તા. ૧૩.૭.૨૦૨૩ ગુરુવાર, સંવંત ૨૦૭૯ અષાઢ વદ અગિયારસ, કામિકા એકાદશી, કૃત્તિકા  નક્ષત્ર, શૂળ  યોગ, બવ  કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  વૃષભ (બ,વ,ઉ)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો,પ્રગતિકારક દિવસ રહે.

વૃષભ (બ,વ,ઉ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, તમારા પ્રતિભાવ અને કાર્યની સરાહના થાય.

મિથુન (ક,છ,ઘ) : વાદ વિવાદ થી દૂર રહેવું,જામીનગીરી ના કરવા સલાહ છે. અન્ય માટે વિશેષ દોડધામ રહે, મધ્યમ દિવસ.

કર્ક (ડ,હ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય,કેટલીક બાબતોને ઊંડાણપૂર્વક સમજી શકશો.

સિંહ (મ,ટ) :  વેપારીવર્ગ ને સારું રહે,નવી દિશાઓ ખુલતી જણાય,પ્રગતિ થાય,નોકરિયાતવર્ગ માટે પણ પ્રગતિકારક સમય.

કન્યા (પ ,ઠ ,ણ ) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,દાન ધર્મ કરી શકો,આધ્યાતિમ્ક ચિંતન થાય,શુભ દિન.

તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો,સારો પ્રતિભાવ પ્રાપ્ત કરી શકો, દિવસ આનંદદાયક રહે.

વૃશ્ચિક (ન ,ય ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, ટીમવર્કથી સારું પરિણામ મેળવી શકો.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવામાં ધ્યાન રાખવું,લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા પડે ,મધ્યમ દિવસ.

મકર (ખ ,જ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિથી મુલાકાત થાય,વિશેષ પ્રતિભા કેળવી શકો.

કુંભ (ગ ,સ,શ ) :    કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નવી ઓળખાણોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, પ્રગતિકારક દિવસ રહે.

મીન (દ ,ચ ,ઝ ,થ): સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

–રાહુ દશમે હોય તો કાર્યક્ષેત્રની બાબતો ગુપ્ત રાખવી જરૂરી

મંગળના સિંહમાં આવવા પર અને મંગળ પર રાહુ, શનિની દ્રષ્ટિ હોવા થી અત્રે જણાવેલું કે વિદ્યાર્થીવર્ગને તકલીફ પડતી જોવા મળે અને આત્મહત્યાનું અને મૃત્યુનું પ્રમાણ વધે એ મુજબ કોટાથી લઈને અલગ અલગ અનેક જગ્યાએ થી આ પ્રકારના દુઃખદ સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. ગોચર ગ્રહોમાં મંગળ પર ક્રૂર ગ્રહોની દ્રષ્ટિથી રાજનીતિથી લઈને કુદરતી બાબતોમાં મોટા પરિવર્તન જોવા મળી રહ્યા છે વળી મંગળ જયારે દુષ્પ્રભાવમાં આવે છે ત્યારે ભૂસ્ખલનની ઘટના પણ વારંવાર બનતી જોવા મળે છે. છેલ્લા બે અંકથી રાહુ અલગ અલગ ઘરમાં હોય ત્યારે કઈ બાબતમાં ગુપ્તતા રાખવી તે ચર્ચા કરી રહ્યા છીએ તે મુજબ રાહુ દશમે હોય તો આવા જાતક બે નંબરનો પૈસો કમાઈ શકે છે વળી સરકારી તંત્રમાં હોય તો પણ સારું કામ કરી શકે છે પરંતુ તેમને તેમના વિભાગની માહિતી અને કાર્યક્ષેત્રની બાબતો ગુપ્ત રાખવી જરૂરી બને છે નહિ તો રાહુ સારા પરિણામ આપતો નથી આજ રીતે રાહુ અગિયારમે અનેક સોર્સથી  લાભ આપનાર બને છે પણ તમારે તમારી આવકના સોર્સ ગુપ્ત રાખવા પડશે અને આ જ રીતે રાહુ બારમે થી તમારા દૂરના સંપર્કો અને યાત્રાઓ દર્શાવે છે અને કેટલાક ના સમજી શકાય તેવા અનુભવો પણ આપે છે જે તમારે હંમેશા ગુપ્ત રાખવા જોઈએ તો રાહુ બહારના પ્રદેશોથી અને બહારની વ્યક્તિઓથી લાભ અપાવનાર બને છે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.