મેષ રાશિફળ (Aries):
આજનો દિવસ ખૂબ જ શુભ દિવસ છે અને તમને સારા પરિણામ મળશે. આજનો દિવસ બીજાને મદદ કરવાનો રહેશે. તમને નજીકના ભવિષ્યમાં પરિણામ પણ મળશે. આજે તમારા ઘણાં અધૂરા કામો કરવામાં આવશે અને મહત્વની ચર્ચાઓ પણ થશે. આજનો દિવસ તમારા માટે શુભ છે અને આજે તમારું મન નવી યોજનાઓ કરવા માટે તૈયાર રહેશે. કોઈ મંદિર મુલાકાત લેવાનું વિચારી શકો છો, પરંતુ તમારે સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું જોઈએ.
વૃષભ રાશિફળ (Taurus):
આજનો દિવસ ઉત્તમ બની શકે છે. આજીવિકાની દ્રષ્ટિએ આજે તમને સફળતા મળશે. દિવસ દરમિયાન લાભની તકો મળશે, તેથી સાવચેત રહો. પરિવારમાં સુખ, શાંતિ અને સ્થિરતાનો આનંદ માણો. બધા લોકો એકબીજાને મદદ કરશે અને સમય જતાં એકબીજાને ટેકો આપશે. આજે તમને નોકરી અને ધંધાકીય બાબતમાં પણ સફળતા મળી શકે છે. આજે સાંજના પાંચ વાગ્યા સુધીમાં ખાસ ડીલ ફાઇનલ થઈ શકે છે. સરકાર તરફથી વિશેષ સન્માન મળી શકે છે.
મિથુન રાશિફળ (Gemini):
આજનો દિવસ સામાન્ય છે. પરિવાર સાથે ઘરે રહો અને સુરક્ષિત રહો. ખૂબ જ મહત્વપૂર્ણ કામ હોય તો જ બહાર જાઓ. ભાગીદારીમાં વેપાર કરવાથી ઘણો ફાયદો થશે. રોજિંદા ઘરના કામકાજને સંભાળવાની આજની સુવર્ણ તક છે. કદાચ આજે તમારે પુત્ર અને પુત્રીને લઈને કોઈ મોટો નિર્ણય લેવો પડશે. આજનો દિવસ ખૂબ વ્યસ્ત રહેવાનો છે. ધર્મ પ્રત્યે તમારી રુચિ ખૂબ વધી જશે. આ વ્યસ્તતામાં ભણવામાં થોડો સમય કાઢવો સારો રહેશે.
કર્ક રાશિફળ (Cancer):
ક્ષેત્રના વરિષ્ઠ અધિકારીઓ તમારા કામમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરશે. શુભ કાર્યોમાં રાત્રિનો સમય વિતાવશો. મન પ્રસન્ન રહેશે અને ક્યાંક અટકેલા પૈસાની પ્રાપ્તિ સાથે કાર્ય પૂર્ણ થશે. આજ બપોર બાદ પરિસ્થિતિ તમારા પક્ષમાં હશે. દિવસની શરૂઆતમાં તમારા મહત્વપૂર્ણ કાર્યો સાથે સંબંધિત રૂપરેખા બનાવો. સંતાન તરફથી કોઈપણ શુભ સમાતાર મળવાથી રાહત મળશે. આજનો દિવસ તમારા સ્વાસ્થ્ય માટે સજાગ રહેવાનો છે.
સિંહ રાશિફળ (Leo):
આજે દરેક બાબતે ખાસ કાળજીથી સંભાળવાની જરૂર છે. ધંધાના કિસ્સામાં જો તમે થોડું જોખમ લેશો તો મોટો ફાયદો થવાની આશા છે. જો તમે રોજિંદા કાર્યો ઉપરાંત કેટલાક નવા કાર્યનો પ્રયાસ કરશો તો તમને ફાયદો થશે. કોઈ પોતાના માટે કેટલાક પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. આજનો દિવસ તમને શુભ ફળ આપવાનો છે અને તમને આજે ફાયદાકારક પરિણામો મળશે. ધંધામાં જોખમ લેવાનું આજે ફાયદાકારક રહેશે. મુશ્કેલીઓ ધીરજ અને હળવા વર્તનથી સુધારી શકાય છે. તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને તમે જે કંઈપણ ઈચ્છો તે મેળવી શકો છો.
કન્યા રાશિફળ (Virgo)
તમે તમારી ક્ષમતા અનુસાર મહેનત કરી રહ્યા છો પરંતુ મનમાં ઉદ્ભવતી ચિંતાને કારણે કાર્ય ક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરવો શક્ય બનશે નહીં. વ્યક્તિ માત્ર ભવિષ્યની ચિંતા અનુભવી શકે છે. વર્તમાન પરિસ્થિતિથી સંબંધિત જે બાબતો તમને મુશ્કેલ લાગે છે અને જે બાબતોનો સામનો કરવા માટે તમે હજી તૈયાર નથી તેમાં પરિવર્તન લાવવાના પ્રયાસો કરવા પડશે. વર્તમાન સમયમાં તમને ધાર્યા કરતા અનેકગણું કામ કર્યા પછી જ ફળ મળવાનું છે. આજનો દિવસ તમારા માટે દરેક બાબતમાં સાવધ રહેવાનો છે. સંયમ અને સાવધાની રાખવી.
તુલા રાશિફળ (Libra):
આજનો દિવસ લાભકારી સાબિત થઈ શકે છે. કાર્ય વર્તનથી સંબંધિત તમામ વિવાદો આજે ઉકેલી શકાય છે. નવા પ્રોજેક્ટ પર પણ કેટલાક કામ શરૂ થઈ શકે છે. કાયમી મિલકતની બાબતમાં, પરિવાર અને આસપાસના લોકો થોડી મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરશે. આજનો દિવસ ખૂબ સર્જનાત્મક છે. તમે કોઈપણ રચનાત્મક અને કલાત્મક કાર્ય પૂર્ણ કરવામાં દિવસો વિતાવી શકો છો. તમને આજે સૌથી વધુ ગમતું કામ કરવા મળશે અને તમે તેમાં સારું પ્રદર્શન કરી શકશો.
વૃશ્ચિક રાશિફળ (Scorpio):
આજે તમે થોડો સમય આરામ કરવા માટે સક્ષમ હશો. તમે જીવન સંબંધિત દરેક વસ્તુને સાચા કે ખોટા પાસાથી તોલવાનો પ્રયત્ન કરશો, જેના કારણે તમારા માટે યોગ્ય નિર્ણય લેવાનું શક્ય બનશે. તમે લીધેલા કોઈપણ નિર્ણય માટે તમને પસ્તાવો થઈ શકે છે. જો તમે આ નિર્ણયને કારણે પીડામાંથી પસાર થઈ રહ્યા છો, તો તમારામાં પરિવર્તન લાવવાની ક્ષમતા પણ છે. ધ્યાનમાં રાખો કે પરિણામના ડરથી તમારી જાતને ખોટી પરિસ્થિતિમાં મૂકવાથી તમને વધુ નુકસાન થઈ શકે છે.
ધન રાશિફળ (Sagittarius):
આજુબાજુના લોકો સાથે કોઈ મુકાબલો ના થાય તો સારું. કોઈ શુભ કાર્યની ચર્ચા થઈ શકે છે. ભાગ્યમાં વિશ્વાસ રાખો અને આત્મવિશ્વાસથી કાર્ય કરો. રાત્રે કોઈ તમને કોઈ રીતે મદદ માટે પૂછી શકે છે. થોડા સમયથી તમે તમારી અંદર અદ્ધુત પરિવર્તન મહેસસૂ કરી રહ્યા છો. અંદર છુપાયેલી પ્રતિભા અને નોલેજને ઓળખો તથા ઉપયોગ કરો. આ સમય દ્વારા કરવામાં આવેલી મહેનતથી નજીકના ભવિષ્યમાં યોગ્ય પરિણામ મળશે.
મકર રાશિફળ (Capricorn):
હવામાનના બદલાવથી સમશીતોષ્ણુ વિકાર ઊભા થઈ શકે છે. ખોરાકમાં બેદરકારી ના રાખવી. બહાર જતા પહેલાં બધી મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખો અને નિયમોનું પાલન કરો. ધંધાની દ્રષ્ટિએ દિવસ આનંદદાયક રહેશે. ઘરના વૃદ્ધોની ખાસ સંભાળ અને આદર કરવાની જરૂર છે. જેનાથી તેઓ પોતાની જાતને ઉપેક્ષિત મહેસસૂ ન કરે. ક્યારેક ક્યારેક તમારા સ્વભાવમાં સ્વાર્થના કારણે કોઈ પ્રિય મિત્ર સાથે સંબંધ ખરાબ થઈ શકે છે.
કુંભ રાશિફળ (Aquarius)
સમાજમાં શુભ ખર્ચા થશે અને તેમ કરવાથી તમારી ખ્યાતિ વધશે. પરિવારમાં સુખ અને સમૃદ્ધિ મળશે. તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે, તમારા મનમાં આવતા વિચારો પર તરત જ કામ કરવાનું શરૂ કરો. ભલે તમને મોટી પ્રગતિ ન થાય, પરંતુ તમે જે રીતે પ્રયાસ કરતા રહેશો, તમે તમારી ભૂલોને બદલતા રહેશો અને નવા વિચારો મેળવતા રહેશો, જેના કારણે તમે ધીમે ધીમે નાણાકીય બાબતોને સંપૂર્ણ રીતે સુધારી શકશો.
મીન રાશિફળ (Pisces):
કાયદાકીય વિવાદમાં સફળતાની સંભાવના છે અને સ્થાળાંતરણની યોજના સફળ થઈ શકે છે. આજે તમારા માટે ગ્રહ ગોચર યોગ્ય પરિસ્થિતિ તૈયાર કરી રહ્યું છે. તમે અંદરથી અદભૂત ઉર્જા અને આત્મવિશ્વાસ મહેસૂસ કરશો. તમારી કાર્ય ક્ષમતા વધશે. યુવાનોને તેમના મન મુજબ કોઈ પણ કામ કરવામાં રાહત મળશે.