તા. ૭.૬.૨૦૨૩ બુધવાર
સંવંત ૨૦૭૯ જેઠ વદ ચોથ
નક્ષત્ર: ઉત્તરાષાઢા
યોગ: બ્રહ્મ
કરણ: બવ
આજે જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ,જ) રહેશે.
મેષ (અ,લ,ઈ): આંતરિક શક્તિ વધે, દિવ્ય ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃષભ (બ,વ,ઉ): ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,ધાર્યા કામ પાર પાડી શકો .
મિથુન (ક,છ,ઘ): મનમાં ચીડિયાપણું રહે ,માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કર્ક (ડ,હ): ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
સિંહ (મ,ટ): તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા પડે.
કન્યા (પ ,ઠ ,ણ ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. દિવસ ખુશનુમા વીતે.
તુલા (ર,ત): તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ): નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.
મકર (ખ ,જ ): તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,વેપારીવર્ગને સારું રહે, સ્તિરવર્ગને મધ્યમ રહે,કામકાજમાં સફળતા મળે.
કુંભ (ગ ,સ,શ ): ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી. વધુ વિશ્વાસે ના ચાલવું.
મીન (દ ,ચ ,ઝ ,થ): નસીબ સાથ આપતું જણાય , આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.
ગોચર ગ્રહ મુજબ શનિ મહારાજ વક્રી થઇ રહ્યા છે ત્યારે વૈશ્વિક સ્તરે ઓપેક ના નિર્ણયને કારણે પેટ્રોલિયમના ભાવ વધવા જઈ રહ્યા છે જે વિષે હું અત્રે લખી ચુક્યો છું તો બીજી તરફ અનેક બની રહેલી ઇમારતો બાબતે લાલબત્તી સામે આવી રહી છે જે ચર્ચા પણ આપણે કરી ગયા છીએ વળી ગોચર ગ્રહોની અસર નીચે વિદેશ તરફ વિદ્યાર્થીઓ વધુને વધુ દોટ મૂકી રહ્યા છે જે આપણે સૌ નવા સમયની સાથે સાથે જોઈ રહ્યા છીએ.
આપણા શાસ્ત્રોમાં અનેક લોક નું વર્ણન છે. મારા વર્ષોના સંશોધનમાં મેં જોયું છે કે જે મિત્રો વાઈલ્ડ લાઈફ અને સર્પ માટે વિશેષ કામ કરતા હોય છે તેમને રાહુ અને કેતુ વિશેષ પોઝિશનમાં જોવા મળે છે અને ઘણા મિત્રોને મીન લગ્ન જોવામાં આવ્યું. રાહુ અને કેતુને સર્પ ગણવામાં આવ્યા છે આપણા જન્મોજન્મની ગતિમાં સર્પલોકની ગતિ પણ આ રીતે જોઈ શકાય.
રાહુ અને કેતુની એક તરફ જયારે બધા ગ્રહો આવી જાય ત્યારે પણ કાલસર્પયોગનું નિર્માણ થતું હોય છે જેના પ્રભાવ વિષે ઘણું સંશોધન આજે પણ જરૂરી છે. કઈ વ્યક્તિ ક્યાં લોકમાં થી આવે છે અને ક્યાં લોક તરફ ગતિ કરશે તે માટે જન્મકુંડળી સાથે સાથે ડિવીસનલ ચાર્ટનો અભ્યાસ પણ જરૂરી બને છે જેના આધારે વ્યક્તિની લાઈફ પેટર્ન અને જન્મોજન્મની પેટર્ન નક્કી થાય છે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨