકો છો.
તુલા રાશિફળ (Libra):
કોઇ પ્રતિષ્ઠિત સંસ્થા સાથે જોડાવાનો અવસર મળશે. પરિવાર સાથે કોઇ ધાર્મિક અનુષ્ઠાનમાં જવાનો અવસર પ્રાપ્ત થશે. ભાવનાઓમાં આવીને લેવામાં આવતા નિર્ણય નુકસાનદાયી સાબિત થઈ શકે છે. એટલે તમારી આ નબળાઈ ઉપર વિજય પ્રાપ્ત કરવો જરૂરી છે. વધારે ગુસ્સો તમારા સ્વાસ્થ્ય અને કાર્યોમાં હાનિનું કારણ બની શકે છે. સંબંધોને મજબૂત જાળવી રાખવાની તમારી કોશિશ સફળ થશે. સંબંધો ગાઢ બનશે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio):
વેપારમાં નવી પાર્ટીઓ તથા નવા લોકો સાથે વ્યવહાર કરતી સમયે થોડું સાવધાન રહો. બુદ્ધિમત્તા, હોશિયારથી તમે તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. સ્વાસ્થ્યને લગતી પરેશાની થઇ શકે છે. અયોગ્ય તથા બે નંબરના કાર્યોમાં રસ ન લેશો. તમારા વિરોધીઓની ગતિવિધિઓ ઉપર નજર રાખો. વેપારમાં આજે કોઇ કામ પ્રત્યે વધારે મહેનતની જરૂરિયાત છે. પરિવારમાં વાતાવરણ સુખદ રહેશે.
ધન રાશિફળ (Sagittarius):
તમે તે દરેક વસ્તુ પ્રાપ્ત કરવાની કોશિશ કરશો, જેની તમને ઇચ્છા હતી. પરિવારની જવાબદારીઓને નિભાવવામાં તમે સારી જીવનશૈલીનું ધ્યાન રાખશો. જીવનમાં દરેક પ્રકારનું સુખ પ્રાપ્ત મેળવવા છતાં તમારે તે કારણ શોધવાનો પ્રયાસ કરવો પડશે કે શા માટે તમે તમારી જાતને કોઈપણ પ્રકારના પ્રેમથી વંચિત રાખી રહ્યા છો. બીજા લોકોના વર્તનને કારણે તમારા માટે તમારા પોતાના વિશેના વિચારો બદલવા જરૂરી બનશે. જ્યાં સુધી માનસિક સમાધાન અને શાંતિ નહીં મળે ત્યાં સુધી તમે કોઈપણ પ્રકારની મોટી જવાબદારી નિભાવી શકશો નહીં.
મકર રાશિફળ (Capricorn):
કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત થવાથી વિતેલી યાદો તાજા થશે. ફાયનાન્સને લગતા કાર્યોને વધારે મહત્ત્વ આપો. આ સમયે મહેનત પ્રમાણે પ્રતિફળ ઓછું મળશે. ધીમે-ધીમે પરિસ્થિતિ તમારા પક્ષમાં આવતી જશે. સંતાનના કરિયર અને શિક્ષાને લગતી કોઈ ચિંતાનું સમાધાન મળવાથી રાહત મળશે. તમે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર પણ ધ્યાન આપી શકશો. તમારું કર્મ પ્રત્યે વધારે વિશ્વાસ રાખવું તમારા માટે હિતકારી રહેશે.
કુંભ રાશિફળ (Aquarius):
આ સમય માર્કેટિંગને લગતા કાર્યો તથા પેમેન્ટ કલેક્ટ કરવા માટે ખૂબ જ અનુકૂળ છે. ધન સંબંધિત યોજનાઓને યોગ્ય રીતે અમલમાં મૂકવાની જરૂર રહેશે. વર્તમાન સમયમાં ધન સંબંધિત અસંતુલનના કારણે નવી સમસ્યાઓ ઉભી થઈ શકે છે, જેના કારણે તમારાં માટે મુખ્ય સમસ્યા પર ધ્યાન આપવું શક્ય નહીં બને. પરિસ્થિતિ ગમે તે હોય, પણ જીવનમાં આર્થિક પરિસ્થિતિને મજબૂત રાખવી એ જ તમારું ધ્યેય હોવું જોઈએ.
મીન રાશિફળ (Pisces):
પરિવારમાં વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. દિવસ ખૂબ જ થાક સાથે પસાર થશે. આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઈને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ આપશે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. તમે લીધેલા નિર્ણયને કારણે તમને પસ્તાવો થઈ શકે છે, પરંતુ નિર્ણય સાથે સંકળાયેલી ભૂલો તમને ઘણું શીખવી રહી છે. આજથી આધ્યાત્મિક ઉર્જામાં પરિવર્તન જોવા મળશે.