મેષ રાશિફળ (Aries):

%E0%AA%AE%E0%AB%87%E0%AA%B7

કોઈપણ ખોટા કાર્યને જોયા પછી અવાજ ઉઠાવવાની તમારી આદત આજે તમને ભારે પડી શકે છે. પરંતુ તમારે નિરાશ થવાની જરૂર નથી. તમે ફક્ત એક જ વસ્તુ ધ્યાનમાં રાખો કે જો તમે સાચા છો અને અધિકાર માટે અવાજ ઉઠાવો છો, તો પછી કોઈને કંઇ પણ કહેવામાં ડરશો નહીં અને પાછળ ના હટશો. આજનો દિવસ તમારા માટે સારો છે. તમે જે પણ કાર્ય કરશો, તમને સફળતા મળશે.

વૃષભ રાશિફળ (Taurus):

%E0%AA%B5%E0%AB%83%E0%AA%B7%E0%AA%AD

લાંબા સમય સુધી સંઘર્ષ કર્યા પછી આજે તમને એકાંતમાં સમય પસાર કરવો ગમશે. તે તમારા માટે પણ યોગ્ય રહેશે. ધ્યાનમાં રાખો કે આ સમય તમારા સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાનો છે. કારણ કે જો માનસિક સ્વાસ્થ્ય સારું નહીં હોય તો સખત મહેનત કરવી મુશ્કેલ બનશે. આજે વેપાર અને ધંધામાં જે ઉતાર ચઢાવ આવે છે તે હેન્ડલ કરવો જરૂરી છે.

મિથુન રાશિફળ (Gemini):

%E0%AA%AE%E0%AA%BF%E0%AA%A5%E0%AB%81%E0%AA%A8

આજે કોઈની સાથે વ્યવહાર કરતી વખતે વિશેષ કાળજી લો. મુસાફરી કરવાનું ટાળો. તમે પોતે રાખેલી અપેક્ષા અને અન્ય લોકોએ તમારાથી રાખેલી અપેક્ષા અલગ હોવાને કારણે વિવાદ થઇ શકે છે. હાલના સમયને જોતા કામ પર ધ્યાન આપવાની જરૂર છે. તમારી અપેક્ષા અનુસાર જીવનમાં ફેરફાર કરવો અઘરો છે પરંતુ અસંભવ નથી. આજે પૈસા કમાવવાના ઘણા રસ્તા ખુલશે. રોકાણમાં પણ લાભની સંભાવના છે. જમીન-મકાનની ખરીદી કરતા પહેલા એકવાર વરિષ્ઠ લોકોનો અભિપ્રાય લો, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ધ્યાનમાં રાખો કે આજે તમને સંઘર્ષ પછી નિશ્ચિત સફળતા મળશે.

કર્ક રાશિફળ (Cancer):

%E0%AA%95%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95

વીતેલી વાતને છોડીને નવી શરૂઆત પર ધ્યાન આપવું પડશે. માનસિક રીતે થાકી જશો આમ છતાં પણ લક્ષ્ય તરફ આગળ વધવું જરૂરી છે. આજનો દિવસ માનસિક રીતે ખરાબ રહેશે. દરેક વાતને ગંભીરતાથી લો પરંતુ વિચાર નેગેટિવ ન આવે તેનું ધ્યાન રાખો. નિર્ણય લેવામાં એટલે વધારે સમય ન લગાવો કે સફળતા તમારા હાથમાંથી સરકી જાય. મામા પક્ષ સાથે કોઈ વાતને લઇને ગેરસમજ ઊભી થઈ શકે છે. તમારી વાણી અને જિદ્દી સ્વભાવ ઉપર કાબૂ રાખો.

સિંહ રાશિફળ (Leo):

%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9

આજે વધારે ખર્ચ થશે. કોઈ કારણસર અથવા બીજા કારણે બિનજરૂરી ખર્ચનો યોગ છે. આજે તમારે વ્યર્થ મુસાફરી પણ કરવી પડી શકે છે. કોઈપણ સ્પર્ધાના બાકી પરિણામો આજે આવે તેવી પણ સંભાવના છે. કળાની સ્પર્ધા સફળતા આજે તમારું મનોબળ વધારશે. તમે શેર-બજારના મામલામાં ફસાઈને ઘણા પૈસા બગાડ્યા છો. આવી સ્થિતિમાં, તમારા માટે સારું રહેશે કે તમે જૂની ઘટનાઓથી શીખો.

કન્યા રાશિફળ (Virgo):

%E0%AA%95%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE

આજ સવારથી કંઈક વિચિત્ર વાતાવરણ રહેશે. દૈનિક ઘરના કામો પણ અમૂક અટકળો પછી જ પૂર્ણ થશે. ધંધો કરતા લોકોના જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યા આજે સમાપ્ત થઈ શકે છે. જો કે દિવસની શરૂઆતમાં કેટલીક નવી સમસ્યાઓ પણ આવી શકે છે.

તુલા રાશિફળ (Libra):

%E0%AA%A4%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE

સમજદારીથી રોકાણ કરો. આજે કોઈ નવું કાર્ય ના કરવાનું ધ્યાનમાં રાખો. આ સિવાય કોઈપણ પાર્ટનરના કહેવાથી નવા બિઝનેસમાં રોકાણ કરવાનું ટાળો. થોડા સમયથી ચાલી રહેલી પારિવારિક સમસ્યાઓને તમે અનેક રીતે વ્યવસ્થિત કરી લેશો. આજે કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થશે, જેથી તમે તમારી અંદર નવો જોશ અને ઊર્જા અનુભવ કરશો.

વૃશ્ચિક રાશિફળ (Scorpio):

%E0%AA%B5%E0%AB%83%E0%AA%B6%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BF%E0%AA%95

આજે તમારા ઉપર કોઈ વિશેષ કાર્યનું દબાણ આવી શકે છે. આ માટે તમારે તમારા કામમાંથી થોડો સમય પણ આપવો પડી શકે છે. નિરાશ ના થાઓ, ધૈર્ય રાખો અને તમારી જાત પર વિશ્વાસ કરો પછી તમે જોશો કે કેટલી સરળતાથી જવાબદારી નિભાવો છો. તમારી કાર્ય કરવાની રીત નવી છે. કોઈપણ જટિલ કાર્ય સરળતાથી પૂર્ણ કરવામાં તમને બહુ સમય લાગતો નથી. તમારી આ પદ્ધતિ તમને તમારા કાર્યક્ષેત્રમાં આજે અપાર સફળતા પ્રાપ્ત કરાવી શકે છે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા જઇ રહ્યા છો તો ચોક્કસપણે કોઈ નિષ્ણાતનો અભિપ્રાય લો.

ધન રાશિફળ (Sagittarius):

%E0%AA%A7%E0%AA%A8

આજે પણ ધંધાની કેટલીક મૂંઝવણ તમને પરેશાન કરી શકે છે. જો તમે તમારો રસ્તો સરળ અને સીધો બનાવવા માગતા હોવ તો એવું કરો કે તાત્કાલિક લાભ મળે. પરિવાર અને ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાથી પોઝિટિવ પરિણામ મળી શકે છે. સાથે જ, કોઈ યોજનાના શરૂ થવાથી મનમાં સુખ અને સુકૂન મળી શકે છે. થોડો સમય તમારા રસનાં કાર્યો માટે પણ જરૂર કાઢો. તેનાથી તમને આત્મિક સુખ મળી શકે છે.

મકર રાશિફળ (Capricorn):

%E0%AA%AE%E0%AA%95%E0%AA%B0

આજે તમને તમારા સાથીદારોથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી રહી છે, આજે તેઓ તમને નુકસાન પહોંચાડી શકે છે. કાર્યસ્થળમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે દલીલ કરવાનું ટાળો. અફવાહ ઉપર બિલકુલ ધ્યાન ન આપશો. કોઇ વ્યક્તિ દ્વારા ગેરસમજ ઊભી કરવાથી તમારી પરેશાનીઓ વધશે. સાથે જ કોઇ નજીકના મિત્ર સાથે પણ સંબંધ ખરાબ થવા જેવી સ્થિતિ બની રહી છે. તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખો.

કુંભ રાશિફળ (Aquarius):

%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%AD

જો તમે કોઈ નવું કામ શરૂ કરવા જઇ રહ્યા છો તો અચાનક તમારી ફંડ સંબંધિત સમસ્યા પણ દૂર થઈ જશે. આ સિવાય લાંબા સમયથી અટકેલા કામ પણ આજે કોઈની સહાયથી થઈ શકે છે.  તમે તમારી કાર્યકુશળતાના બળે અનેક કાર્ય યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. પરંતુ ભાવનાઓને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. કોઈપણ નિર્ણય પ્રેક્ટિકલ થઈને લો, તેનાથી ઉત્તમ પરિણામ મળશે. રિસ્કને લગતા કાર્યોમાં તમને વિશેષ ફાયદો થવાનો છે.

મીન રાશિફળ (Pisces):

%E0%AA%AE%E0%AB%80%E0%AA%A8

તમારી કાર્ય કરવાની રીત નવી છે. કોઈપણ જટિલ કાર્ય સરળતાથી પૂર્ણ કરવામાં તમને બહુ સમય લાગતો નથી. તમારી આ પદ્ધતિ તમને તમારા કાર્યક્ષેત્રમાં આજે અપાર સફળતા પ્રાપ્ત કરાવી શકે છે. કોઇ વ્યક્તિ દ્વારા ગેરસમજ ઊભી કરવાથી તમારી પરેશાનીઓ વધશે. સાથે જ કોઇ નજીકના મિત્ર સાથે પણ સંબંધ ખરાબ થવા જેવી સ્થિતિ બની રહી છે. તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.