તા. ૧૮.૧.૨૦૨૩ બુધવાર
સંવંત ૨૦૭૯ પોષ વદ અગિયારસ ષટ્તિલા એકાદશી
નક્ષત્ર:અનુરાધા
યોગ: વૃદ્ધિ
કરણ: કૌલવ
આજે જન્મેલાંની ચંદ્રરાશિ વૃશ્ચિક (ન ,ય) રહેશે.
મેષ (અ,લ,ઈ) : આજે આ રાશિના જાતકોનો દિવસ નજીકના ક્ષેત્રોમાં મધ્યમ રહે પરંતુ દૂર દેશથી સારા સમાચાર મળે,આગળ વધવાની તક મળે.
વૃષભ (બ,વ,ઉ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,નવા મિત્રો બનાવી શકો,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : આજે આ રાશિના જાતકોએ તબિયતની કાળજી લેવી,ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે,જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે .
કર્ક (ડ,હ):પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્રથી મુલાકાત થાય,મનની વાત વ્યક્ત કરી શકો , આનંદદાયક દિવસ
સિંહ (મ,ટ): આજે આ રાશિના જાતકોને જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.
કન્યા (પ ,ઠ,ણ): આજે આ રાશિના જાતકોના કાર્ય મિત્રોની મદદથી થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.
તુલા (ર,ત) : તમારા સૌમ્ય વાણી વર્તનથી કાર્ય સિદ્ધ થાય,એકધારા પ્રયત્નોથી સફળતા મળે, આગળ વધી શકો
વૃશ્ચિક (ન,ય) : નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે,દિવસ પ્રગતિકારક અને શુભ રહે.
ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજમાં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસમાં કાળજી રાખવી. મધ્યમ દિવસ.
મકર (ખ,જ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,લેખન વાંચન મંથનથી આનંદ મળે.રચનાત્મક કાર્ય કરી શકો.
કુંભ (ગ ,સ,શ): વેપારીવર્ગને સારું રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે. નોકરિયાતવર્ગે સમજીને ચાલવું.
મીન (દ,ચ,ઝ,થ): ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી