તા. ૮.૫.૨૦૨૩ સોમવાર,
સંવંત ૨૦૭૯ વૈશાખ વદ ત્રીજ
નક્ષત્ર: જ્યેષ્ઠા
યોગ: શિવ
કરણ: વણિજ
આજે સાંજે ૭.૧૦ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ વૃશ્ચિક (ન,ય) ત્યારબાદ ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.
મેષ (અ,લ,ઈ): ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ): ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય ,શુભ દિન .
મિથુન (ક,છ,ઘ): આંતરિક સંબંધોમાં સારું રહે,મતભેદ નિવારી શકો,વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.
કર્ક (ડ,હ): નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળ પર થી શીખવું પડે.
સિંહ (મ,ટ): વિદેશ જવા ઇચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ. સ્ત્રીવર્ગને પણ સારું રહે.
કન્યા (પ,ઠ,ણ): પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ લાભદાયક રહે.
તુલા (ર,ત): નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
વૃશ્ચિક (ન,ય): તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.
મકર (ખ,જ): બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું, ખર્ચ પર અંકુશ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
કુંભ (ગ,સ,શ ): મિત્રો સાથે આનંદ માણી શકો,ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થહતી જણાય.
મીન (દ,ચ,ઝ,થ): વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ ,નોકરિયાતવર્ગ ને સારું રહે,ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨