મેષ (Aries):
કાર્યક્ષેત્રમાં વ્યાપારિક મંદીની સ્થિતિ રહી શકે છે. સંબંધોને મધુર જાળવી રાખવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. પતિ-પત્નીનો એકબીજાનો સહયોગ ઘરના વાતાવરણને સુખદ અને મધુર જાળવી રાખશે. આ સમયે બિનજરૂરી યાત્રાને ટાળો. ઘર તથા વ્યવસાયમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે. ધ્યાન રાખો કે ઘરની કોઇ મહત્ત્વપૂર્ણ વાત સાર્વજનિક થઇ શકે છે.
વૃષભ (Taurus) :
વધારે કામના કારણે થાક રહી શકે છે. રૂપિયાની લેવડ-દેવડને લઇને કોઇ ગેરસમજ કે નુકસાન થઇ શકે છે. પબ્લિક ડીલિંગ, ગ્લેમર વગેરે સાથે જોડાયેલાં વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થશે. આજે દિવસની શરૂઆતમાં કામ વધારે રહેવાથી તમે ખૂબ જ વ્યસ્ત રહેશો. પરણિત વ્યક્તિઓને સાસરિયા પક્ષ સાથે કોઇ પ્રકારનો મતભેદ થઇ શકે છે. વધારે મસાલેદાર ભોજન ટાળો.
મિથુન (Gemini):
તમારી ભાવનાઓ ઉપર કંટ્રોલ રાખો. ઉધરસ, તાવ અને શરદીમાં સમસ્યા પરેશાન કરી શકે છે. કાર્યક્ષેત્રમાં બધા કામ તમારી દેખરેખમાં જ કરાવશો તો સારું રહેશે. આજે ગ્રહ સ્થિતિ સારી બની રહી છે. આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાની કોશિશ સફળ રહેશે. વ્યવસાયિક કાર્યોમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. છેલ્લા થોડા સમયથી ચાલી રહેલાં તણાવથી આજે રાહત મળશે.
કર્ક (Cancer):
કાર્યક્ષેત્રમાં લગભગ મોટાભાગના કાર્યો નિર્વિઘ્ન પૂર્ણ થતાં જશે. ક્યારેક તમારો અતિ આત્મવિશ્વાસ અને ઘમંડ તમને લક્ષ્યથી ભટકાવી શકે છે. આજે થોડા લોકો તમારા કાર્યોમાં વિઘ્ન પેદા કરી શકે છે, તમે ચિંતા કર્યા વિના પોતાના કાર્યો પ્રત્યે સજાગ રહો. સમજદારી અને સાવધાનીથી કામ લેવાનો સમય છે. સ્વાસ્થ્ય સારું રહેશે. ઘરનું વાતાવરણ સુખદ રહેશે.
સિંહ (Leo) :
રોકાણ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે. કાર્યક્ષેત્રમાં અટવાયેલાં કામ હવે ગતિ પકડશે. અન્ય લોકો પાસેથી આશા રાખવાની જગ્યાએ પોતાની મહેનત અને ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. તમારા કામ યોગ્ય રીતે બનતા જશે. થોડો સમય પોતાના રસના કાર્યો પસાર કરવામાં નવી ઊર્જા અને સ્ફૂર્તિની અનુભૂતિ થશે. આર્થિક રીતે ઉત્તમ દિવસ છે. તમારા કાર્યોને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવો.
કન્યા (Virgo) :
આ સમય કરિયર અને કાર્યક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ કરવા માટે વધારે કોશિશ કરવાની જરૂરિયાત છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસને ગંભીરતાપૂર્ણ લે. શારીરિક રૂપથી નબળાઇ અનુભવી શકો છો. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે. ખર્ચ વધારે રહેવાના કારણે તણાવ રહી શકે છે. કોઇ જૂના મિત્રને મળવાથી જૂની યાદો તાજા થશે. તમારી કાર્યક્ષમતા અને આત્મબળ ઉપર વિશ્વાસ રાખીને આગળ વધો. સમય અનુકૂળ છે. કાર્યસ્થળમાં તમારું પ્રભુત્વ જળવાયેલું રહેશે.
તુલા (Libra):
આ સમયે માનસિક શાંતિ જાળવી રાખવી જરૂરી છે. જીવનસાથી તથા પરિવારના લોકોનો તમારા પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે. આજે નજીકના લોકો સાથે હળવા-મળવાનું થશે તથા સુખમય સમય પસાર થશે. ઉચ્ચાધિકારીઓ તથા સન્માનિત લોકો સાથે સંબંધ જાળવી રાખવા તમારા વ્યવસાયમાં ફાયદાકારક સાબિત થશે. કોઈ મહત્ત્વપૂર્ણ કાર્યને કરતા પહેલાં ઘરના સભ્યોની સલાહ લેવી અનુકૂળ છે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. યોગ્ય સન્માન કરો. મિત્રો તથા સંબંધીઓ સાથે હળવા-મળવામાં સમય પસાર થશે.
વૃશ્ચિક (Scorpio):
તમને તમારી અંદર માનસિક શાંતિ અને ભરપૂર ઊર્જાનો અનુભવ થશે. તમારા દ્વારા કરવામાં આવેલ કોઈપણ પ્રયાસને મોટી સફળતા મળતી જણાય છે. માનસિક રીતે તમે સંકલ્પબદ્ધ અને ઉત્સાહિત અનુભવ કરશો. તમારી ઉર્જા અને તમારી આસપાસના લોકોની ઉર્જા વચ્ચે ઘણો તફાવત હશે, જેના કારણે કોઈપણ વ્યક્તિ સાથે જોડાયેલા રહેવું શક્ય નથી. તે અમુક અંશે એકલતા લાવી શકે છે પરંતુ જીવનમાં યોગ્ય ફેરફારો થશે.
ધન (Sagittarius):
પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને ગેરસમજ ઊભી થઇ શકે છે. કોઇ નજીકના સંબંધીની પર્સનલ લાઇફમાં થોડી મુશ્કેલીઓ આવવાના કારણે ચિંતા રહેશે. ક્યારેક વધારે પ્રાપ્તિની ઇચ્છા અને ઉતાવળ કરવી નુકસાનદાયી રહી શકે છે. સહજ રીતે તમારા કાર્યોને પૂર્ણ કરતા રહો. બાળકોની ગતિવિધિઓ ઉપર નજર રાખો. સમય રહેતા યોગ્ય પગલા ભરવાથી પરિસ્થિતિઓ સચવાઈ જશે.
મકર (Capricorn):
આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. લગ્નજીવન તથા પ્રેમ બંને સુખમય રહેશે. તમારા દ્વારા કરવામાં આવેલી નાની ભૂલ પણ મોટી અસર કરે તેવું લાગે છે, પરંતુ નુકસાન યોગ્ય પરિસ્થિતિ નહીં હોય. આ ભૂલને કારણે તમે ઘણા માનસિક તણાવમાંથી પસાર થઈ શકો છો, પરંતુ જો આગામી 3 થી 4 દિવસમાં પરિસ્થિતિ સુધારવાના પ્રયાસો કરવામાં આવે તો પરિસ્થિતિ ફરીથી અનુકૂળ થઈ શકે છે.
કુંભ (Aquarius):
તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે રચનાત્મક ગતિવિધિઓમાં પણ રસ રહેશે. થોડા વ્યક્તિગત કારણોના લીધે વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં. ક્યારેક-ક્યારેક તમારો ઉતાવળભર્યો તથા ગુસ્સાવાળો સ્વભાવ તમારા તથા અન્ય લોકો માટે પરેશાની ઊભી કરી શકે છે. પોતાના આ વ્યવહારમાં સુધાર લાવવાની જરૂરિયાત છે. કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો.
મીન ( Pisces):
આજે સામાજિક ગતિવિધિઓ પ્રત્યે તમારું નિસ્વાર્થ યોગદાન રહેશે. માર્કેટમાં તમારી યોગ્યતા અને પ્રતિભાના બળે તમને થોડી નવી સફળતાઓ પ્રાપ્ત થઇ શકે છે. ઘરમાં કોઈ ધાર્મિક આયોજન સંપન્ન થશે, તેનાથી ઘરમાં પોઝિટિવ ઊર્જા બની રહેશે. પ્રોપર્ટી કે અન્ય કોઈ કામને લઇને નજીકની યાત્રનો પ્લાન બની શકે છે. ઘરના વડીલોનો સ્નેહ અને આશીર્વાદ લો અને તેમનો આદર કરો.