તા. ૭.૨.૨૦૨૩ મંગળવાર,
સંવંત ૨૦૭૯ મહા વદ બીજ
નક્ષત્ર: મઘા
યોગ: શોભન
કરણ: તૈતિલ
આજે જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ,ટ) રહેશે.
મેષ (અ,લ,ઈ): સીધી સરળ વાતથી કાર્ય નહિ બને એ માટે કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.
વૃષભ (બ,વ,ઉ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. લાગણીના સંબંધોમાં સારું રહે.
મિથુન (ક,છ,ઘ): તમારા અંતરંગ શોખ માટે સમય કાઢી શકો, જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
કર્ક (ડ,હ): ગણતરીપૂર્વકના સાહસ થી લાભ થશે, નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
સિંહ (મ,ટ): બેન્ક વીમા વિગેરે કાર્ય કરીશ શકો, આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.
કન્યા (પ ,ઠ ,ણ): તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવા વિચારોથી લાભ થાય ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
તુલા (ર,ત): દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય. અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
વૃશ્ચિક (ન ,ય): જીવનમાં પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ): વેપારી વર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.
મકર (ખ,જ): ગુરુકૃપા થી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ): બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): પ્રણયમાર્ગે ચાલનારા માટે મધ્યમ કહી શકાય, વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,સુંદર દિવસ.
બુધ જયારે શનિના ઘરમાં આવે છે ત્યારે અદાલતની તીખી ટિપ્પણીઓ સામે આવે
આજ રોજ ૩ ફેબ્રુઆરી અને મંગળવાર આજે બુધ મહારાજ માર્ગી બની મકરમાં પ્રવેશ કરી રહ્યા છે જેની અસર તળે આપણે વૈશ્વિક રીતે વ્યાપારજગતમાં અનેક ઉઠાપટક જોઈ અને શેરબજારની સ્થિતિ પણ જોવા મળી. બુધ જયારે શનિના ઘરમાં આવે છે ત્યારે અદાલતના ચુકાદાઓ અને અદાલતની તીખી ટિપ્પણીઓ સામે આવતી હોય છે વળી બુધનો અમલ વીમા ક્ષેત્રે,બેંકો પર, આયાત નિકાસ મોટા વ્યાપારિક એકમો પર અને મુદ્રાસ્થિતિ પર હોય છે માટે આ બાબતોમાં ઘણા ફેરફારો જોવા મળે છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો શનિ મહારાજ કુંભમાં થી પસાર થઇ રહ્યા છે અને જે મિત્રોને કુંભ રાશિમાં કોઈ પણ ગ્રહ હોય તો ત્યાંથી શનિના પસાર થવાથી તે ગ્રહ પાસેથી શનિ મહારાજ શિસ્તથી કામ લેતા જોવા મળે છે જેમકે કુંભના ચંદ્ર હોય તો લાગણી પર દબાણ આવતું જોવા મળે સૂર્ય કુંભમાં હોય તો સરકાર સાથે પ્રશ્નો થતા જોવા મળે કે ટેક્સ બાબતે વિચારવું પડે મંગળ હોય તો શારીરિક કષ્ટમાં થી પસાર થવું પડે બુધ હોય તો વ્યવસાયમાં વધુ દોડધામ કરવી પડે ગુરુ હોય તો નવું શીખવામાં વધુ ધ્યાન આપવું પડે શુક્ર હોય તો ભોગ વિલાસમાં થી બહાર આવી રૂટિન કામ માં ધ્યાન આપવું પડે શનિ હોય તો આજીવિકા માટે વધુ ભાગદોડ કરવી પડે કેતુ હોય તો કેરિયરમાં થોડો બ્રેક આવતો જોવા મળે અને રાહુ હોય તો જીવનમાં અંતરાયો આવતા જોવા મળે છે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી