મેષ રાશિફળ (Aries):
આજે તમારું ભાગ્ય મહત્વની ભૂમિકા ભજવશે. જીવનના તમામ ક્ષેત્રોમાં તમે પ્રગતિની દિશા પર આગળ વધશો. તમારા કામને લઇને મહત્વના નિર્ણયો અને પેમેન્ટ મળ્યા પછી વ્યવસાયમાં આગળ વધશો. ભૂતકાળમાં જેને શોધી રહ્યા હતા તે યોગ્ય વ્યક્તિ અને ઉજ્જવળ તક આજે તમને મળી શકે છે. આજે તમે મહત્વની કોઇ યોજના શરુ કરશો.
વૃષભ રાશિફળ (Taurus):
આજે તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવી શકે છે. બની શકે છે કે એના લીધે જીવનમાં કપરો સમય આવે, પરંતુ યાદ રાખજો દરેક રાતનો દિવસ ઉગે છે. આથી ધીરજ રાખજો અને સહજતાથી આગળ વધજો. આ સમય પણ વીતિ જશે. રૂપિયા આવતાં જ ખર્ચની સ્થિતિ બની રહેશે. એટલે પોતાનું યોગ્ય બજેટ જાળવી રાખો. અન્યની વાતોમાં આવશો નહીં. તમારી સાથે દગાબાજી થઇ શકે છે. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનાં કાર્યોને આજે ટાળી દો.
મિથુન રાશિફળ (Gemini):
જીવનના ખરાબ અનુભવોથી શીખ લેજો. ભૂતકાળ ભૂલીને વર્તમાનમાં આગળ વધજો. આજે કામના સ્થળે અણધાર્યા ફેરફાર થવાની સંભાવના રહેલી છે. જે તમારા માટે શુભ સાબિત થઇ શક છે. પરિવારમાંથી સુખદ સમાચાર મળી શકે છે. આજે સ્વાસ્થ અને નાણાંકીય બાબતે ખાસ ધ્યાન રાખવાની જરુર છે. બીજા લોકોના કામ માટે વધારે પડતી શક્તિ કે ઉર્જાનો વ્યય ના કરશો, કારણ કે આવા લોકો એક પછી એક મદદ માંગતા જ રહેશે.
કર્ક રાશિફળ (Cancer):
આજે તમે પ્રસન્ન રહેશો. ઘર હોય કે ઓફિસ આજે દરેક સ્થળે તમે આરામદાયક અને વૈભવી વાતાવરણનો લાભ ઉઠાવશો. ધનપ્રાપ્તિથી આજે સંતોષ અનુભવશો. સંધ્યાકાળે પરિવાર અને મિત્રો માટે ઉદાર વર્તન રાખશો. હાલમાં જમીન અને સંપત્તિ માટે રોકાણ કરવું ફાયદાકારક રહેશે. આજે ત્રિકોણીય વ્યાપારી ભાગીદારી કે સંબંધોથી લાભ મળી શકે છે, પરંતુ અંગત સંબંધોમાં ત્રિકોણીય સંબંધો તમારા જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.
સિંહ રાશિફળ (Leo):
આજે અંગત સંબંધ પ્રેમભર્યો અને સહયોગવાળો રહેશે. આરોગ્ય સારું રહેવાથી અલગ-અલગ કાર્યોમાં સક્રિયતાથી ભાગ લઇ શકશો. પાર્ટનર સાથે મળીને તમે સંસાધનો ભેગા કરવામાં સફળ રહેશો. સંધ્યાકાળનો સમય કોઇ ધાર્મિક કાર્યના આયોજનમાં પસાર થઇ શકે છે. આજે આરોગ્ય બાબતે સાવચેતી રાખજો અને અનિયમિત ભોજન પર અંકુશ રાખજો. ધ્યાનમાં રાખજો કે કોઇપણ વસ્તુની અતિશિયોક્તિ નુકસાન કરી શકે છે.
કન્યા રાશિફળ (Virgo):
આજે સંધ્યાકાળથી રાત સુધી કોઇ સામાજિક કાર્યમાં સામેલ થવું પડે. પરિવાર તરફથી સહયોગ અને પ્રેમ મળશે. તમારી યોજનાઓ અને ગતિવિધિઓની ચર્ચા કોઇ સામે કરશો નહીં. થાક અને આળસના કારણે કોઇ મહત્ત્વપૂર્ણ કામ છૂટી શકે છે. સ્વભાવમાં નરમી જાળવી રાખો. ગુસ્સાના કાણે પરિસ્થિતિ ખરાબ થઇ શકે છે.
તુલા રાશિફળ (Libra):
તમારા માટે સારું એ જ રહેશે કે તમામ ભૂમિકાને અલગ-અલગ રાખો. નહીં તો પડકારો આવી શકે છે. સહકર્મચારીઓના સહયોગથી આજે તમે કોઇ મોટુ કામ સફળતાથી પાર પાડી શકશો. આજે અધ્યાત્મ તથા ધાર્મિક ગતિવિધિઓમાં યોગ્ય સમય પસાર થશે. કોઇ નજીકના સંબંધીને ત્યાં સમારોહમાં જવાનો અવસર પણ પ્રાપ્ત થઇ શકે છે. અનુભવી વ્યક્તિઓનો સાથ તમારી કાર્યક્ષમતા અને વ્યક્તિત્વને વધારે નિખારશે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio):
આ સિવાય આજે કોઇ વરિષ્ઠ વ્યક્તિના સામેલ થવાથી લાંબા સમયથી ચાલતો પારિવારિક વિવાદનો અંત આવી શકે છે. તમારી રચનાત્મક ક્ષમતામાં વધારો થશે. ઉતાવળમાં કામ કરવાનો પ્રયાસ તમારાથી ભૂલો કરી શકે છે. લોકોની યોગ્ય ઓળખ ન હોવાને કારણે, ખોટા વ્યક્તિ પર વિશ્વાસ બતાવીને પોતાને નુકસાન થવાની સંભાવના છે. પૈસા સંબંધિત કોઈપણ પ્રકારનું વર્તન કરતી વખતે પરિવારના સભ્યોને જાણ કરવી જરૂરી રહેશે.
ધન રાશિફળ (Sagittarius):
કોઇ જૂના મિત્ર સાથે થયેલી વાત તમને પ્રસન્ન રાખશે. આજે આશાઓ પૂરી ના થતાં બેચેની રહી શકે છે. અંગત સંબંધોમાં પણ વિખવાદ ઉભો થઇ શકે છે. બાળકોની કોઇ અજાણી નકારાત્મક ગતિવિધિઓ તમને પરેશાન કરી શકે છે. તેમના ઉપર ગુસ્સો કરવાની જગ્યાએ મિત્રતાનો વ્યવહાર રાખવાની કોશિશ કરો. આજે અજાણ્યા વ્યક્તિ સાથે સંપર્ક રાખશો નહીં.
મકર રાશિફળ (Capricorn):
આજે એક વાતની સ્વીકારી લેજો કે જીવનમાં જ્યારે પણ તમને જરુર પડશે ત્યારે પારિવારિક સંબંધો મો ફેરવી લેશે. આનાથી નાસીપાસ ના થતા અને ધીરજ રાખજો. ઘરમાં કોઇ માંગલિક કાર્યને લગતી યોજના બની શકે છે. કોઇ પારિવારિક સમસ્યા કે મહત્ત્વપૂર્ણ વિષય અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. જીવનમાં થોડા ફેરફાર આવશે જે તમારા માટે ભાગ્યોદયકારક બની શકે છે.
કુંભ રાશિફળ (Aquarius):
આજે શારીરિક કે માનસિક રીતે હેરાન હોવા છતાંય તમે જે કામ સાહસ સાથે કરશો એમાં સફળતા મેળવશો. ઓફિસ અને ઘરે સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. બપોર પછી પરિસ્થિતિઓ સુધરતી જોવા મળશે. કોઇ નવા વ્યક્તિને ધંધામાં સામેલ કરતાં પહેલાં એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી લેવી.આજે પરિવાર સાથે ધાર્મિક સ્થળ પર જવાનો કાર્યક્રમ બની શકે છે. આ સાથે આરામ અને મનોરંજનના કાર્યક્રમોમાં પણ સમય પસાર થશે.
મીન રાશિફળ (Pisces):
યોજના સફળતાથી પૂર્ણ થતાં એકાદ વર્ષનો લાંબો સમય લાગી શકે છે. આ સમય દરમિયાન તણાવથી દૂર રહીને કામ પર ધ્યાન આપજો. આજે ધનલાભના યોગ છે, પરંતુ આરોગ્ય અને રોકાણ સંબંધી મુદ્દાઓ પર ખાસ ધ્યાન રાખજો. આજે અટવાયેલા કે ઉધાર આપેલા રૂપિયા સરળતાથી પાછા આવી શકે છે એટલે કોશિશ કરતાં રહો. જોકે, તમે તમારી વાણી અને કાર્યક્ષમતા દ્વારા તમારું કામ કઢાવવામાં સક્ષમ રહેશો. યુવાઓને પોતાની મહેનત પ્રમાણે અનુકૂળ પરિણામ પ્રાપ્ત થશે.