મેષ રાશિફળ (Aries):
ઘરમાં માંગલિક કાર્યોના આયોજનથી મન પ્રસન્ન અને વ્યસ્ત રહેશે. મિત્રોની મદદથી વેપારમાં નવા રસ્તા મળશે. આવક વધવાથી અને આકસ્મિક ધનપ્રાપ્તિથી મનોબળ મજબૂત બનશે. આજે ખાવા-પીવામાં ધ્યાન આપજો. જીવનસાથી સાથે ઉત્તમ સમય પસાર થશે. આજે કાર્યક્ષેત્રે જવાબદારીમાં વધારો થશે, જેનાથી પદ-પ્રતિષ્ઠા વધશે. સાસરી પક્ષથી સંબંધોમાં મીઠાશ આવશે અને પારિવારિક બિઝનેસમાં ભાઇઓનો સહયોગ મળશે.
વૃષભ રાશિફળ (Taurus):
કામમાં વધુ મહેનત કરવી પડશે અને આવકમાં વધારો થશે. બૌદ્ધિક કાર્યો અને લેખનથી આવક વધશે. માતા પક્ષથી ખાસ સહયોગ મળશે અને પરિવારમાં પ્રેમ અને ઉત્સાહ વધશે. સંતાન પક્ષે ઉચ્ચ શિક્ષણ અને સાર્થક પરિણામ મળશે. ભાઇ-બહેનોનું ખાસ ધ્યાન રાખજો અને એમની જરુરિયાતો પૂરી કરશો. માતાના આરોગ્ય વિશે ખાસ કાળજી લેજો. કાર્યક્ષેત્રે આજે પ્રગતિ મળશે. ધર્મ-કર્મના કામમાં આસ્થા વધશે. સંપત્તિમાં સુધારા અને સારસંભાળમાં ખર્ચ વધશે.
મિથુન રાશિફળ (Gemini):
નોકરીયાત વર્ગ સહકર્મચારીઓ સાથે વ્યવહારમાં ખાસ ધ્યાન રાખે. સંતાન સુખમાં વધારો અને ક્યાંકથી ભેટ મળશે. પ્રેમલગ્ન કરવા માટે અનૂકુળ સમય છે, જેમાં પરિવારનો સાથ મળશે. સારા મિત્રો મનની વ્યથા દૂર કરવામાં મદદ કરશે. વેપારી વર્ગ નવી પ્રોડક્ટ્સને સામેલ કરી શકે છે. આ રાશિના જાતકો માટે નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. માર્કેટિંગ માધ્યમથી વેપાર-ધંધાના વિસ્તારની યોજના બનશે. સ્વભાવમાં ઉચાટ રહે, જેના લીધે પરિવારના કોઇ સભ્ય સાથે સંઘર્ષ થાય.
કર્ક રાશિફળ (Cancer):
રાજકારણ સાથે જોડાયેલા લોકોને નવીત્તમ તક અને લાભ મળશે. માતાના આશીર્વાદ ફળશે. બહુ સમયથી અટવાયેલું ધન કોઇ મહાપુરુષના સહયોગથી મળી શકે છે. સંતાન પક્ષે અને બૌદ્ધિક ક્ષેત્રે શુભ પરિણામ મળવાથી પ્રતિષ્ઠામાં વધારો થશે. જીવનસાથીની સલાહ મદદરુપ નીવડશે અને સંબંધ મજબૂત બનશે. આજે ભાગ્યોદય થવાથી અટકાયેલા કામ પૂરા થશે. આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. સામાજિક કામમાં ભાગ લેવાથી અને આયોજન કરવાથી સન્માન અને કિર્તીમાં વધારો થશે.
સિંહ રાશિફળ (Leo):
કામમાં વ્યસ્ત રહેવાના કારણે આરોગ્ય બગડી શકે છે. જીવનસાથી સાથે મતભેદો ઉભા ના થાય એની ખાસ કાળજી લેજો. ઘરમાં કોઈ ધાર્મિક આયોજન સાથે જોડાયેલી યોજના બનશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી પણ રાહત મળી શકે છે. કામ વધારે રહેશે, પરંતુ તમે તમારી કાર્યકુશળતા અને ઊર્જાથી કામ પૂર્ણ કરવામાં સફળ રહેશો. આજે સંપત્તિ સુખમાં વધારો થશે. પરિવારમાં સુખશાંતિ જળવાઇ રહેશે અને પારિવારિક જીવનમાં સરળતા રહેશે. વડીલ તરફથી ધન પ્રાપ્તિ થઇ શકે છે.
કન્યા રાશિફળ (Virgo):
આજે મરજી વિરુદ્ધ કામ કરવું પડશે, જેનાથી બેચેની અનુભવશો. પરિવારમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે. આકસ્મિક ખર્ચ વધી શકે છે જેની પર અંકુશ જાળવી રાખજો. પિતૃક સંપત્તિ મળવાની સંભાવનાઓ છે. જો તમે નોકરી કરો છો તો અધિકારીઓ તરફથી સહયોગ મળી રહેશે. નોકરીમાં પ્રગતિના યોગ છે. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે. જીવન ધોરણ ઉંચુ થશે. ભૌતિક સુખ સુવિધા પ્રત્યે આકર્ષણ વધશે. નોકરી-ધંધામાં સહયોગી અને સાથીઓનો સહયોગ મળશે
તુલા રાશિફળ (Libra):
જીવનસાથી સાથે વિચારાત્મક મતભેદો ઉભા થઇ શકે છે. કોઈપણ મહત્ત્વપૂર્ણ વાતચીત કરતી સમયે ખરાબ શબ્દોનો પ્રયોગ ન કરો. તેનાથી તમારી માનહાનિ શક્ય છે. ક્યારેય તમારું મહત્ત્વ જણાવવાની કોશિશમા થોડી ખોટી ગતિવિધિઓ થઈ શકે છે. તમારા સ્વભાવમાં નરમી અને સહજતા જાળવી રાખો. કામના સ્થળે વધુ મહેનતની જરુર છે. વાતચીત દરમિયાન વાણી સંયમ જરુરી છે. કોઇ સંપત્તિને લઇને પારિવારિક વિવાદ વધવાની સ્થિતિ બની શકે છે. વિદેશમાં ભણેલા જાતકોને શુભ સમાચાર મળી શકે છે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio):
ભાઇઓમાં વિચારોને લઇને મતભેદ થઇ શકે છે. જે વાતોને લગતી ચિંતા લાગી રહી છે તેની ચર્ચા કોઈપણ વ્યક્તિની સાથે ન કરી શકવાને લીધે ઈમોશનલી રીતે તમે પોતાને નબળા મહેસૂસ કરી શકો. પોતાની લાગણીને સારી રીતે સમજીને અહંકારને દૂર રાખીને કામ કરવાની જરૂર છે. જે વ્યક્તિની સાથે સંબંધો સુધારવાની તમારી ઈચ્છા છે તેના પર કામ કરશો તો ફરક જરૂર જોવા મળશે.
ધન રાશિફળ (Sagittarius):
માતા સાથે સંબંધોમાં સુધારો આવશે. નોકરીના પ્રગતિ સાથે સ્થળાંતરના યોગ છે. બિનજરુરી ખર્ચ પર અંકુશ રાખજો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી તમને માનસિક સુકૂન અને શાંતિ આપી શકે છે. ઘરના કોઇ લગ્નયોગ્ય સભ્ય માટે યોગ્ય સંબંધ પણ આવી શકે છે. કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમનું કોઈ વિશેષ કામ પૂર્ણ થઈ શકે છે.
મકર રાશિફળ (Capricorn):
સંપત્તિમાંથી આવકના નવા સ્ત્રોત મળી શકે છે. સંધ્યાકાળે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. પસંદગીની બાબતો પર ધ્યાન આપીને કામ કરવાની જરૂર છે. જે વાતમાં લાગે એ વાતમાં સુધારો કરવાની જરૂર છે જેમાં તમને નુકસાન થયું હતું કે જીવનના એ નબળા પહેલૂ તમને કમજોર કરી રહ્યા છે તેને સુધારવાની જરૂર છે. પરિવારના લોકોની સાથે મળવાનું થાય.. તેમ છતાં આત્મનિર્ભરતા ટકાવી રાખવા માટે પોતાની એ સમસ્યાઓનો ઉકેલ શોધવો જ પડશે.
કુંભ રાશિફળ (Aquarius):
આજે દિવસ દરમિયાન નજીકના મિત્રો કે સંબંધીઓનું આગમન થઇ શકે છે. વિદ્યાર્થીઓને ગુરુજનોનો સહયોગ અને આશીર્વાદ મળશે. થોડો સમય બાળકો સાથે પણ પસાર કરો તથા તેમની સમસ્યાઓને ઉકેલવામાં યોગદાન આપો. કોઈના પણ વ્યક્તિગત મામલાઓથી દૂર રહો. રૂપિયા-પૈસાના મામલે કોઇ નજીકના સંબંધી સાથે મનભેદ થવાની શક્યતા છે.
મીન રાશિફળ (Pisces):
યોજનાપૂર્વક કરેલા કામમાં સફળતા મળશે. સંપત્તિમાં વધારો અને સંપત્તિથી આવકમાં વધારો થશે. આજે તમે પોતાને ભાવનાત્મક રૂપથી વધારે મજબૂત અનુભવ કરશો. આળસ છોડીને સંપૂર્ણ ઊર્જા અને આત્મવિશ્વાસથી પોતાનાં કાર્યો કરશો. વિદ્યાર્થીઓ તથા યુવાઓને કોઇ સ્પર્ધાને લગતા ક્ષેત્રમાં સફળતા મળવાની શક્યતા છે.